ગુજરાતના લોકો માટે સૌ પ્રથમ રીયાલીટી શો સવાલોના સવા કરોડ

કાલે મુખ્યમંત્રીના હસ્તે રજીસ્ટ્રેશનનો પ્રારંભ

રાજકોટ તા.16
સવાલોના સવાકરોડએ ગુજરાતનો સૌપ્રથમ અને સૌથી મોટો રિયાલીટી શો છે કે જે તન્વી પ્રોડકશન પ્રા.લી. દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યો છે. સવાલોના સવાકરોડ શો જે સામાન્યજ્ઞાનના પ્રશ્ર્નો ઉપર આધારીત છે જે ગુજરાતી ભાષાનો સૌથી મોટો રિયાલીટી શો છે.
સવાલોના સવાકરોડ-શોના હોસ્ટ ગુજરાતીના
જાણીતા કલાકાર સિધ્ધાર્થભાઈ રાંદેરીયા છે. આ શો જે ગુજરાતની શ્રેષ્ઠ માહિતી આપતા વીટીવી ગુજરાત ઉપર સાંજે 9:30થી 10:30 કલાકે પ્રસ્તુત કરવામાં આવશે.
સવાલોના સવાકરોડ શો કે જે બદલશે તમારું નશીબ. આ
શોમાં ભાગ લેવા માટે નિયમો એક દમ સરળ છે. જે કોઈ ભારતના નાગરીક હોય અને સારી રીતે ગુજરાતી ભાષાના જાણકાર હોય અને તેમની ઉંમર વર્ષ 2020 પૂર્ણ થયે 16 વર્ષ કે તેથી વધુ હોય તે લોકો આ શોમાં ભાગ લઈ શકે છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રજીસ્ટ્રેશન લાઈન ઓપન કરવામાં આવશે. જે તા.17 જાન્યુઆરી 2021થી 4 ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે. શોમાં ભાગ લેવા માટે તમારે ૂૂૂ.તતભલીષફિિ.ંભજ્ઞળ પરલોગઈન કરી અથવા તતભ લીષફિિં એન્ડરોઈડ તથા શજ્ઞત એપ્લીકેશન ઉપર રજીસ્ટે્રશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયા બાદ તેમના સાત દિવસની અંદર શોમાં આગળ વધવા માટેની પ્રક્રિયા તમારા
રજીસ્ટર મોબાઈલ નંબર તથા મેઈલ એડ્રેસ તેમજ એપ્લીકેશન ઉપર નોટીફીકેશન આપવામાં આવશે.
આ શોની અંદર પ્રતિસ્પર્ધીઓ એક બીજા સાથે સામાન્ય જ્ઞાનના ચાર સવાલ જવાબની પ્રશ્ર્નોત્તરી રમાડવામાં આવશે
તેમાં ઓછા સમયમાં અને સૌથી વધુ સાચા પ્રશ્ર્નોના ઉત્તર આપવા વાળા વ્યકિત આગળના રાઉન્ડ સુધી પહોંચશે.
આ સામાન્ય જ્ઞાનના સવાલોના જવાબો આપી રૂા.11,111થી લઈને રૂા.1,25,00,000 કરોડ સુધીના રૂપિયા જીતવા
માટેનો મોકો મળશે. શોની અંદર 1એ, 1બી, 1સી, 2એ, 2બી, 3એ, 3બી, કવાટર ફાઈનલ, સેમી ફાઈનલ અને ફાઈનલ સુધીના દસ રાઉન્ડ હશે. આ ઉપરાંત જે લોકો ઘરે રહીને સવાલોના જવાબ આપશે તે લોકોને ડેઈલી માલા માલ કોન્ટેસ્ટ હેઠળ દરરોજ 50 વ્યકિતને રૂા.5,555 મળશે.

રિલેટેડ ન્યૂઝ