આમ્રપાલી બ્રિજ ઉપર ભોળેશ્ર્વર મંદિરથી વૈશાલીનગરનો રોડ ચાલુ

બ્રિજને રંગરોગાન સાથે અપાતો આખરી ઓપ, 21મીએ
થશે લોકાર્પણ

કોઇ રેલવે ટ્રેક ઠેકે નહીં એ માટે દિવાલ બનાવવામાં આવશે
મહિલા કોલેજ અન્ડરબ્રિજમાં મહિલા કોલેજ સામેના ભાગે બ્રિજ ઉપરથી જે રોડ નીકળે છે ત્યાં તો રેલવેની મોટી જમીન આવેલી છે. અહીં ખાણીપીણીની રેકડીઓ પણ ઉભી રહે છે આમછતા અહીં સુરક્ષા માટે દિવાલ બનાવવામા આવી નથી. આવી ભુલ આમ્રપાલી અન્ડરબ્રિજમાં કરવામા નહીં આવે. બ્રિજ ઉપરથી પસાર થતા રસ્તા પરથી કોઇ રાહદારી રેલવે ટ્રેક ઠેંકીને કિસાનપરા તરફ કે સામાછેડે વૈશાલીનગર તરફ આવનજાવન ન કરી એ માટે રેલવે ટ્રેક પાસે જ ઉંચી દિવાલ બનાવી નાખવામા આવશે.

રાજકોટ, તા.16
રાજકોટની જનતા જે સુવિધાની છેલ્લા 10 વર્ષથી રાહ જોઇ રહ્યા હતા એ અંતે મળવા જઇ રહી છે. શહેરની મધ્યેથી જ પસાર થતા આમ્રપાલી રેલવે ટ્રેક ફાટક પર બનેલા અન્ડરબ્રિજનું લોકાર્પણ તા.21મીએ થવાનું છે એ પુર્વે અન્ડરબ્રિજ ઉપરથી ચુડાસમા પ્લોટ પાસેના ભોળેશ્વર મહાદેવ મંદિરથી વૈશાલીનગર મેઇન રોડ પર જવા માટેનો રસ્તો ચાલુ કરી દેવામાઆવ્યો છે. લોકડાઉનના દિવસોનું વિઘ્ન આવ્યુ હોવા છતા ધાર્યા સમયે અન્ડરબ્રિજનું કામ પુરુ થઇ ગયુ છે. જો કે તેની પાછળનું એક કારણ મહાપાલિકાની ચૂંટણી પણ છે. ચૂંટણી પહેલા આ મહત્વકાંક્ષી
પ્રોજેક્ટનું લોકાર્પણ કરીને શાસકપક્ષ ભાજપ જશ ખાટવા માગતો હતો અને લોકડાઉન ખુલ્યા પછી કોન્ટ્રાક્ટર પાસે વધારાના માણસો અને મશીનરી કામે લગાવીને અન્ડરબ્રિજનું કામ પુરુ કરાવી નાખવામા આવ્યુ છે.
દરમિયાન આગામી તા.21મીએ અન્ડરબ્રિજનું લોકાર્પણ થવા જઇ રહ્યુ છે. હાલ રંગરોગાણ સહિતના કામ સાથે આખરી ઓપ અપાઇ રહ્યો છે. બ્રિજ તા.21મીએ ખુલ્લો મુકવામા આવે એ પહેલા ચુડાસમા પ્લોટ પાસેના ભોળેશ્વર
મહાદેવ મંદિરવાળા રોડથી સામા છેડે વૈશાલીનગર શાકમાર્કેટવાળા રોડ પર જઇ શકાય તે રીતે અન્ડરબ્રિજ ઉપરનો રોડ ચાલુ કરી દેવામા આવ્યો છે. જેના લીધે આ વિસ્તારમાં રહેતા લોકોને એરપોર્ટ ફાટક અથવા તો મહિલા કોલેજ ફાટક થઇને જે લાંબુ થવુ પડતુ હતુ તેમાથી છુટકારો થયો છે.

રિલેટેડ ન્યૂઝ