ડેડી બન્યાની હાર્દિક બધાઇ

ભારતીય ટીમનો ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બની ગયો છે. તેની પત્ની નતાશાએ પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિકે ગઈ કાલે તેના અનેક ચાહકોને સોશિયલ મીડિયા પર આ ગુડ ન્યૂઝ આપ્યા હતા. હાર્દિકે પુત્રનો કોમળ હાથ પકડીને પડાવેલો ફોટો પણ અપલોડ કર્યો હતો. હાર્દિકે સંદેશમાં લખ્યું હતું, અમારે ત્યાં પુત્રરત્નનું આગમન થયું છે.આ સમાચાર ફેલાતાં જ હાર્દિકને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ મળવા લાગી હતી.
જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં મોટા ભાઈ કૃણાલ સાથે ચાર્ટર પ્લેનમાં બેસીને મહેન્દ્રસિંહ ધોનીને રૂબરૂ જન્મદિનની શુભેચ્છા આપવા ગયેલો હાર્દિક પંડ્યા થોડા દિવસ પહેલાં કારમાંપત્ની નતાશા સાથે ફરવા નીકળ્યો હતો અને એની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. એવું લાગતું હતું કે તેઓ કારમાં ટૂંકી રાઇડ પર નીકળ્યાં હતાં.
નતાશા સર્બિયાની છે અને ભૂતપૂર્વ
અભિનેત્રી, મોડલ તથા ડાન્સર છે. હાર્દિક પંડ્યા અને નતાશાએ લોકડાઉનને લીધે તાજેતરમાં વડોદરા ખાતે ઘરમાં જ સાદાઈથી લગ્ન કરી લીધાં હતાં. હાર્દિક 26 વર્ષનો છે, જ્યારે નતાશા 32 વર્ષની છે.રિલેટેડ ન્યૂઝ