ધ્રાંગધ્રા પાલિકા દ્વારા ગરીબ લોકોના ધંધા રોજગાર બંધ કરાવતા દબાણ હટાવવા ઝુંબેશ

ધ્રાંગધ્રા,તા.30
હાલ સમગ્ર દેશમા છેલ્લા બે મહિના જેટલા સમયથી કોરોના વાયરસની મહામારીને લઇને લોકડાઉનના આદેશ દેવાયા હતા જે આશરે 60 દિવસના લોકડાઉન બાદ રાજ્ય સરકારે આંતરીક છુટછાટ આપી નાના-મોટા ધંધા રોજગર ચલાવતા લોકોને પરમિશન આપી છે પરંતુ ધ્રાગધ્રા શહેરના હળવદ રોડ વિસ્તાર પાસે આવેલી પાણીની ટાંકી પાસે ચારથી પાંચ પરીવારો પોતાનો ધંધો રોજગાર ચલાવે પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ લોકડાઉનના માર બાદ ધ્રાગધ્રા નગરપાલિકા દ્વારા આવા ગરીબ અને શ્રમજીવીઓને વધુ એક દબાણ હટાવવાનો માર મારી તેઓનો ધંધો રોજગાર જીવવાનો પ્રયાસ કરાયો છે.
ધ્રાગધ્રા હળવદ રોડ વિસ્તાર
વિકસતો વિસ્તાર છે જ્યા શહેરની બજાર કરતા રુપ શાંતિ અને સ્વચ્છ વાતાવરણ હોવાના લીધે અહિ કેટલાક વેપારી વષઁના લોકો પોતાનુ રહેણાંક બનાવવાનુ પસંદ કરે છે. ત્યારે આ વિકસતા વિસ્તાર સાથે નાના મોટા ધંધાર્થીઓ પણ પોતાનુ જીવન ગુજરાન ચલાવવા અહિ ચાની રેંકડી, ઠંડાપીણા, સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કરી પોતાનુ તથા પોતાના પરીવારની ગુજરાન ચલાવતા હતા જ્યારે છેલ્લા બે મહિનાથી લોકડાઉન થતા જ આ તમામ નાના ધંધાથીઁઓને ધંધો પણ બંધ હતો તેવામાં હાલ સરકાર દ્વારા નાના-મોટા એકમોને છુટછાટ આપતા હળવદ રોડ, પાણીની ટાંકી પાસે રેંકડી પર પોતાનો ધંધો ચલાવતા કેટલાક શ્રમજીવીઓ પણ સરકારનો આભાર દિલથી વ્યક્તકરી ધંધાની શરુવાત કરી હતી પરંતુ ધ્રાગધ્રા નગરપાલિકા દ્વારા છેલ્લા બે મહિનાથી ધંધા વગર ઘેર બેઠેલા નાના ધંધાથીઁઓને મદદ કરવાના બદલે ઉલ્ટાનું પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડી તેઓની રેંકડી તથા
ધંધાનું સાધન દબાણમા હોવાના હેતુસર નોટીસ ફટકારી બે દિવસની અંદર તમામ ધંધાથીઁઓને અહીંથ ખદેળી દીધા હતા. આ તરફ સરકર નાના ધંધાથીઁઓને મદદથ વાતો કરે છે અને બીજી તરફ ધ્રાંગધ્રા ભાજપ શાસિત નગરપાલિકા તંત્ર જ નાના ધંધાથીઁઓને રોજી છીનવી રહ્યા છે વળી જોવા જઇએ તો ધ્રાગધ્રા શહેરની બજારમા જ્યા દિવસ દરમિયાન ટ્રાફીકની સમસ્યા રહે છે ત્યા નગરપાલિકાના કેટલીક દુકાન ધારક દ્વારા જાહેર રોડ પર કરેલુ દબાણ દેખાતા નથી અને શહેરની બહાર કહેવાય તેવા હળવદ રોડ વિસ્તાર પાસે માત્ર એકલ લોકલ નાના ધંધાથીઁઓને રાજકીય ઇશારે ધંધો રોજગારી છીનવી રહ્યા છે. તેવામાં હાલ તો આ ગરીબ અને નિ:સહાય નાના રેંકડી પર રોજગાર મેળવતા ધંધાથીઁઓ દ્વારા પોતાની રોજગારી મેળવવા અન્ય જગ્યાની શોધખોળ શરુ કરી દીધી છે. પરંતુ આ ગરીબવગઁના લોકો હવે શાસક પક્ષ દ્વારા હાથીના દાંત જેવી નિતીને બહુ સારી રીતે ઓળખ ગયા છે તેવુ સ્પષ્ટ રીતે સાબિત થયુ છે.

રિલેટેડ ન્યૂઝ