ગુજરાતમાં લોકડાઉન તો નહીં જ: CM રૂપાણી

દિવસનાં કફર્યૂની પણ કોઈ વિચારવા નથી: સરકાર તમામ પગલાં લેવા-મદદ કરવા તૈયાર છે

મોરબી-રાજકોટની મુલાકાત પૂર્વે મુખ્યમંત્રીની કેફિયત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોરબી-રાજકોટની મુલાકાત પૂર્વે જણાવ્યું હતું કે તેઓ સવારે રાજકોટ આવી મોરબી જશે અને ત્યારબાદ રાજકોટ આવશે અને કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠકમાં વિચાર-વિમર્શ કરશે.જો કે તેઓએ ભારપુર્વક એ વાત દોહરાવી હતી કે ગુજરાતમાં લોકડાઉન લાદવામાં નહીં જ આવે.મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ, અનિલ મુકિમ, મુખ્યમંત્રીના ખાસ સચિવ શ્રી કૈલાસનાથન અને આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિ પણ આવી રહ્યા છે. વિજયભાઈએ સ્પષ્ટ કહ્યુ હતું કે અમદાવાદમાં આઠ હજાર નવા બેડ અને રાજકોટમાં અઢી હજાર નવા બેડની વ્યવસ્થા યુદ્ધના ધોરણે થઇરહી છે.લોકડાઉન તો દુર, રાજયમાં દિવસનાં કફર્યુ પણ કોઈ વિચારણા નથી
તેમણે એમ પણ કહ્યું હતું કે જેમનું ઓક્સિજન લેવલ 96થી નીચે હોય તેમણે જ હોસ્પિટલનો સહારો લેવો જોઈએ, અન્યથા ઘરે રહીને ડોક્ટરની
સલાહ મુજબ આઈસોલેટ રહીને સારવાર કરવી જોઈએ. વિજયભાઈ એ કહ્યું હતું કે સ્થિતિ ચોક્કસ ગંભીર છે પરંતુ આપણે તેમની સામે બરાબર લડત આપી કાબૂમાં લઈ લેશું. લોકડાઉન કે કર્ફ્યુનો કોઈ જ વિચાર નથી તેવું તેમણે સ્પષ્ટ કહ્યું હતું.
મુખ્યમંત્રીએ વિજયભાઈએ નિર્દેશ આપ્યો હતો કે કોરોના અંગે ગુજરાતના ટોચના ચાર નિષ્ણાત ડોક્ટરોની પેનલ શુક્રવારે બપોરે 3.30 વાગ્યે અમદાવાદ ખાતે પત્રકારો સમક્ષ વિગતો
આપશે. લોકો ભય રાખે નહીં, સરકાર તમામ પગલાઓ લેવા અને મદદ કરવા માટે પ્રત્યેક પળે તૈયાર છે.

રિલેટેડ ન્યૂઝ