ગુજરાતનું ગૌરવ: લક્ઝુરિયસ કાર કરતા પણ મોંઘી છે ગુજરાતની આ ભેંસ

તમે ક્યારે વિચાર્યું છે કાર કરતા પણ ભેંસ મોંઘી હોઈ શકે અને આખલાની કિંમત લાખો રૂપિયા હોઈ શકે. પરંતુ આ વાસ્તવિકતા છે. કચ્છના બન્નીમાં 13મો પશુ પ્રદર્શન મેળો યોજાયો હતો. જેમાં કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાંથી ભેંસ, કાંકરેજ ગાય, આખલા, બળદ, સિંધી ઘોડા સહિત વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું.. માં કાંકરેજ ઓલાદનો આખલો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સવા બે લાખનો આખલો તંદુરસ્તીની હરીફાઈમાં બધાને પછાડ્યા. તો કાર કરતા પણ બન્નીની ભેંસ મોંઘી નીકળી. બન્ની નસલની 5 થી 6 લાખની કિંમતની ભેંસ 20 લીટર દૂધ આપી હરીફાઈ જીતી છે. આ પશુમેળામાં વિજેતા બનનારને 2 હજારથી 10 હજાર રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું. મહત્વનું છે માલધારીઓ જાગૃત બને તેના માટે આવા પશુમેળા યોજવામાં આવે છે. જેમાં સારી ઓલાદના પશુઓનું ઉછેર કરવાનો મુખ્ય ઉદેશ્ય છે. ત્યારે આ પશુમેળામાં માલધારીઓ



500થી 600 પશુઓ લાવ્યા હતા.
કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારના હોડકો ગામમાં બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા 13માં બન્ની પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈમાં તથા પશુ
પ્રદર્શનમાં પશુ વેચાણ, પશુ તંદુરસ્તી હરીફાઈ, કચ્છી ઘોડા દોડ, દૂધ દોહન હરીફાઈ, પ્રદર્શન ઝાંખી સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભેંસ, પાડા, ગાય, આખલા વગેરે પશુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભુજ તાલુકાના બન્ની (હોડકો) ખાતે દ્વિદિવસીય પશુમેળાનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ઉદ્ઘાટન કર્યું હતું. કચ્છના રણ પ્રદેશમાં ઘાસિયા પ્રદેશ તરીકે ઓળખાતા બન્ની વિસ્તારમાં દર વર્ષે સંસ્થા તથા સરકારના સંયુકત ઉપક્રમે ભુજ તાલુકાના હોડકો (બન્ની) ગામે યોજાતા પશુમેળાએ સારો એવો આકર્ષણ જમાવ્યું છે.





રિલેટેડ ન્યૂઝ