સિવિલ હોસ્પિટલમાં મહિલા પ્યુન ઉપર દર્દીના સગાનો હુમલો

મહિલાના વોર્ડમાં ન જવા દેવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી નીચે સીડી પાસે માર માર્યો

રાજકોટ તા,20
સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પીટલ હંમેશા ચર્ચાના એરણે રહી છે. ત્યારે વધુ એક કિસ્સામાં મહિલા વોર્ડમાં ન જવા દેવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી મહિલા પ્યુન ઉપર દર્દીના સગાએ હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા મહિલા પ્યુનને સારવારમાં ખસેડાયા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર શહેરના મોચીબજાર વિસ્તારમાં રહેતા અને સિવિલ હોસ્પીટલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા મુમતાઝબેન
યુનુસભાઇ શેખ (ઉ.વ.30) રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઓર્થોપેડીક વિભાગમાં હતા ત્યારે મહિલા વોર્ડમાં જવા માટે દર્દીના બે સગાએ સીક્યુરીટી ગાર્ડ સાથે બોલાચાલી કરી હતી.
ત્યારે મીહલા પ્યુનમુમતાઝબે શેખે વચ્ચે પડી મહિલાના વોર્ડમાં ન જવા બાબતે કહેતા દર્દીના સગા પ્રશાંત સહિત બે શખ્સે મહિલાપ્યુન અને સીક્યુરીટી ગાર્ડ સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ઝઘડાનો ખાર રાખી બંને શખ્સોએ મહિલા
પ્યુન મુમતાઝબે શેખ નીચે સીડી પાસે હતા ત્યારે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા મહિલા પ્યુનને ઈમરજન્સી વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી કાનુની તપાસનો દોર લંબાવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ