ગુજરાતના નવા DGPની અ-જોડ ખાસિયત જાણો છો?

19 દિવસમાં જ ઉકેલી દીધો અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો કેસ
2008મા અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાએ ધીરજ ગુમાવી ન હતી અને ફક્ત 19 દિવસની અંદર કેસ ઉકેલી દીધો હતો. આ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનનો હાથ હોવાનું સાબિત કરીને 30 જેટલા આરોપીઓનો પકડી લીધા હતા. ગમે તેવો કેસ હોય પરંતુ આશિષ ભાટિયા પોતાની કુનેહપૂર્વક તેને ઉકેલવામાં માહેર છે. 2018મા સામે આવેલા ગુજરાતના સૌથી મોટા બિટકોઈન કૌભાંડને પણ તેમણે સફળતાપૂર્વક ઉકેલી દીધો હતો. એટલું જ નહીં તેમાં સંડોવાયેલા મોટા માથાઓને પણ બહાર લાવવામાં તેમણે પાછીપાની કરી ન હતી. આ કેસમાં જગદીશ પટેલ જેવા પોલીસ અધિકારીઓ તથા ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની સંડોવણી હતી. 2019મા ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાથી રાજકિય જગતમાં ચકચાર મચી ગઈ હતી. જોકે, આ હાઈપ્રોફાઈલ કેસને પણ રેલવેના તત્કાલિન વડા આશિષ ભાટિયાએ ઉકેલી દીધો હતો. આશિષ ભાટિયાએ એક એસઆઈટી બનાવી હતી. આ હાઈપ્રોફાઈલ કેસમાં ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની પણ ધરપકડ કરી હતી.

ગુજરાતના પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવી છે, 1985ની બેચના આઈપીએસ ભાટિયા ધીરજપૂર્વકઅને શાંત સ્વભાવે કેસ ઉકેલવામાં માહેર છે
ગુજરાતના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર તરીકેની જવાબદારી સંભાળનારા આશિષ ભાટિયા હરિણાયામાં જન્મ્યા
છે અને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આશિષ ભાટિયા 2016માં સુરતના કમિશનર તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. અત્યંત શાંત સ્વભાવના આશિષ ભાટિયાએ મોટા-મોટા કેસ ઉકેલવામાં સફળતા મેળવી છે. અમદાવાદના સિરિયલ બ્લાસ્ટથી લઈને બિટકોઈન તોડકાંડનો કેસ હોય ભાટિયાએ પોતાના નેટવર્કના આધારે કેસ ઉકેલી કાઢ્યા છે.
આશિષ ભાટિયા અમદાવાદના કમિશનરથી ડીજીપી બન્યા છે. તે અગાઉ તેઓ 2016મા સુરતના
કમિશનર હતા. આ ઉપરાંત તેમણે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી, રેલવેના ડીજીપી અને સીઆઈડી ક્રાઈમ વડાની જવાબદારીઓ સંભાળી છે. હવે તેઓ ગુજરાતના પોલીસ વડા તરીકેની જવાબદારી સંભાળશે.
આશિષ ભાટિયા 1985ની બેચના
આઈપીએસ છે. તેમણે 2001મા પોલીસ મેડલ અને 2011મા પ્રેસિડેન્ટ મેડલ મેળ્યો છે. તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે ગમે તેવી પરિસ્થિતિમાં તેઓ અત્યંત ધીરજ અને શાંત ચિત્તે કામ કરે છે. કોઈ પણ જાતની ઉતાવળ વગર તેઓ લાંબી પૂછપરછ કરીને આરોપી પાસે માહિતી કઢાવી લે છે. તેમની પૂછપરછ બાદ કેસની મોટા ભાગની માહિતી બહાર આવી જતી હોય છે.રિલેટેડ ન્યૂઝ