મહિના પૂર્વે લવમેરેજ કરનાર દંપતીને માર મારી યુવતીના કાકા-ભાઈ અપહરણ કરી મેટોડા લઇ ગયા

નવયુગલને મુકવા આવતા’તા ને પોલીસે બે આરોપીને દબોચી લઇ યુગલને મુક્ત કરાવ્યું

રાજકોટ તા.4
અઢી અક્ષરના પ્રેમ પાછળ યુવક-યુવતીઓ સમાજ કે પરિવારની કોઈ પરવાહ કર્યા વિના પોતાની મરજી મુજબ પગલું ભરી લેતા હોય છે ત્યારે કહેવાય છે ને કે પ્યાર ઔર જંગમેં સબ જાહીજ હૈ તેની જેમ એક મહિના પૂર્વે લવમેરેજ કરનાર દંપતીને ગત બપોરે યુવતીના કાકા-ભાઈ સહીત ચાર શખ્સોએ કારમાં યુવકના ઘરે જઈ પરિવારને મારકૂટ કરી નવયુગલનું અપહરણ કરી મેટોડા લઇ ગયા હતા અને ત્યાં છુટ્ટુ કરવા ધમકી આપી હતી ત્યારે જ પોલીસનું પ્રેસર વધતા બે આરોપીઓ દંપતીને મુકવા આવતા હતા ત્યારે એમટીવી પાસે જ ભક્તિનગર પોલીસે કાર રોકી બંનેને દબોચી લઇ દંપતીને મુક્ત કરાવ્યું હતું આ અંગે અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
રાજકોટના કોઠારીયા રોડ ઉપર આશાપુરાનગરમાં રહેતા મીનાબેન
પ્રફુલભાઓ ચોટલીયા નામના કડિયા વૃદ્ધાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તેમના પુત્ર અને પુત્રવધુની અપહરણની ફરિયાદ નોંધાવી હતી આ અંગે ભોગ બનનાર ઉદય પ્રફુલભાઇ ચોટલીયા સાથે વાતચીત કરતા તેણે એવું જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં એલએલબી પૂરું કર્યું છે અને હાલ તે કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે તેને મેટોડા રહેતા અતુલભાઈ ભાલોડી નામના પટેલ પરિવારની દીકરી નિધિ સાથે પ્રેમ સંબંધ હોવાથી એક મહિના પૂર્વે નિધિ સાથે ભાગીને લવમેરેજ કર્યા હતા ત્યારથી બંને આશાપુરાનગરમાં સાથે રહેતા હતા આ લગ્નથી નિધિના પિતાને કોઈ પ્રશ્ન ન હતો પરંતુ તેનો ભાઈ અને કાકાને તકલીફ હોવાથી તેઓએ આ લવમેરેજનોખાર રાખી ગત બપોરે બે વાગ્યા આસપાસ તેના કાકા જેઓ કારખાનું ધરાવે છે અને પૈસે ટકે સુખી છે તે કિશોર પ્રેમજીભાઈ ભાલોડી, અશ્વિન પ્રેમજી ભાલોડી, સાળો હાર્દિક અતુલભાઈ ભાલોડી અને કૌટુંબિક કાકા
પરેશભાઈ રમેશભાઈ ભાલોડી ચારેય અર્ટિગા કાર લઈને આવ્યા હતા અને અમારા ઘરમાં ઘુસી મને, મારા પિતાને, મારા માતાને અને મારી પત્નીને માર માર્યો હતો અને અમને દંપતીને અપહરણ કરી કારમાં મેટોડા તેમની વાડીએ લઇ ગયા હતા અને ત્યાં મને છુટ્ટુ કરી દેવા ધમકી આપી હતી આ દરમિયાન મારા પિતાજીએ પોલીસને જાણ કરી દેતા પોલીસે ફોન નંબર આધારે આરોપીઓને ફોન કરતા તેઓએ બે વખત ફોન કાપી નાખ્યો હતો બાદમાં ત્રીજી વખત ફોન ઉપાડતા પોલીસે વાતચીત કરતા ચારેય આરોપીઓ ઢીલા પડી ગયા હતા અને હાર્દિક તથા અશ્વિન અમને બંનેને કારમાં બેસાડી ઘરે મુકવા આવતા હતા ત્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે ડી ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ એન જાડેજા અને સ્ટાફ અગાઉથી જ વોચમાં ગોઠવાઈ ગયો હતો અને એમટીવી પાસે કાર આંતરી અમને બંનેને મુક્ત કરાવી કારમાં બેઠેલા હાર્દિક, અશ્વિનની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

રિલેટેડ ન્યૂઝ