ગુજરાત કડરના આઈએએસ શર્મા બનશે યુપીના ડેપ્યુટી મુખ્યમંત્રી

ગાંધીનગર તા,16
ગુજરાત કેડરના આઈએએસ અરવિંદ કુમાર શર્મા રિટાર્યમેન્ટના બે વર્ષ પહેલા જ રાજીનામું આપ્યા બાદ ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે ભાજપમાં જોડાયા છે. ભાજપે 28 જાન્યુઆરીએ યોજનારી વિધાન પરિષદની ચાર બેઠકોની ચૂંટણી માટે શુક્રવારે બપોરે સ્વૈચ્છીક નિવૃતિ લેનારા ગુજરાત કેડરના રિટાર્યડ આઈએએસ એ. કે. શર્માને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ઉત્તરપ્રદેશ સરકારમાં તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી મળશે તેમ કહેવાય છે. સ્પષ્ટ બહુમતી સાથે દિલ્હીમાં પ્રથમ ભાજપ સરકારની રચનાથી જ વડાપ્રધાનએ પોતાની ટીમમાં આઈએએસ, આઈપીએસ, આઈએફએસ (ફોરેન સર્વિસ)થી લઈને સિક્યોરિટીફોર્સમાં કામ કરેલા અનેક એસ.જયશંકર, હરદિપસિંહ પુરી, આર.કે.સિંઘ, સોમપ્રકાશ સહિત અનેકવિધ અનુભવી ઓફિસરોને મંત્રી તરીકે સમાવ્યા છે. સરકારમાં નીતિ નિર્ધારણ સાથે જોડાયેલા મહત્વના પદો પર ઓફિસરોની
નિમણૂંકો કરી છે. હવે આઈએએસએ. કે. શર્માનો પણ સમાવેશ થયો છે. જેમના વિઝનનો લાભ ઉત્તરપ્રદેશ સરકાર અને પોતાના ગૃહરાજ્યના નાગરીકોને મળશે.

રિલેટેડ ન્યૂઝ