નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર કોરોનાની ‘ગાઇડલાઇન’ મુજબ

આજે સવારે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયુ છે. જેના કારણે ગુજરાતી ફિલ્મ જગતમાં શોકનું મોડુ ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, 3 દિવસ પહેલા જ નરેશ કનોડિયાના મોટા ભાઈ મહેશ કનોડિયાનું પણ લાંબી માંદગી બાદ નિધન થયુ હતું. ત્યારે કનોડિયા બ્રધર્સે દુનિયામાંથી વિદાય લેતા કનોડિયા પરિવાર અને ઢોલીવુડ ફિલ્મ જગતને મોટી ખોટ પડી છે. નરેશ કનોડિયાના નિધન પર સીએમ રૂપાણી અને ફિલ્મ જગતની મોટી હસ્તીઓએ પણ શોક વ્યક્ત કર્યો છે.
નરેશ કનોડિયાને 20 ઓક્ટોબરે કોરોના સંક્રમણ લાગ્યુ હતુ. જેથી તેમને અમદાવાદની યુએન મેહતા હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં તેઓ કોરોના સામે જંગ હારી ગયા હતા. મૃત્યુ બાદ નરેશ કનોડિયાના કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નરેશ કનોડિયાની હોસ્પિટલમાંથી તેમનો નશ્વરદેહને સ્મશાનગૃહ લઈ જવાયોહતો. તેમના પરિવારના 2 સભ્યોને પીપીઈ કીટ પહેરાવી તેમની પાસે અંતિમ દર્શન માટે જવા દેવાયા હતા. બંને ભાઈઓના અવસાનથી કનોડા ગામમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
એવી ચર્ચા ચાલી રહી છે કે, નરેશ
કનોડિયાના મૃતદેહના અંતિમ સંસ્કારની વ્યવસ્થા ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. પહેલાં પાંચ મિનિટ માટે ગાંધીનગર સમાચાર સામે પરીવાર, મીડીયા અને નજીકના વતૃળો માટે અંતીમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ