બપોર સુધી નવા 21 કેસ નોંધાયા, કુલ પોઝિટિવ કેસનો આંક 14542 ઉપર પહોંચ્યો, હજુ 412 દર્દી સારવાર હેઠળ
style="text-align:center">.કોરોનાની આજની સ્થિતિ
આજના કેસ 21
કુલ કેસ 14563
કુલ ડિસ્ચાર્જ 13957
રિકવરી રેઈટ 95.97%
કુલ ટેસ્ટ 5,54,198
પોઝિટીવ રેઈટ 2.62%
રાજકોટ તા,16
કાતિલ કોરોનાએ વર્ષ
રાજકોટ શહેરની સિવિલ
અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા 5 દર્દીનાં મૃત્યુ થયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરરોજ થતા સંક્રમીતોની સંખ્યામાં પણ વધારો નોધાંયો છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં નવા 21 પોઝિટિવ કેસો નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 14563 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 57 દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે જયારે હજુ 412 દર્દીઓ પણ સારવાર હેઠળ છે.
શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 5.54 લાખ લોકોને કોરોના ટેસ્ટ થઈ ચુક્યા છે જેમાંથી 14563 દર્દીઓનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જે પૈકી 13957 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચુક્યા છે. જ્યારે હજુ 412 દર્દીઓ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાથી સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારોે નોંધાતા રિકવરી રેઈટ 95.97 ટકાએ પહોંચ્યો છે.