ગુજરાતમાં પ્રથમવાર દિવ્યાંગો, વૃધ્ધો કરશે બેલેટ પેપરથી મતદાન

- સૌરાષ્ટ્રની 4 સહિત વિધાન સભા 8 બેઠકોની પેટા-ચૂંટણીમાં પંચનો ઉત્તમ નિર્ણય: દિવ્યાંગો તેમજ 80 વર્ષની વયથી મોટાં વયોવૃદ્ધો ઘરે બેસી આરામથી મતદાન કરી શકશે

આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં દરેક વોટનું મહત્વ હોય છે અને તેને વાસ્તવિક બનાવવા માટે ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી પંચે તેવા મતદાતાઓ માટે પોસ્ટલ બેલેટના વિકલ્પનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે, જેઓ દિવ્યાંગ છે તેમજ જેમની ઉંમર 80 વર્ષથી ઉપર છે. આમ કરવાથી તેઓ આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ઘરેથી મતદાન કરી શકશે.
અબડાસા. લિંબડી, મોરબી,
ધારી, ગઢડા, કરજણ. ડાંગ અને કપરાડા બેઠકના આશરે 18 લાખ મતદારો છે, જેઓ 3 નવેમ્બરે મતદાન કરવા જશે. ધ ગુજરાત ચીફ ઈલેકટોરલ ઓફિસને આ બે કેટેગરીમાં આવતા લગભગ 50 હજાર મતદારો પાસેથી રજિસ્ટ્રેશન ફોર્મ્સ મળ્યા છે.
ચીફ ઈલેકટોરલ ઓફિસર ડો. એસ મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, પઅમને 8 મતદારક્ષેત્રમાંથી રજિસ્ટ્રેશન્સ મળ્યા છે. જેમાંથી 13 હજાર દિવ્યાંગોના છે. જેઓ આ સુવિધાનો લાભ મેળવવા માગતા હોય



તેમણે અમને જાણ કરવી પડશે અને અમે અમારી ટીમને તેમના ઘરે મોકલીશું કે જેથી તેઓ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપી શકે. આ આઠ મતદારક્ષેત્રમાં 3,024 મતદાન મથક છે. મત ગણતરી 10 નવેમ્બરે થશે. તેમણે આ વિશે
વિગતવાર સમજાવતા કહ્યું કે, આ પોસ્ટલ બેલેટ સેવા થોડી અલગ છે. અહીં, સુવિધાનો ઉપયોગ કરવા માગતા ઈચ્છુક લોકોએ એક ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ અધિકારીઓ બેલેટ લઈને આા મતદારોના ઘરે જશે અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા મતદાનની વીડિયોગ્રાફી કરશે.
આવતા અઠવાડિયાથી ડોર ટુ ડોર અભિયાન હાથ ધરાશે. પઅમે વોટિંગ સ્લિપ આપવા માટે આવતા અઠવાડિયે ડોર ટુ ડોર અભિયાન શરુ કરીશું. અમે મતદારની
માર્ગદર્શિકા પણ વહેંચી રહ્યા છીએ. જે આવા મતદારોને આપવામાં આવતી સુવિધાઓને સૂચિબદ્ઘ કરે છે, તેમ તેમણે કહ્યું હતું.





રિલેટેડ ન્યૂઝ