‘પાસા’ની કાર્યવાહી ‘ધાર્મિક’ આધારે ન થઇ શકે: હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે ધાર્મિક ભાવનાઓને આધારે રાજય સરકારને પાસા લગાવવા પર રોક લગાવી છે. ગૌહત્યા તથા ગૌમાસની હેરાફેરી કરવાના કથિત મામલે અદાલતે કહ્યું કે લોકોની ભાવનાઓ પર કાનુની બળ નથી. જે કોઇ વ્યક્તિ સામે અસામાજીક પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ (પાસા) હેઠળ અટકાયત કરવાના આદેશને રદ કર્યો હતો.
ગૌમાસની હેરાફેરીના આક્ષેપ પર બે વાર કેસ થયો હતો જેમાં મુખ્ય ન્યાયાધીશ વિડમનાથ અને
ન્યાયાધીશ જે.બી. પારડીવાલા ની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે અટકાયતના કારણો કંઇક અસામાન્ય હતા કોઇ વિશિષ્ટ જાતિનો એક એવો સ્વભાવ છે કે લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે. પરંતુ તેનો કોઇગુનો સાબીત થઇ શકતો નથી. લોકોની ભાવનાઓની કોઇ કાયદેસર શક્તિ નથી.
આ સમગ્ર મામલામાં સામશેલ અમજદ રાજપુતની શોધખોળ ચાલી રહી હતી. જેને એપ્રીલ-2019માં પોલીસે બે લોકોની ગૌમાસ પરીવહન કરતા અટકાવ્યા બાદ
પોલીસ સ્ટેશનમાં હાજર કરાયા હતા. રાજપુત પર ગુજરાત પશુ નિવારણ અધિનિયમ 2011 હેઠળ સહ આરોપી દ્વારા અપાયેલા નિવેદનોના આધારે ગાયોની કતલ કરવા બદલ ગુનો દાખલ કરાયો હતો. જયારે રાજપુતે હાઈકોર્ટને અરજી કરી ત્યારે તેની અરજી નામંજુર કરી હતી પરંતુ ડિવિઝન બેંચે તેની સામે પાસા લગાવ્યાની વાત અંગે ટીકા કરી હતી.

રિલેટેડ ન્યૂઝ