પશુપાલકોને દૂધના પાઉડરની નિકાસ પર પ્રતિ કિલો રૂા.50ની સહાય

રાજ્યના પશુપાલકો માટે નાયબ મુખ્યમંત્રીએ કરી રજૂઆત

ગાંધીનગર તા.14
ગુજરાતના નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતો-પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજયના તમામ ખેડૂતો-પશુપાલકોને મદદરુપ થવા માટે દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો 50 રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સ્કીમ મિલ્ક
પાવડર (દૂધનો પાવડર)ના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરની નિકાસ ઘટી છે. રાજ્યના સહકારી દૂધ સંઘો પાસે હાલ અંદાજે 1850 કરોડની કિંમતનો 90,000 મેટ્રીક ટન દૂધ પાવડરનો જથ્થાનો ભરાવો થયો છે અને દૂધ સંઘોની મોટા પ્રમાણમાં મૂડી રોકાઇ ગઇ છે, તેના પર વ્યાજનું ભારણ વધી રહ્યું છે. સીધુ નુકસાન દૂધ ઉત્પાદકો એટલે કે પશુપાલકોને થાય છે. પશુપાલકો અને જિલ્લા સંઘોને થતું આ નુકસાન અટકાવવા માટે દૂધના પાવડરની નિકાસ થાય તે જરૂરી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા દૂધના પાવડર કરતાં અન્ય દેશોના દૂધનો પાવડર સસ્તા ભાવે વેચાઇ રહ્યા છે. જેથી આપણા દૂધના



પાવડરની નિકાસ કરવી હોય તો નીચા ભાવે દૂધનો પાવડર વેચવો પડે અને જો દૂધ સંઘો નીચા ભાવે દૂધના પાવડરની નિકાસ કરે તો ખૂબ મોટું આર્થિક નુકશાન કરવુ પડે તેમ છે.
દૂધ સંઘો ઉપાડી શકે તેમ નથી તેને ધ્યાને
લઇ અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઇ પટેલ, વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલ, એમ.ડી. આર.એસ.સોઢી અને જિલ્લાના અન્ય દૂધ સંઘોના ચેરમેનો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીને દૂધના પાવડરની નિકાસ માટે રાજ્ય સરકાર સહાય આપે તેવી રજૂઆત કરી હતી.

તેને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, તા.01.11.2020થી છ મહિના સુધી અમૂલ દ્વારા જેટલા દૂધના પાવડરની નિકાસ કરવામાં આવશે તે પાવડર પર પ્રતિ કિલો 50 રૂપિયા રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવશે. અને 150 કરોડની મર્યાદામાં રાજ્ય સરકાર આ સહાય દૂધ સંઘોને આપશે. જેના કારણે લગભગ 50 હજાર મેટ્રીક ટનથી વધુ દૂધના પાવડરની નિકાસ થઇ શકશે. જેથી દૂધના પાવડરના સ્ટોકમાં ઘટાડો થતા દૂધની ડેરીની રકમ છૂટી થશે અને વ્યાજનું ભારણ ઘટશે અને દૂધ સંઘોની આવક વધશે.





રિલેટેડ ન્યૂઝ