ગુજરાત વિધાનસભાની 5 દિવસમાં સત્ર સમાપ્તિ

ગુજરાત વિધાનસભાના પાંચ દિવસ બાદ ચોમાસા સત્રની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે. હવે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી અનિશ્ર્ચિત કાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. તમને જણાવીએ કે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્રનું કામકાજ પાંચ દિવસ ચાલ્યું હતું.
વિધાનસભા ચોમાસા સત્રની પૂર્ણાહુતિ કરી દેવામાં આવી છે. પાંચ દિવસ ચાલેલા ચોમાસુ સત્રમાં કુલ છ બેઠકો મળી છે, જેમાં 43 કલાક 35 મિનિટ
કામગીરી ચાલી છે. નવ દિવંગત સભ્યોને શોકાંજલિ અપાઇ છે, જ્યારે 75 સભ્યોએ સત્ર દરમિયાન ચર્ચામાં ભાગ લીધો છે. સત્ર દરમિયાન 20 વિધેયક ગૃહમાં પસાર કરાયા છે, એક સરકારી સંકલ્પ પણ પસાર થયો છે. સત્ર દરમિયાનનિયમ 44 અંતર્ગત ખેડૂતો માટે 3700 કરોડના પેકેજની પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરાઈ છે. કેગના અહેવાલની સાથે 35 બોર્ડ કોર્પોરેશનના વાર્ષિક અહેવાલ પણ રજુ થયા છે. સત્ર દરમિયાન વિધાનસભાએ કુલ 43 કલાક 35 મિનિટ
કામ કર્યું હતું. સત્ર દરમિયાન કુલ 75 સભ્યોઓએ ચર્ચામાં ભાગ લીધો હતો . સત્ર દરમ્યાન કુલ 9 સ્વર્ગસ્થ મહાનુભાવોના અવસાન અંગે સભાગૃહમાં શોકદર્શક ઉલ્લેખ કરવામાં આવ્યા હતાં. સત્ર દરમિયાન ટૂંકી મુદતના પ્રશ્નોની કુલ -40 સૂચનાઓ મળી હતી તેમાંથી 09 સૂચનાઓ દાખલ કરી હતી અને ગૃહમાં મૌખિક ચર્ચા થઈ હતી.

રિલેટેડ ન્યૂઝ