શહેરમાં 31 તારીખ સુધી રાત્રિના 10થી સવારના 6 સુધી કર્ફ્યુ

જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે ગુનો નોંધાશે : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ
રાજકોટ તા.16
રાજકોટ સહીત ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ફરી 31 તારીખ સુધી લંબાવી દેવાયું છે રાજકોટમાં રાત્રી કર્ફ્યુની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે અને ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે રાજકોટ, અમદાવાદ, બરોડા અને સુરત ચારેય મહાનગરોમાં કોરોના મહામારીને ધ્યાને લઈને ફરી રાત્રી કર્ફ્યુની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 31 તારીખ સુધી રાત્રીકર્ફ્યુ અમલમાં રહેશે તેવી જાહેરાત કરી હતી ત્યાર બાદ આજે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જનતાજોગ જાહેરનામું આજે પ્રસિદ્ધ કર્યું છે જેમાં રાજકોટમાં રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી
કર્ફ્યુ 31 તારીખ સુધી યથાવત રહેશે અને આ કર્ફ્યુની કડક અમલવારી કરાવવા માટે પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે અને કર્ફ્યુ ભંગ કરનાર લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે

રિલેટેડ ન્યૂઝ