માણેકચંદના અમદાવાદના ડીલર્સના 100 કરોડના રોકડ વ્યવહારો ઝડપાયા

ગુટકાનો 50થી 90 ટકા વેપાર રોકડામાં જ ચાલતો હોવાનુ ખુલ્યુ

અમદાવાદના સારંગપુર વિસ્તારમાં હેડ ઑફિસ ધરાવતા અને કાળુપુર સહિત જુદાં જુદાં 14 વિસ્તારોમાં એકમો ધરાવતા મુસ્તફા મિયા હુસૈન મિયાંની મુસ્તફા સેલ્સ એજન્સી પર ગત મંગળવારે પાડવામાં આવેલા દરોડામાં રૂૂા. 100 કરોડના રોકડના વ્યવ્હારો ઝડપાયા છે.
આ દરોડા પાડવામાં આવ્યા ત્યારે મુસ્તફા મિયાંની તબિયત
બગડતા તેમને હોસ્પિટલમાં ખસેડવા પડયા હતા. મુસ્તફા મિયાંને હવે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પરંતુ તેમનું નિવેદન તેમના આરોગ્યને ધ્યાનમા ંલઈને હજી સુધી લેવામાં આવ્યું નથી. આવકવેરા અધિકારીઓની 14 ટીમોએ એસઆરપીનો સહયોગ લઈને 14 ઠેકાણે દરોડા પાડયા હતા. આ દરોડામાં તેમની ઑફિસો કરતાં રહેઠાણો વધુ કવર કરવામાં આવ્યા હતા. દરોડા હેઠળ આવરી લેવાયેલા 14 સ્થળમાંથી 10થી વધુ નિવાસસ્થાનો છેઅને ચારેક કોમર્શિયલ એકમો હતા. મુસ્તફા સેલ્સ એજન્સી માણેકચંદના અમદાવાદ ખાતેના મુખ્ય ડીલર છે. ગુટકા પર જીએસટી વધુ હોવાથી તેનો વેપાર બિલ વિના જ વધુ કરવામાં આવતો હોવાનું આવકવેરા અધિકારીઓના
દરોડા દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું આ બિલ વિનાના વેચાણને કારણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરી ઉપરાંત આવકવેરાની ચોરી થાય છે. ગુટકાનો 50થી 90 ટકા વેપાર રોકડામા જ ચાલતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મુસ્તફા મિયાંના લોકર હજી ઓપરેટ કરવામાં આવ્યા નથી.

રિલેટેડ ન્યૂઝ