રાજકોટમાં કોરોના ડાઉન: માત્ર 1 જ મોત

કુલ પોઝિટિવ કેસનો આંક 14767 ઉપર પહોંચ્યો, હજુ 403 દર્દી સારવાર હેઠળ

સિવિલ કોવિડ હોસ્પિટલમાં હવે માત્ર 78 દર્દી જ દાખલ
રાજકોટમાં કોરોનાએ એક સમયે હાહાકાર મચાવતા શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલના તમામ બેડ ફુલ થઈ ગયા હતા પરંતુ હવે કોરોનાની પીછેહઠ થવા લાગતા કોરોના બેડની સંખ્યામાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે. રાજકોટમાં કોરોનાની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી કુલ 2580 બેડની વ્યવસ્થા છે જેમાંથી હાલ 2333 બેડ ખાલી છે. રાજકોટની સૌથી મોટી સિવિલ કોવિડ હોસ્પિટલમાં 590 બેડમાંથી હવે માત્ર 78 દર્દી જ દાખલ છે. જે પૈકી 30 દર્દીઓ ઓક્સિજન પર અને માત્ર 9 દર્દી જ વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ તા,20
કાતિલ કોરોનાએ વર્ષ 2020માં દેશ સહિત દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો હતો. દેશમાં કોરોનાની બે રસી આવી જતા હવે કોરોના નાબૂદ થાય તેવી લોકો આશા સેવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ફરી વધેલો કોરોનાનો કહેર નીચો આવતા તંત્ર અને લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માત્ર એક જ દર્દીનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત નવા સંક્રમિક કેસોની સંખ્યાની વાત કરવામાં આવે તો ગઈકાલે નવા 51 પોઝીટીવ કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે આ સાથે જ કુલ પોઝિટિવ કેસનો આંક 14767 ઉપર પહોંચી ગયો છે. જયારે હજુ 403 દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે 53 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થતા હોસ્પિટલમાંથીડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરમાં કોરોનાના ઉતાર ચડાવ વચ્ચે આજે મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. રાજકોટ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા 1 દર્દીનું મૃત્યુ
થયું હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરરોજ થતા સંક્રમીતોની સંખ્યામાં પણ વધારો નોધાંયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલે નવા 51 પોઝિટિવ કેસો નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 14767 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 53 દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે જયારે હજુ 403 દર્દી પણ સારવાર હેઠળ છે.
શહેરમાં આરોગ્ય
વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 5.57 લાખ લોકોને કોરોના ટેસ્ટ થઈ ચુક્યા છે જેમાંથી 14767 દર્દીઓનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જે પૈકી 14110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચુક્યા છે. જ્યારે હજુ 403 દર્દીઓ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાથી સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારોે નોંધાતા રિકવરી રેઈટ 96.06 ટકાએ પહોંચ્યો છે.
ડેથ ઓડિટ કમિટીના
ચોપડે એક પણ મોત નહીં !
રાજકોટ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા શહેર જિલ્લાના દર્દીઓ પૈકી ગઈકાલે 2 દર્દીના મોત નીપજયા હતા. જોકે, સરકાર નિયુકત ડેથ ઓડિટ કમિટીએ
આપેલા રિપોર્ટમા એક પણ મોત કોરોનાથી ન થયાનું જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ