ગુજરાત વિશ્ર્વકોશના 23,000 લખાણો આંગળીના ટેરવે ઉપલબ્ધ

ગુજરાત વિશ્ર્વકોશ ટ્રસ્ટના ડિજિટાઝ્ડ ગ્રંથોનું વિમોચન કરતાં મુખ્યમંત્રી

ગુજરાતી ભાષાના પ્રથમ એન્સાઇક્લોપીડિયા ગણાતા એવા આ ગુજરાત વિશ્વકોશના અંદાજે 23 હજાર જેટલા લખાણો વાચકોને હવે આંગળીના ટેરવે-ઓનલાઇન ઉપલબ્ધ બન્યા છે, વિશ્વકોશ માં ઉપલબ્ધ વિવિધ વિષયોની સઘળી માહિતી પણ હવે વેબસાઇટ પરથી વાંચી શકાશે.
મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત
વિશ્વકોશ ટ્રસ્ટે ગુજરાતી શબ્દકોશ -લેક્સિકોનનું સંચાલન સંભાળ્યું છે. ગુજરાતી શબ્દોનો અર્થ જાણવા અને તેની સમજણ કેળવવા માટે ગુજરાતી લેક્સિકોનનો લાભ કરોડો વાચકો લઇ રહ્યા છે.
ભૂપેન્દ્રપટેલે ગુજરાતી ભાષાને વિશ્વના ખૂણે-ખૂણે વસતા લોકો સુધી આ ડિઝીટાઇઝ્ડ ગ્રંથો દ્વારા પહોચાડવાના સમયાનુરૂૂપ અભિગમની પ્રસંશા કરી હતી.
ગુજરાત વિશ્વકોશ દ્વારા બાળ વિશ્વકોશ, પરિભાષા કોશ વગેરે
કોશોની કામગીરીનો ખ્યાલ મુખ્યમંત્રીને પી. કે. લહેરીએ આપ્યો હતો અને આ કોશ ભેટ પણ આપ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટી પી. કે. લહેરી અને અધ્યક્ષ કુમારપાળ દેસાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ