દિલ્હીમાં મુખ્યમંત્રી પટેલનો વાઈબ્રન્ટ રોડ-શો

મારૂતિ સુઝુકીના એમ.ડી. સાથે બેઠક દુબઈ-અબુધાબીમાં 8 અને 9 ડિસેમ્બરે યોજાશે રોડ-શો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના પ્રથમ રોડ-શોના પ્રારંભે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠકથી દિવસની શરુઆત કરી હતી. મુખ્યમંત્રીએ આ અન્વયે મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડના એમ.ડી અને સી.ઈ.ઓ કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી. મારૂતિ સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે તેમણે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારૂૂતિ દ્વારા રૂા.16 હજાર કરોડના રોકાણની પણ વિગતો તેમણે મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી અને ખાસ કરીને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને તેવો અનુરોધ કર્યો હતો. વાયબ્રન્ટ ગ્લોબલ સમિટના પ્રચાર અર્થે દેશ વિદેશમાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારના વિવિધ વિભાગોના સેક્રેટરીઓ અમેરિકા જર્મની, નેધરલેન્ડ, યુકે, ફ્રાન્સ, જાપાન, દુબઈ, અબુધાબી તથા મિડલ-ઇસ્ટના દેશોમાં જશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 8 અને 9 ડિસેમ્બરના રોજ દુબઇ અને આબુધાબી ખાતે રોડ શોમાં સહભાગી થશે, જ્યારે દેશમાં છ રાજ્યોના મેટ્રોપોલિટન શહેરમાં પણ રોડ શોનું આયોજનકરવામાં આવ્યું છે. જેમાં નવી દિલ્હીની સાથે મુંબઇ, લખનઉ, હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગલોર ખાતે યોજાનારા રોડ શોમાં મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહેશે.
એમએસએમઇ ઉધોગ ક્ષેત્રે લોકોને માહિતી મળે એ
માટે 10મી જાન્યુઆરીથી ત્રિદિવસીય ગ્લોબલ ટ્રેડ શોનું હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ ટ્રેડ ફેર શોની થીમ "આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત” રાખવામાં આવી
છે.ગુજરાતમાં પડતર જમીનની ફાળવણી અંગેના જે પ્રશ્નો હતા તેનું ઝડપથી નિરાકરણ કરવામાં આવ્યું હોવાનું જણાવી રાજ્યના પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં 917220 ચોરસમીટર સરકારી પડતર જમીનની જાહેર હેતુસર ફાળવણી કરવામાં આવી છે.
કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ સમિટના પ્રવાસ, ખેડૂતોને આપવામાં આવનારી સ્માર્ટફોનની 1500 રૂપિયાની સહાય, કોરોના મૃતકોને સહાય, સ્વચ્છ શહેરોને મળેલા 13 એવોર્ડ,
સરકારી પડતર જમીન અને આદિવાસી વિસ્તારમાં સરકારી આવાસ સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. વાયબ્રન્ટ સમિટમાં વધુને વધુ એમઓયુ સાઇન થાય તે માટે સરકારે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે.

રિલેટેડ ન્યૂઝ