રાજકોટમાં કોરોના વિસ્ફોટ: 12 દર્દીનાં મોત

કુલ પોઝિટીવ કેસનો આંક 11222 ઉપર પહોંચ્યો, હજુ 770 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ડેથ ઓડિટ કમિટીના ચોપડે માત્ર એક જ મોત !
રાજકોટ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા શહેર જિલ્લાના દર્દીઓ પૈકી ગઈકાલે 6 દર્દીના મોત નીપજ્યા હતા. જોકે સરકાર નિયુકત ડેથ ઓડિટ કમિટીએ આપેલા રિપોર્ટમાં માત્ર એક જ મોત કોરોનાથી થયાનું જાહેર કરાયું છે. જ્યારે અન્ય દર્દીઓના મૃત્યુ બીજી બીમારીઓના કારણે થયાનો ઉલ્લેખ કરાયો છે.
સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના 1900 બેડ ઉપલબ્ધ
રાજકોટ શહેર જિલ્લામાં
કોરોનાની ગતિ વધતા મૃત્યુઆંક અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. એક સમયે શહેરની હોસ્પિટલોમાં બેડ ખાલી ન હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી ત્યાર બાદ કોરોના હળવો પડતા ધીમે ધીમે બેડની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો હતો જ્યારે દિવાળી બાદ ફરી કોરોના સંક્રમતીની સંખ્યા વધવા લાગતા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલની સ્થિતિએ 1900 બેડ ઉપલબ્ધ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

રાજકોટ તા,4
રાજકોટમાં દિવાળીના તહેવારો અગાઉ કારોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થતા અને મૃત્યુઆંક પણ નીચો આવતા લોકો અને તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો પરંતુ દિવાળીના તહેવારો બાદ ફરી સંક્રમણ બેકાબૂ બનતા તંત્ર ચોકી ઉઠ્યુ હતું. કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈ સરકાર દ્વારા રાત્રી કર્ફ્યું લાદવામાં આવ્યુ છે પરંતુ આમ છતાં કોરોના બેકાબુ બન્યો હોય તેમ કેસોની સંખ્યા અને મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈરહેલા જિલ્લાના 12 દર્દીઓના મોત નીપજયા છે. આ સાથે જ છેલ્લા પાંચ દિવસમાં 47 દર્દીઓ કાળનો કોળિયોે બની જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઉપરાંત નવા સંક્રમિક કેસોની સંખ્યામાં પણ ઉછાળો નોંધાયો છે.
ગઈકાલે નવા 93 પોઝીટીવ કેસો નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે આ સાથે જ કુલ પોઝિટિવ કેસનો આંક 11222 ઉપર પહોંચી ગયો છે. જયારે હજુ 770 દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે 91 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરમાં કોરોનાના ઉતાર ચડાવ વચ્ચે મૃત્યુઆંકમાં ફરી વધારો નોંધાયો છે. કોરોનાથી થતા
મૃત્યુદરમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા 12 દર્દીનાં મૃત્યુ થયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરરોજ થતા સંક્રમીતોની સંખ્યામાં પણ વધારો નોધાંયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલે નવા 93 પોઝિટિવ કેસો નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા
વધીને 11222 સુધી પહોંચી ગઈ છે ગઈકાલે નવા 93 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે 91 દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે જયારે હજુ 770 દર્દીઓ પણ સારવાર હેઠળ છે.
શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં
4.45 લાખ લોકોને કોરોના ટેસ્ટ થઈ ચુક્યા છે જેમાંથી 11222 દર્દીઓનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જે પૈકી 10188 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચુક્યા છે. જ્યારે હજુ 770 દર્દીઓ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાથી સાજા થતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા રિકવરી રેઈટ 91.54 ટકાએ પહોંચ્યો છે.

રિલેટેડ ન્યૂઝ