મનસુખ વસાવાનાં વિચારો અંગે મારે કાંઇ કહેવાની જરૂર નથી: મનિષા સુથાર

આ દિવાસીના વિવાદ અંગે અંતે ભાજપના ધારાસભ્યએ મૌન તોડ્યુ

ગુજરાત ભાજપના પીઢ નેતા અને સિનિયર સાંસદ મનસુખ વસાવાએ મોરવા હડફના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી નિમિષા સુથારના આદિજાતિ પ્રમાણપત્ર મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના નેતાના જાતી મુદ્દે સવાલો ઉઠાવતા ખળભળાટ મચ્યો હતો.અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ નિમિષા સુથારના આદિજાતિ સર્ટિફિકેટ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે.ત્યારે ભાજપના જ સાંસદે એ મુદ્દે નિવેદન કરતા વિવાદ આગળ ધપ્યો છે એમ કહીએ તો ખોટું નથી.મનસુખ વસાવાએ દશેરાના પર્વના દિવસે કાર્યકરો સમક્ષ જણાવ્યું હતું કે નિમિષા સુથાર ભલે ભાજપમાં હોય પણ પિતા આદીવાસી હતા કે નહીં એ મન્સ ખબર નથી, એમનું પરિવાર આદીવાસી નથી.છતાં પાર્ટીએ એમને ટીકીટ આપી મંત્રી બનાવ્યા કારણ એમની પાસે આદિવાસીનું સર્ટી ફીકેટહતું પણ એ પાર્ટીનો અને સરકારનો વિષય છે.નિમિષા સુથાર ખોટા છે એટલે ખોટા જ છે.હું એમના ચૂંટણી પ્રચારમાં કે જીતાડવા પણ નથી ગયો, મને પાર્ટી કાઢી મૂકે એની મને પરવા નથી પણ હું સાચું વાત કહીશ જ.મનસુખ
વસાવાના આ નિવેદન બાદ ગુજરાત સરકારના મંત્રી નિમિષા સુથારનું એક નિવેદન સામે આવ્યું છે, એમણે જણાવ્યું હતું કે મનસુખ વસાવા મારા વડીલ છે, ભાજપના પીઢ નેતા છે.વડીલ તરીકે એમણે પોતાના વિચારો રજૂ કર્યા હશે એમા મારે કઈ પણ કેહવાની જરૂર નથી.ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્લેટ ફોર્મ પરથી પોતાના વિચારો રજૂ કરી શકે છે.

રિલેટેડ ન્યૂઝ