તસ્મૈ શ્રી ગૌ માતેય્ નમ:

સ્નાન કર્યા પછી ગાયને સ્પર્શ કરે છે તે પાપોથી મુક્ત થાય છે.સંસારના સૌથી પ્રાચીન ગ્રંથો વેદ છે અને વેદોમાં ગાયના મહત્વ અને તેના અંગ-પ્રત્યંગમાં દૈવી શક્તિઓનું પણ વર્ણન કરે છે.ગાયના છાણમાં લક્ષ્મી,ગૌમૂત્રમાં ભવાની,ચરણોના અગ્રભાગમાં આકાશચારી દેવ અને તેના આંચળમાં સમુદ્ર પ્રતિષ્ઠિત છે. દેશભરમાં ગાયોને બચાવવા અને ગેરકાયદેસર કતલખાના બંધ કરવાના નિર્ણય બાદ ગાય પર ચર્ચા ચાલી રહી છે.આપણા જીવનમાં ગાય રક્ષણ અને ગાયનું મહત્વ જણાવતી દરેક લેખ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ પોસ્ટમાં ગાયના શરીરના તમામ અંગોનું ધાર્મિક મહત્વ અને લોકોને તેના ફાયદાઓ જણાવવામાં આવી રહ્યા છે.

ગાય માતાના ક્યા અંગમાં ક્યા દેવનો વાસ અને શું મહત્ત્વ

- ગાયની પૂંછડીમાં હનુમાનજીનો વાસ છે.જો કોઈની ખરાબ નજર લાગી જાય તો માથા પર પૂંછડી નાખીને દુષ્ટ નજર ઉતારી શકાય છે.
- ગાય માતામાં 33 કોટિ દેવી-દેવતાઓનો વાસ છે.
- ગાયના ગળામાં બાંધેલી ઘંટડી વગાડીને ગાયની આરતી કરાય છે.
- જે વ્યક્તિ માતા ગાયની સેવા-પૂજા કરે છે,ગાય માતા તેના પરઆવતી તમામ પ્રકારની આફતોને દૂર કરે છે.
- માતા ગાયના ખોળામાં નાગદેવતાનો વાસ છે.જ્યાં ગાય માતા ચળે છે ત્યાં સાપ-વીંછીઓ આવતા નથી.
- ગાય માતાના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે.
- ગાય માતાના મૂત્રમાં
ગંગાજીનો વાસ છે.
- ગાય માતાનું દૂધ અમૃત છે.તે પૌષ્ટિક છે અને રોગોથી બચાવે છે.
- ગાય માતાની એક આંખમાં સૂર્ય અને બીજી આંખમાં ચંદ્રનો વાસ છે.
- ગાય માતાની પૂંછડીમાં હનુમાનજીનો વાસ છે.
- ગૌ
માતાના પંચગવ્ય વિના પૂજા-હવન સફળ નથી.
- જે વ્યક્તિ તન-મન અને ધનથી ગાયની સેવા કરે છે.તે વૈતરણી ગાયની પૂંછડી પકડીને પાર કરે છે.તેઓને ગૌ લોકધામમાં વાસ મળે છે.આ સિવાય કાળી ગાયની પૂજા કરીને નવ
ગ્રહો શાંત રહે છે.જે ગાયની કાળજીપૂર્વક પૂજા કરે છે, તે દુશ્મનના દોષોથી છુટકારો મેળવે.

રિલેટેડ ન્યૂઝ