ગુજરાત રખમાણ: SITએ ઝાકિયા જાફરીના મોટા ષડયંત્રના આરોપોને ફગાવ્યા

કેસમાં એફઆઇઆર અથવા ચાર્જશીટ નોંધવા માટેનો આધાર નહીં મળ્યાનો ઉલ્લેખ

2002ના ગુજરાત દંગાઓમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવા વિરૂૂદ્ધ અરજી દાખલ કરી છે. રમખાણોની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટીએ જાકિયા જાફરીએ મોટા ષડયંત્રના આરોપોને ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં એફઆઈઆર અથવા ચાર્જશીટ નોંધવા માટે કોઈ આધાર મળ્યો નથી. જાકિયાની ફરિયાદ પર ઉંડી તપાસ કરવામાં આવી પરંતુ કોઈ સામગ્રી મળી નથી. અહીં સુધી કે સ્ટિંગની સામગ્રીને પણ અદાલતે ફગાવી દીધી. એસઆઈટી તરફથી કોર્ટમાં હાજર મુકુલ રોગતીએ જસ્ટિસ એ એમ ખાનવિલકરની બેન્ચને જણાવ્યું કે, આ સ્ક્રિપ્ટનો એક હિસ્સો હતો. એસઆઈટીને એફઆઈઆર અથવા ચાર્જશીટ નોંધવામાં કોઈ જ સાર મળ્યો નથી. એસઆઈટીએ તે 9માંથી ત્રણ અલગ-અલગ અદાલતોમાં સ્ટિંગ સામગ્રી અદાલતને આપી હતી. વિશેષ અદાલતે સ્ટિંગની સમાગ્રીને પણ ફગાવી દીધી હતી.
2002ના ગુજરાત રમખાણોમાં મોટા કાવતરાનો આક્ષેપ કરતી ઝાકિયા જાફરીની ફરિયાદની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જે બાદ એવું તારણ કાઢવામાં આવ્યું હતુંકે તપાસને આગળ વધારવા માટે કોઈ સામગ્રી નથી. ફરિયાદની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.
કોર્ટે કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી એસઆઇટી માટે મિલીભગત એ કઠોર શબ્દ છે. આ એ જ એસઆઇટી છે
જેણે અન્ય કેસોમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. તે કાર્યવાહીમાં આવી કોઈ ફરિયાદ મળી નથી. ઝાકિયા જાફરી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે જ્યારે એસઆઈટીની વાત આવે છે ત્યારે આરોપીઓ સાથેની મિલીભગતના સ્પષ્ટ પુરાવા છે. એસઆઈટીએ મુખ્ય દસ્તાવેજોની તપાસ કરી ન હતી અને સ્ટિંગ ઓપરેશન ટેપ, મોબાઈલ ફોન જપ્ત કર્યા ન હતા. શું જઈંઝ કેટલાક લોકોને બચાવી રહી હતી? ફરિયાદ છતાં ગુનેગારોના નામ નોંધાયા ન હતા. તે રાજ્યની મશીનરીના સહયોગને દર્શાવે છે. લગભગ તમામ કેસમાં એફઆઈઆરની કોપી આપવામાં આવી નથી.

રિલેટેડ ન્યૂઝ