દારુ સાથે પકડયેલા બે પૈકી એક પોલીસમેનના 1 મહિના પછી લગ્ન: પ્રસંગ માટે દારૂ લાવતા હતા!

દારૂ સાથે પકડાયાની વાત છે એક બન્ને કોન્સ્ટેબલ આજે ફરજ પર ગેરહાજર છે: પીઆઇ ભૂકણ

દારુની પેટીઓ બીજી કારમાં સગેવગે: કરી દીધી: સ્કોર્પિયોમાં કુલ 5 વ્યક્તિ હતા…
સૂત્રોમાંથી મળતી વિગત મુજબ જાંબુડીયા ઓવરબ્રિજ પર દારૂ ભરેલી સ્કોર્પિયો પલટી જતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. સ્કોર્પિયોમાંથી ઉતરેલા બે શખસે પોલીસ તરીકે ઓળખ આપીને રોફ જમાવતા તાલુકા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. જોકે એ પહેલાં ઇકો કારમાં દારૂની પેટીઓ સગેવગે કરી દેવાઇ હતી. કોઇ નાગરિકે આ ફોટા પાડીને વાયરલ કર્યા હોવાથી આ મામલે પણ તપાસ થઇ રહી છે. સૂત્રોના કહેવા મુજબ, સ્કોર્પિયોમાં બે પોલીસમેન સહિત કુલ પાંચ વ્યક્તિ હતા. જે પૈકી ત્રણ વ્યક્તિ બીજી કારમાં દારુ ભરીને રવાના થઇ ગયા હતા.

રાજકોટ તા.20
મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક રાજકોટના બે પોલીસમેન દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે પકડાયાના ચકચારી બનાવમાં હજી વિધિવત ગુનો નોંધાયો નથી. સંભવત આ મામલે તમામ વિગતો પ્રેસ કોન્સ્ફરન્સમાં જાહેર કરવાની તજવીજ ચાલી રહી છે. જોકે બન્ને કોન્સ્ટેબલ આજે માલવીયાનગર પોલીસ મથકમાં રજા મૂક્યા વિના ફરજમાં હાજર નહીં થતાં બન્નેની ગેરહાજરની નોંધ થયાનું થાણા અધિકારીએ જણાવ્યું છે. બીજી તરફ દારૂ પ્રકરણમાંપોલીસની અટકાયતમાં રહેલા બે કોન્સ્ટેબલ પૈકી એક કોન્સ્ટેબલના એક માસ પછી લગ્ન છે અને લગ્ન પ્રસંગ માટે દારૂ લાવતા હોવાનો બચાવ કર્યાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, મોરબી
તાલુકાના જાંબુડિયા ગામ નજીક વહેલી સવારે દારૂ ભરેલી સ્કોર્પિયો પલટી ખાઇ જતાં દારૂની રેલમછેલ થઇ પડી હતી. સ્કોર્પિયોમાં સવાર બન્ને યુવક રાજકોટ માલવીયાનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા એલઆરડી જવાન રાજદિપસિંહ અને પૃથ્વીસિંહ હોવાની પુષ્ટી થઇ છે. આ અંગે ખરાઇ કરવા માટે ગુજરાત મિરરે માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે.એન.ભુકણનો સંપર્ક સાધતા પીઆઇ ભૂકણે ઉપરોક્ત બન્ને જવાન કોઇ પ્રકારની રજા મૂકયા વિના ફરજમાં ગેરહાજર હોવાનું જણાવ્યું હતું. જોકે દારૂ સાથે પકડાયા હોવાની તેમને હજી સુધી કોઇ સત્તાવાર જાણ કરવામાં આવી ન હોવાનું જણાવ્યું છે.
દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ, દારૂ સાથે
પકડાયેલા બે કોન્સ્ટેબલ પૈકી એક કોન્સ્ટેબલના એક માસ પછી લગ્ન છે. અને લગ્ન પ્રસંગ માટે દારૂ લાવી રહ્યાનો બચાવ રજૂ કરાયો છે. જોકે પોલીસ જવાન જ દારૂની ખેપ મારે એ સમગ્ર પોલીસબેડા માટે લાંછનરૂપ છે.

રિલેટેડ ન્યૂઝ