તપાસ કમિટી મામલે સુપ્રીમે ગુજરાત સરકારને ઝાટકી

હંમેશા કમિટી બનાવી મુદ્દાને ટાળી દ્યો છો!

સુપ્રીમ કોર્ટે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી હતી તે મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચમાં આ કેસની સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, ગુજરાતમાં હોસ્પિટલમાં વાંરવાર આગ લાગવાની ઘટના બની રહી છે અને તેમાં રાજ્ય સરકાર દ્વારા માત્ર કમિટી બનાવવા સિવાય કોઈ પગલાં લેવામાં આવતા નથી.
નોંધનીય છે કે, રાજકોટમાં એક કોવિડ હોસ્પિટલમાં ગયા સપ્તાહે આગ લાગવાના કારણે પાંચ લોકોના મોત થયા
હતા. સુપ્રીમ કોર્ટે આ ઘટનાને ધ્યાનમાં લઈને સુનાવણી શરૂ કરી હતી અને આવી ઘટનાઓને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને મળેલી નિષ્ફળતા સામે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કરતાં કહ્યું હતું કે, આવી ઘટનાઓ સતત થતી હોવા છતાં તેને રોકવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના અમુક અંશો


-->

જસ્ટિસ શાહ: સરકારના રિપોર્ટ પ્રમાણે હોસ્પિટલોમાં બધુ સલામત છે.
જસ્ટિસ શાહ: જ્યારે હકીકત રિપોર્ટ કરતાં અલગ છે અને જે સામે આવવી ખૂબ જરૂરી છે.
જસ્ટિસ શાહ: તમારો રિપોર્ટ તમારા ચીફ ઈલેક્ટ્રિકલ એન્જિનીયર કરતા અલગ છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતા: આ મામલે ઈન્કવાયરી કમિટી બનાવવામાં આવી છે.
જસ્ટિસ શાહ: રાજકોટ મામલે કમિટી બનાવવી તે ઠીક છે પરંતુ અમદાવાદની હોસ્પિટલમાં પણ આગ
લાગી હતી તે મુદ્દે શું થયું? તેમાં પણ 7 લોકોના મોત થયા હતા.
સોલિસિટર જનરલ તુષાર મહેતા: કેન્દ્ર સરકારે ગઉખ ગાઈડ લાઈન અંતર્ગત ગઈ કાલે જ એક એફિડેવિટ દાખલ કરવામાં
આવી છે.
જસ્ટિસ શાહ: તે
એફિડેટિવ હજી અમને મળી નથી.
જસ્ટિસ શાહ: આ કેસની વધુ સુનાવણી હવે ગુરુવારે હાથ ધરવામાં આવશે.





રિલેટેડ ન્યૂઝ