ચૂંટણી વિનાય હારી જવાય એનું નામ રાજકારણ!

બૂરા ના માનો સોશિયલ-મીડિયા હૈ!

વિજય રૂપાણીએ મુખ્યમંત્રીપદેથી અચાનક રાજીનામું આપતાં ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ સર્જાઈ છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે, તેની ચર્ચાએ વેગ પકડયો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં વિજય રૂપાણીના ‘ના-રાજીનામા’ અંગે અનેક ટિખળ ધરાવતી કોમેન્ટ પણ થઇ હતી.

- કોઇ ફોન સ્વિચ ઓફ ના રાખતા, હાઇકમાન્ડનો કોઇપણને ફોન આવી શકે છે સી.એમ. બનવા માટે.
- કોઇ પેંડા વેંચવાની ઉતાવળ ન કરતા. લિ. નીતિનભાઇ પટેલ.
- હાસ્યરસિકોમાં નિરાશા વ્યાપી. નિર્દોષ મનોરંજનનો એક યુગ સમાપ્ત.
- મોદીએ રૂપાણીને
મિચ્છામી દુક્કડમ કહી દીધું.
- ચૂંટણી વિના ય હારી જવાય એનું નામ રાજકારણ.
- ફિલ્મનો હીરો બદલાશે, ડાયરેક્ટર તો હજુ એના એ જ છે.
- કોઇ ક્રિકેટર જ્યારે પેવેલિયન જાય ત્યારે આપણે કહીએ છીએ વેલ પ્લેઇડ.
વિજયભાઇ ગ્લોવ્ઝ કાઢીને જઇ રહ્યા છે. નાગરિક તરીકે બેઠક પરથી ઉભા થઇને કહેવું જોઇએ. વેલ પ્લેઇડ.
- બ્રેકિંગ ન્યૂઝ- મહેસાણામાં મીઠાઇ-ફટાકડાના વ્યાપારીઓમાં અજંપાની લાગણી.
- ‘મને હતું જ’, ‘હું
નહોતો કહેતો’ ગુજરાતમાં આજે સૌથી વધુ બોલાયેલા શબ્દ.
- ગમતો કાર્યક્રમ આવે ત્યારે આપણે ચેનલ બદલીએ. રાજકારણી રિમોટ ક્ધટ્રોલ જ બદલી નાખે.
- લો બોલો, કોરોના પછી ભલભલા નોકરી-ધંધા વગરના થઇ રહ્યા
છે.
- બ્રેકફાસ્ટ વખતે સીએમ, લંચ વખતે એક્સ સીએમ. રાજકારણ સાવ ઉંધીયા જેવું છે.
- આવું તો કેવું અડીખમ ગુજરાત? -મિસ યુ ફ્રાઇ ફ્રેન્ચી.
- ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં બપોરે 1થી 4માં સુઇને ઉઠીએ ત્યાં
મુખ્યમંત્રી પણ બદલી ગયા હોય.
- ચહેરે બદલ દેને સે દામન પર લગે દાગ ઓર નાકામી કા તાજ નહી બદલતા હૈ
- વ્હાલા ગુજરાતી ભાઈઓ-બહેનો, ગુજરાતના દરેક રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સર્કલ, ઓવર બ્રિજ, અંડર બ્રિજ,સરકારી બસો, મોટા ર્હોડિંગ્સ સહિત તમામ જગ્યાએ આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટોવાળા બેનર મારવા માટે થોડોક ખર્ચો કરવો પડશે, દૂધ, ગેસ, પેટ્રોલ, ડીઝલ કે વીજળીના ભાવ વધે તો કોઈ
ચિંતા ન કરતાં. લિ. તમારી મનગમતી ભાજપ પાર્ટી
- આપડે તો હતા ત્યાં ને ત્યાં, ગુજરાતમાં રૂપો ગયો ને ભૂપો આવ્યો
- ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવતા ભાજપના કેટલાક ધારાસભ્યો નારાજ, કહ્યું, પહેલા અમને
તેમનો ફોટો તો બતાવો.. ભાજપ જનતાને જવાબ આપે, સફળ હતા તો કાઢયા કેમ? નિષ્ફળ હતા તો ઉજવણી અને તાયફા કેમ કર્યા?
- આપણે સમજતા હતા કે ટેટ, ટાટ, પોલીસ, તલાટી કે બિન સચિવાલય કલાર્કની ભરતી આવશે, આ તો
ડાયરેક્ટ મુખ્યમંત્રીની ભરતી આવી
- રેસમાં જે ઘોડો ન હોય એ જ જીતે તો સમજવું કે આ રેસ બે ગુજ્જુઓ દ્વારા આયોજીત હતી.
- આનંદીબેન અને અમિત શાહ મતભેદ દુર રાખી એક થયાં અને ભુપેન્દ્ર પટેલને લોટરી
લાગી. ભુપેન્દ્ર ભાઈ ભણેલા તો છે પણ રિમોર્ટનું શું કરવાનું છે ?
- રૂનું પાણી કાઢ્યું અને ભુ આવ્યું.
- આપણે ત્યાંના ત્યાં જ રહ્યા ગુજરાતમાં રૂપો ગયો અને ભુપો આવ્યો.
- નીતિન પટેલ કપાતા કેટલાકે
અડવાણીને યાદ કરીને નીતિન પટેલ અડવાણીની ગુજરાતી આવૃત્તિ હોવાની કોમેન્ટ પણ કરી હતી.
- ગુજરાતના રાજકારણમાં બેન બાની એન્ટ્રી થઈ ગઈ છે, બા રીટાયર્ડ નથી થયાં.
- ભુપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી
બન્યા બાદ સૌથી વધુ ખુશ કોણ? વિજયભાઈ રૃપાણી.
- ફઈ બાનો આદેશ કે પછી 2017નો બદલો?

રિલેટેડ ન્યૂઝ