સેનેટાઈઝરથી શરીરે આગ ચાંપી વૃધ્ધનો મોતનો કૂદકો

અમદાવાદમાં 65 વર્ષિય વૃધ્ધે 5માં માળેથી સળગતી હાલતમાં ઝંપલાવ્યું

અમદાવાદના ઘાટલોડિયામાં એક મોટી દુર્ઘટના થઈ છે. અમદાવાદના વૃદ્ધે ઘરની બાલ્કનીમાંથી પોતાને આગ લગાવી પાંચમા માળેથી નીચે કૂદકો માર્યો છે. આ ઘટના બાદ ફાયર-પોલીસ અને 108ની ટીમ દોડતી થઈ ગઈ હતી. હાલ સોશિયલ મીડિયામાં આ ઘટનાને સીસીટીવી ફૂટેજ બહાર આવ્યાં છે.
અમદાવાદના ઘાટલોડિયામાં કે.કે.નગરના
સમર્પણ ટાવરના 5મા માળેથી સળગતી હાલતમાં વૃદ્ધ બિલ્ડીંગ પરથી ઝંપલાવી આપઘાત કર્યો છે. પોલીસે આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે ઘરના કોઈ વ્યક્તિને જાણ ન થાય તે રીતે વૃદ્ધે સેનેટાઈઝરનાંખીને સળગી ઝંપલાવ્યુ હતું. આપઘાત કરવાનું કારણ અકબંધ છે. આ ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક વૃદ્ધને સારવાર માટે 108માં હોસ્પિટલમાં
મોકલ્યા હતા. જ્યાં તેઓનું મોત થયું હતું. ફાયરબ્રિગેડના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, જયપ્રકાશ (ઉ.વ.65) નામના વૃદ્ધે ઘરે બાલ્કનીમાં ટેબલ મૂકી અને સળગી નીચે કૂદકો માર્યો હતો.
પત્ની અને બે
બાળકીઓને જાણ ન થાય તે રીતે વૃદ્ધે આપઘાત કર્યાની આશંકા છે. ઘાટલોડિયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. પંચનામું કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ