રેમડેસિવિર કોઈ રામબાણ ઈલાજ નથી: ટાસ્કફોર્સ મેમ્બર

ઇન્જેક્શનની ઓછી જાણકારી હોવાના કારણે લોકો તેને જીવનરક્ષક હોવાનું માની રહ્યા છે: ટાસ્ક ફોર્સ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં ત્રણ ગણી ગતિથી કોરોનાના કેસ અને મૃત્યુઆંક વધતા જોવા મળી રહ્યા છે.
કોરોનાના સંક્રમણ વધતા રાજ્ય સહિત અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શનની પણ માંગ ખૂબ જ વધી છે જેની પાછળનું મુખ્ય કારણ લોકોમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અંગે ઓછી જાણકારી અને
ઇન્જેક્શનએ રામબાણ ઈલાજ
તેમજ જીવનરક્ષક હોવાનું લોકો માની રહ્યા છે. જેથી માંગ વધી છે અને અછત સર્જાઇ છે. ખરેખર ઇન્જેક્શનએ રામબાણ ઈલાજ નથી. જેના કારણે લોકોએ પડાપડી કરવી જોઈએ નહીં. જ્યારે ડોકટર
લખી આપે અને જરૂર હોય તો જ ઇન્જેક્શન લેવું જરૂરી છે.
રાજ્યમાં કોવિડ ટાસ્ક ફોર્સના ડો.તુષાર પટેલે જણાવ્યું હતું કે, કોરોનામાં અત્યારે જે રીતે રેમડેસિવિર લેવા લોકો પડાપડી કરે છે તે કરવાની
જરૂર નથી. લોકોમાં એવી માન્યતા છે કે, રેમડેસિવિરએ રામબાણ ઈલાજ છે અને જીવનરક્ષક કોરોનામાં બની જશે. પરંતુ તેવું નથી. ડોક્ટરો પણ અત્યારે રેમડેસિવિર ઇન્જેક્શન લખી આપે
છે તે બાબતે તેઓએ જણાવ્યું
હતું
કે અત્યારે હોસ્પિટલમાં બેડ માટે જગ્યા નથી.
દર્દીને ખૂબ તાવ આવતો હોય અને હાઈપોકશિયા હોય ત્યારે ડોકટરો દર્દી માટે આ ઇન્જેક્શન લખી આપે છે. હોમ ટ્રીટમેન્ટ લે તેના માટે પણ ડોક્ટરરેમડેસિવિર ઇન્જેક્શન લખી આપતા હોય છે કારણ કે, હાલમાં કોઈ હોસ્પિટલમાં બેડ ખાલી નથી માટે ક્યારેક તેના માટે પણ ડોક્ટરો લખી આપે છે.
ઝાયડસમાં રેમડેસિવિરનો સ્ટોક ખૂટ્યો
કોરોનાના ગંભીર લક્ષણો
તથા શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા દર્દીઓના જીવ બચાવવા માટે રેમડેસિવિરનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ગઈકાલે અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી દર્દીના સ્વજનો માટે રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ કરાતું હતું. જોકે ઇન્જેક્શનનો સ્ટોક ન હોવાથી ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા તેનું વિતરણ બંધ કરવામાં આવ્યું છે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા આ મામલે એક પત્ર જાહેર કરીને જાણકારી આપવામાં આવી હતી.
રાજ્યમાં જે રીતે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઈ છે અને દિવસે દિવસે ઇન્જેક્શનની માગ વધી રહી છે, જેથી લોકો પોતાનાં સ્વજનો માટે ઇન્જેક્શન લેવા વહેલી સવારથી લાઈનમાં ટોકન
લેવા લાઈન લગાવતા હોય છે.ઇન્જેક્શન માટે ટોકન લેવા માટે પણ લોકોની લાંબી લાઈન લાગી જાય છે, અમદાવાદની ઝાયડસમાં સવારે 10 વાગ્યા સુધીમાં 1000 જેટલા લોકોને ટોકન આપી દેવામાં આવ્યા હતા. બીજી તરફ હવે ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન ખૂટી પડ્યાં હતા, જેથી લોકોને પોલીસ દ્વારા પરત મોકલાતાં લોકો રોષે ભરાયા હતા.

રિલેટેડ ન્યૂઝ