શાસ્ત્રીમેદાન બસ સ્ટેશનમાં ગંદકીના ગંજ, મુસાફરોના આરોગ્ય પર જોખમ

કચરા ટોપલીઓ ઉભરાઈ ગઇ, ઠેર-ઠેર ગંદા
પાણીનો નિકાલ, ટોયલેટમાં પણ ભયંકર ગંદકી


class="wp-image-191520"/>

રાજકોટ તા,4 ઘ શાસ્ત્રીમેદાનમાં આવેલા એસ.ટી.બસ સ્ટેશનમાં ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે. મહાનગરપાલીકા પાસે નવા બનેલા બસપોર્ટ બાદ જાણે શાસ્ત્રીમેદાનમાં બનાવેલ હંગામી બસ સ્ટેશન નકામું થઇ ગયું હોય ધણીધોણી વગરનું થઇ ગયું છે. તમામ અધિકારીઓની ચેમ્બર નવાબસપોર્ટમાં ખસેડવામાં આવી હોય બસપોર્ટમાં એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓને શાસ્ત્રીમેદાન આવવું ગમતું ન હોય શાસ્ત્રીમેદાન બસ સ્ટેશનમાં ઠેર-ઠેર ગંદકી જામી છે. અહીં દરરોજના 100થી વધારે બસો
આવતી-જતી હોય છે અને દરરોજ હજારો મુસાફરો અહીં આવતા હોય છે. ત્યારે કોરોના મહામારીને નાથવા સાફસફાઈ પણ જરૂરી છે ત્યારે બસ સ્ટેશનના પ્લેટફોર્મ પાસે રાખવામાં આવેલી કચરા ટોપલી ઉભરાઈ ગઇ છે અને માવાની, ગુટખાની પિચકારી મારી ગંધારુ કરી નાંખ્યું છે. જયાં પાણીનો સંપ છે ત્યાં તલાવડા ભરાઈ ગયા છે અને લાઈટબોર્ડ પાસે પણ પાણી ભરાઈ ગયા છે જેથી વહેલી તકે સાફસફાઈ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ