ગુજરાત ભાજપના નેતાના પુત્ર સામે દૂષ્કર્મની ફરિયાદ

ગુજરાતની સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા ગુજરાત મહિલાઓ માટે સલામત છે તેના પર ઘણા દાવા કરવામાં આવે છે ત્યારે ભાજપના જ નેતા સામે સમાજને લજાવે તેવા આરોપ લાગ્યા છે. ભાજપ નેતાના પુત્રએ યુવતીને લગ્નની લાલચ આપીને સંબંધો બાંધ્યા અને બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી. આટલું જ નહીં યુવતીના ફોટો અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું.
અમદાવાદના
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક યુવતી દ્વારા ભાજપ નેતા વિજય ચક્રવર્તીના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતીનો આરોપ છે કે ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપીને ભાજપ નેતાનોપુત્રએ દુષ્કર્મ આચર્યું છે. બનાસકાંઠાના ભાજપ નેતા વિજય ચક્રવર્તીના દીકરા ધનંજય પર આરોપ છે કે તેણે પહેલા યુવતીને લગ્નની લાલચ આપી અને શારીરિક સંબંધો બાંધ્યા પરંતુ શારીરિક સંબંધો બાંધ્યા
બાદ લગ્ન કરવાની ના પાડી દીધી. ધનંજય પર આરોપ છે કે તેણે યુવતીના ફોટો અને વીડિયો પણ બનાવ્યા હતા અને તે ફોટો વાયરલ કરી દેવાની ધમકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભાજપ દ્વારા મહિલા સન્માનની વાતો કરવામાં આવી રહી છે ત્યારે ભાજપ નેતાના દીકરા સામે જ દુષ્કર્મની ફરિયાદથી સવાલો ઊભા થઈ રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ