શસ્ત્ર કૌભાંડમાં હળવદનો ફાયનાન્સર માસ્ટર માઇન્ડ

1985 પછી ભારતમાં વિદેશી હથિયાર ઇમ્પોર્ટ કરવા ઉપર પ્રતિબંધ છે છતાં ફાયનાન્સર વિદેશના કિમતી હથિયાર ભારતમાં કઇ રીતે ઘૂસાડતો હતો એ મુદ્દે તપાસ કેન્દ્રિત

કચ્છ-ભૂજમાં મોરના શિકાર પછી બહાર આવેલા ગેરકાયદે શસ્ત્ર વેચવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં એટીએસ દ્વારા ગઇ કાલે વધુ 51 વિદેશી હથિયાર સાથે સુરેન્દ્રનર, મોરબી, કચ્છ, ભચાઉ અને અમદાવાદના 14 શખસને પકડવામાં આવ્યા હતા. અત્યાર સુધી શસ્ત્ર કૌભાંડમાં સૂત્રધાર મનાતા અમદાવાના આર્મ્સ ડીલર તરૂણ ગુપ્તા ઉપર તપાસ કેન્દ્રિત હતી. પરંતુ વિદેશી હથિયારો લાવીને વેચવામાં હળવદના ફાયનાન્સર દિગ્વિજયસિંહ ઝાલા માસ્ટર માઇન્ડ હોવાનું ખૂલ્યું છે.
એટીએસ દ્વારા પખવાડીયા પહેલાં 9 શખસને પ4 હથિયાર સાથે ઝડપી લેવાયા હતા. આ શખસોની પૂછપરછના આધારે અલગ અલગ ટીમે વધુ 13 શખને 1 કરોડ 49 લાખ 80 હજારની
કિંમતના 51 વિદેશી શસ્ત્ર સાથે પકડવામાં સફળતા મળી હતી. જે શસ્ત્રો પકડાયા છે તે પૈકી 10 લાખથી 25 લાખની કિંમત સુધીના વિદેશી હથિયારો હળવદના ફાયનાન્સર દિગ્વિજયસિંહ જેઠુભા ઝાલા મારફત વેચાયા હોવાનીવિગત બહાર આવી છે. જોકે ભારતમાં 1985-86 પછી વિદેશી હથિયારો ઇમ્પોર્ટ કરવા ઉપર પ્રતિબંધ છે. આમ છતાં દિગ્વિજયસિંહ આટલી મોટી સંખ્યામાં વિદેશી હથિયારો કઇ રીતે લાવીને વેચાણ કરતો હતો એ હવે તપાસનો મુખ્ય
મુદ્દો છે. આમ અત્યાર સુધી આ તપાસ અમદાવાદ ગન શોપના આર્મ્સ ડિલર તરુણ ગુપ્તા ઉપર કેન્દ્રિત હતી, તરુણ ગુપ્તા હાલમાં પાંચ દિવસના રિમાન્ડ હેઠળ છે. ગુપ્તા પછી ફાયનાન્સર ઝાલાની મુખ્ય ભૂમિકા સામે આવતા તપાસનું નાળચુ ફાયનાન્સર તરફ તકાયું છે. કરોડોમાં આળોટતા ફાયનાન્સરે ગેરકાયદે શસ્ત્રના ધંધામાં શા માટે ઝૂકાવ્યું અને યુએસએ, જર્મન બનાવટના પ્રતિબંધિત વિદેશી હથિયારો ભારતમાં કઇ રીતે ઘૂસાડતો હતો? એ નેટવર્ક ભેદવા એટીએસ દ્વારા સઘન પૂછપરછ ચાલુ છે.કોવિડ ટેસ્ટ પછી ફાયનાન્સરના રિમાન્ડ મેળવી વિદેશી હથિયારીની હેરાફેરીના નેટવર્કની એક એક કડી જોડવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ