ગુજરાત સહિતનાં કિસાનોના કર્જ માફ નહીં થાય

કેન્દ્ર સરકારે સંસદમાં સાફ કહ્યું: દેવા માફીની હાલ કોઇ યોજના નથી

ગુજરાતનાં 43 લાખ ખેડૂતો માથે 90000 કરોડ રૂપિયાનું દેવું છે

કોરોના વાયરસ મહામારીનાં કારણે દેશ અને દુનિયા પીડાઈ રહી છે, મહામારીનાં કારણે ગરીબ અને મધ્યમ વર્ગને સૌથી વધારે નુકસાન થયું છે જ્યારે ખેતી ક્ષેત્રને પણ જોરદાર ફટકો પડ્યો છે. એવામા ખેડૂતોનાં દેવા માફીને લઈને કેન્દ્ર સરકારે સંસદની અંદર જવાબ આપ્યો છે. ગુજરાતનાં ખેડૂતોનાં માથે 90 હજાર કરોડથી વધારે રૂપિયાનું દેવું છે.
મોદી સરકારનો નારો છે કે દેશનાં ખેડૂતોની આવકને ડબલ કરી દેવામાં આવશે. તે જ
દિશામાં વડાપ્રધાન મોદી દ્વારા અમુક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને પીએમ મોદી પોતે પણ આ મુદ્દે અનેક વાર કહી ચૂક્યા છે કે ખેડૂતોની આવક વધારવામાં આવશે.
કેન્દ્ર સરકારને સંસદમાં પૂછવામાં
આવ્યું કે શું કેન્દ્ર સરકાર ખેડૂતોનું દેવું માફ કરી દેવા માટે યોજના બનાવી રહી છે? ત્યારે તેના પર લેખિતમાં સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે દેવામાફીને લઈને હાલમાં સરકારની આવી કોઈ યોજનાનથી.
ગુજરાતનાં કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે જે કુલ થઈને રૂ 90695 કરોડ થાય છે. એવામાં આગામી ચૂંટણીમાં ખેડૂતોનાં દેવામાફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે. જો તેમાં સરેરાશ ગણવામાં
આવે તો ખેડૂતોનાં માથે સરેરાશ 20 લાખથી વધારે રૂપિયાનું દેવું છે. નોંધનીય છે કે નાબાર્ડ અનુસાર દેશના 16.8 લાખ ખેડૂતોનાં માથે દેવાનો બોજ છે. દેશમાં સૌથી વધારે દેવાદાર ખેડૂતો તમિલનાડુનાં છે જ્યાં ખેડૂતોનાં માથે 1.89 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
નોંધનીય છે કે ભારતમાં ખેડૂતોની દેવામાફી અનેક વાર ચૂંટણીમાં મોટો મુદ્દો બનતો હોય છે ત્યારે એક તરફ જ્યાં કેન્દ્ર સરકાર અત્યારે કોરોના વાયરસ
મહામારી અને મોંઘવારીનાં મુદ્દાઓ પર ઘેરાઈ છે ત્યાં વિપક્ષ આ મુદ્દા પર પણ સરકાર પર હુમલો કરે તેવી શક્યતા છે.

રાજ્ય મુજબની ખેડૂતોની સંખ્યા અને તેના પર દેવું (કરોડોમાં)
તમિળનાડુ 189623.56 કરોડનું દેવું
આંધ્રપ્રદેશ 169322.96 કરોડની લોન
ઉત્તરપ્રદેશ 155743.87 કરોડની લોન
મહારાષ્ટ્ર 153658.32 કરોડનું દેવું
કર્ણાટક 143365.63 કરોડનું દેવું

રિલેટેડ ન્યૂઝ