દિવાળી બાદ તુરંત જ કોલેજો-યુનિ. ખુલી જશે

રાજ્ય સરકાર સ્કૂલની જેમ કોલેજ અન યુનિવર્સિટીઝ કેમ્પસ પણ આગામી દિવળી વેકેશન પછી શરૂ કરવા માટે વિચારી રહી છે. જેનાથી કોરોના મહામારીના કારણે ઉચ્ચ શિક્ષણ સંકૂલમાં શરૂ થયેલા ઓનલાઈન અભ્યાસની સંખ્યા ઘટશે.
રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સરકાર નવમા ધોરણથી બારમાં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે નિયમિત શાળા શરૂ કરવાની વિચારણા કરી રહી છે.
તેથી કોલેજો અને યુનિવર્સિટીઓને અનિશ્ર્ચિત સમય માટે બંધ રાખવાનું કોઈ કારણ નથી. કોલેજો અને યુનિ.ના વિદ્યાર્થીઓ પુખ્ત વયના છે અને કોરોના વાયરસ સામે સાવચેતી કેવી રીતે લેવી તે જાણે છે.ઉલ્લેખનિય છે કે, હાલમાં 2000 કોલેજ અને 45 યુનિ. આશરે 20 લાખ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કોલેજો અને યુનિ.ઓએ પહેલેથી જ માંગ કરી છે કે તેમને ફરીથી કેમ્પસ શિક્ષણ શરૂ કરવાની
મંજૂરી આપવામાં આવે. જો કે, વિદ્યાર્થીઓની સુરક્ષાના તમામ પાસાઓની વિચારણા કર્યા પછી આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે તેમ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી.

રિલેટેડ ન્યૂઝ