અ-સંવેદનશીલ થયો નૃપ; બેસહારા બની પ્રજા

હિંમત મારામાં ભરવાની છે દર વખતે
બીક હશે તો એ હરવાની છે દર વખતે
સપનાની હોડીને મેં રોકી છે તો પણ
લોહી સાથે એ તરવાની છે દર વખતે

સરકાર લાખ સફાઈ દે, તેની પેટમેલાઈ ઢાંકી ઢંકાય તેમ નથી. ખાનગી સ્કૂલ સંચાલકોએ પોત પ્રકાશ્યું ત્યારે રાજય સરકાર પણ કાળૂ મ્હોં વકાસીને જોતી રહી. રાજયમાં કુલ 50000થી વધુ ખાનગી શાળાઓ છે. એમાની 15000 જેટલી ગ્રામ્ય પંથકમાં છે. બાકીની તાલુકા-જિલ્લા કક્ષાએ અર્થાત્ રાજકોટ જેવા શહેરો-મહાનગરોમાં છે. સેલ્ફ ફાઈનાન્સ એવી આ સ્કૂલો જેવી સેલ્ફીસ ભાગ્યે જ કોઈ ધંધદારી પેઢી હશે. મોટાભાગની સ્કૂલો ભાજપ-કોંગ્રેસના નેતાની કે તેના મામા-માસીનાની કે મળતિયાની છે. આ પાપી લોકોને કોરોનાના બાપનીય પડી નથી. માનવતા કોની મૉંના દીકરાનું નામ છે, હરામ છે કોઈને લગરીકેય ખબર હોય તો. વર મરો, ક્ધયા મરો, ગોરનું તરભાણું ભરો એવો તેમનો હિસાબ હોય છે.

ભૂપેન્દ્રસિંહે કહ્યું હાઈકોર્ટનો આદેશ શિરોમાન્ય. અમો સુપ્રીમમાં નહીં જઈએ. આ નિવેદને ભારે આક્રોશ ફાટી નીકળ્યો એટલે મોડી સાંજે ચોખવટ કરી કે વિવાદ લાંબો ન ખેંચાય એટલે અમો કોર્ટના ચકકરમાં પડવા માગતા નથી. ઘરમેળે સમાધાનનો પ્રયાસ કરીશું. સમાધાન એટલે કૂલડીમાં ગોળ ભાંગવો. રાજય સરકારનું આવું માયકાંગલું વલણ છેક ગયા માર્ચથી છે. કેળનું પાણી પી ગઈ હોય તેમ સરકારને ખબર નૈ કેમ શૂરાતન ચડતું જ નથી. રાજકીય હરીફો કહે તેમાં દમ લાગે છે કે કોરોનાના કારણે ગુજરાત વિધાનસભાની પેટા-ચૂંટણીઓ પણ કદાચ મુલવતી રહેવાની હોઈ સરકારને પ્રજાની ‘સંવેદના’ની હાલ ગરજ નથી.

જરાતમાં શિક્ષણમંત્રીથી મોટી કોઈ ગાળ નથી અને રૂપાણી સરકારથી મોટો કોઈ શાપ નથી. એવું સૂત્ર ‘વાલી મંડળ’માં ગૂંજતું થયું કેમ કે સવા કરોડ છાત્રો અને તેના વાલીઓ મળી લગભગ અડધું ગુજરાત ગયા માર્ચ મહિનાથી સ્કૂલ અને સ્કૂલ ફી બાબતે એવું કડે ચડ્યું છે કે કોરોનાનું દર્દ તો સફફમસફફા લાગે. ગુજરાતની સરકાર આફતને (જરા જૂદી રીતે) અવસર ગણે છે. માર્ચથી કોરોના આવ્યો ત્યારથી નકલી સેનેટાઈઝર્સ, બોગસ વેન્ટીલેટર, મોંઘા ભાવની કોરોના હોસ્પિટલ્સ અને જેવો દર્દી એવી ‘કિંમતી’ સેવામાં રત અમૂક (અર્થાત્: મોટાભાગનાં) કોરોના વોરિયર્સે જે લૂંટ ચલાવી, રૂપિયા ખંખેર્યા કે ખુદ કોરોના લાજી મરે. બાકી હતું તે કોરોનામાં કાળના પેટના શિક્ષણમાફિયાઓએ પુરું કયુર્ંં. ગઈકાલે હાઈકોર્ટે એવો ચૂકાદો આપ્યો કે સરકારને જાણે દોડવું’તું ને ઢાળ મળ્યો. સરવાળે કરોડો છાત્રો અને તેમના વાલીઓને છાતી કૂટવાનો વારો આવ્યો. રાજયના રાજકારણીઓ દ્વારા ચલાવાતી ખાનગી શાળાઓએ કોરોનાકાળમાં વાલીઓ પાસેથી રૂપિયા ખંખેરવા ઓનલાઈન એજયુકેશનનું ડિંડક શરૂ કયુર્ં. સરકાર લાખ સફાઈ દે, તેની પેટમેલાઈ ઢાંકી ઢંકાય તેમ નથી. ખાનગી સ્કૂલ સંચાલકોએ પોત પ્રકાશ્યું ત્યારે રાજય સરકાર પણ કાળૂ મ્હોં વકાસીને જોતી રહી. રાજયમાં કુલ 50000થી વધુ ખાનગી શાળાઓ છે. એમાની 15000 જેટલી ગ્રામ્ય પંથકમાં છે. બાકીની તાલુકા-જિલ્લા કક્ષાએ અર્થાત્ રાજકોટ જેવા શહેરો-મહાનગરોમાં છે. સેલ્ફ ફાઈનાન્સ એવી આ સ્કૂલો જેવી સેલ્ફીસ ભાગ્યે જ કોઈ ધંધદારી પેઢી હશે. મોટાભાગની સ્કૂલો ભાજપ-કોંગ્રેસના નેતાની કે તેના મામા-માસીનાની કે મળતિયાની છે. આ પાપી લોકોને કોરોનાના બાપનીય પડી નથી. માનવતા કોની મૉંના દીકરાનું નામ છે, હરામ છે કોઈને લગરીકેય ખબર હોય તો. વર મરો, ક્ધયા મરો, ગોરનું તરભાણું ભરો એવો તેમનો હિસાબ હોય છે. ખાનગી સ્કૂલ સંચાલકોને બે છક બારમાં ઓછો રસ પડે. તેને તો એક ઓર એક ગ્યારાહ જ થવા જોઈએ. સેવાકીય ટ્રસ્ટ બનાવી શિક્ષણનાં નામે સરકાર પાસેથી ટોકન ભાવે જમીન અને બેન્કોમાંથી (ભવિષ્યમાં માંડવાળ કરવી પડે તેવી) લોન લઈ માલેતૂદારો શિક્ષણનાં હાટડાં માંડે. આ લોકોની મુખ્ય 2 ગણતરી હોય છે (1) ‘ફી’ના નામે લખલૂંટ ફદિયાં મળે અને (2) છાત્રો અને વાલીઓનાં વિરાટ સમૂહનો ‘આદર’ પણ મળે. એ ‘આદર’ શકિત એવી ભકિતની જેમ સામાજિક, સરકારી અને સરકારી માન-મોભો-સત્તા મેળવવામાં ખપ લાગે. આવા ગણતરીબાજોમાં સવેદનાનો કે દયાનો છાંટો હોતો નથી. કોરોના જેવી મહામારીમાં કરોડો છાત્રો-વાલીઓને તેનો સાક્ષાત્કાર થઈ ચૂકયો હશે, એટલે વધુ કહેવાની જરૂર નથી.
આદર્શ રાજય વ્યવસ્થામાં સરકાર ગરીબજનોની માઈબાપ ગણાય. પણ ‘આદર્શ’ હવે ભૂતકાળની એવી ઘટના બની ગઈ કે ગરીબજનોનું કોઈ ઉજજવળ ભવિષ્ય લાગતું નથી. પાંચ મહિનાનોકોરોના પીરિયડ તેની સાક્ષી પૂરે છે. ખાનગી સ્કૂલ સંચાલકો ‘ફી’ની ઉઘરાણી કરતા થાકતા નથી. ફી ન આપે તો ધમકી આપે, આઈ ડી બ્લોક કરી દે, ઓનલાઈન અપાતું શિક્ષણ બંધ કરી દે અને છતાં વાલીઓ ફી ન ભરી શકે તો
લિવિંગ સર્ટિ (એલસી) પણ પકડાવી દે. સ્કૂલ સંચાલકો કહે: અમારે શિક્ષક સહિતના સ્ટાફને પગાર-ભથ્થાં આપવાં પડે. વાસ્તવમાં આ નર્યૂં જૂઠ્ઠાણું છે. શિક્ષકોને અહીં વેઠીયા મજૂરની જેમ નીચોવી લેવાય છે અને પાંચ-સાત હજાર રૂપૈરડી પકડાવી દેવાય છે. જો ખાનગી સ્કૂલો વાળા દૂધે ધોયેલા હોય તો નોટિસ બોર્ડ પર ટોટલી ખર્ચો જાહેર કરી બતાવે. પણ એકેય કાગડો ધોળો નથી. પરિણામે છાત્રો અને વાલીઓની હાલત કોરોના-પોઝિટીવના દર્દી કરતાંય વધુ ગંભીર થઈ ગઈ. અધુરામાં પૂરું સરકાર પણ માથાં (કે માથામેળ વગર)ની મળી. રૂપાણીમાં આવડતનો છાંટો નથી. નીતિનભાઈનું હાઈકમાન્ડ બહુ ચાલવા દેતું નથી. શિક્ષણ મંત્રી ખુદ ‘દાગી’ છે. તેઓ ચૂંટણી કેમ કરીને જીત્યા એ હાઈકોર્ટના ચૂકાદાની ભાષામાં જાણો તો ખબર પડે, ‘દાગી’ શિક્ષણમંત્રીને બચાવવા શાસક ભાજપા છેક સુપ્રીમ સુધી ગઈ અને મનચાહા ફૈસલાથી ફૂલીને ફાળકો થઈને ફરી. એ જ ભાજપા સરકાર સ્કૂલ ફી મામલે હાઈકોર્ટનાં ગઈકાલના નિર્ણય સામે ધબ્બ દઈને પાણીમાં બેસી ગઈ. હાઈકોર્ટે કહ્યું કે સરકાર કોઈ ખાનગી સ્કૂલને ફી લેતી અટકાવી ન શકે. અદાલતે કહ્યું: ઓનલાઈન સ્કૂલ ચાલુ રાખો અને ટયુશન ફી ઊઘરાવો. હાઈકોર્ટના આ ફૈંસલાથી કરોડો છાત્રો-વાલીઓ ભારે નિરાશ થયા. માર્ચમાં કોરોના ‘લાગૂ’ થયો ત્યારથી આજ સુધી સરકાર માત્ર વાતો જ કર્યા કરી. ખાનગી સ્કૂલોને અપીલ, વિનંતી, સૂચના કે સલાહ આપ્યા કરી. ન દબાણ કયુર્ં. ન સત્તાવાર જીઆર બહાર પાડયો. અરે એક (વી) ટીવી ચેનલની અપીલ માત્રથી અમૂક ખાનગી સ્કૂલોએ કુલ 25 કરોડ રૂપિયા જેવી ફી માફ કરી પણ સરકારના કહેવાથી કોઈએ એક ફદિયું પણ ઓછું ન કયુર્ં. એટલે જ શિક્ષણમંત્રી જેવી મોટી કોઈ ગાળ કે રાજય સરકારથી મોટો કોઈ શાપ નથી એવું છડેચોક બોલાવા માંડયું, સ્કૂલ ફી મામલે તો સરકારે રીતસર પ્રજાને ઊલ્લૂ જ બનાવી. સરકારે ધાર્યું હોત તો સ્કૂલ સંચાલકોને 200-500 કરોડનું પેકેજ ફાળવી આખો મામલો શાંત પાડી શકાયો હોત. પણ ભૂપેન્દ્રસિંહ જેનું નામ. સોગ્યુ ડાચૂં કરી લાચારી વ્યકત કરતા રહ્યા અને ભારાડી સ્કૂલ સંચાલકોએ 70થી 80 ટકા ફી ઉઘરાવી તિજોરી ભેળી કરી દીધી. અમરેલી સ્થિત ભાજપ નેતા દિલીપ સંઘાણીએ પોતાની સ્કૂલોમાંથી ફી ન ઉઘરાવી એ માફ. બાકી આખ્ખા ભાજપની આબરૂ સાફ. રાજયમાં 1 લાખથી વધુ ફી ઉઘરાવતી 400 જેટલી સ્કૂલો છે. તેમાં સંચાલકોએ આડો આંક વાળ્યો. મુખ્યમંત્રી રૂપાણી દેવદર્શન કર્યે ગ્યા અને શિક્ષણમંત્રી સ્કૂલ સંચાલકોની ભેર તાણ્યે ગ્યા. આખરે સરકારનાં જ ઈશારે સ્કૂલ સંચાલકો કોર્ટે ચડયા અને ભાગ્યશાળીને ભૂત રળે તેમ ચૂકાદો પણ તેની જ તરફેણે ગ્યો. ખરેખર સંવેદનશીલ હોત તો ભૂપેન્દ્રસિંહજીની નામચીન ચૂંટણી સામેના હાઈકોર્ટના ચૂકાદા પછી ગર્જી તેમ વાલીઓની ફેવરમાં સુપ્રીમમાં જવાની સરકારે ગર્જના કરી હોત. પણ થયું ઊલ્ટુ. ભૂપેન્દ્રસિંહે કહ્યું હાઈકોર્ટનો આદેશ શિરોમાન્ય. અમો સુપ્રીમમાં નહીં જઈએ. આ નિવેદને ભારે આક્રોશ ફાટી નીકળ્યો એટલે મોડી સાંજે ચોખવટ કરી કે વિવાદ લાંબો ન ખેંચાય એટલે અમો કોર્ટના ચકકરમાં પડવા માગતા નથી. ઘરમેળે સમાધાનનો પ્રયાસ કરીશું. સમાધાન એટલે કૂલડીમાં ગોળ ભાંગવો. રાજય સરકારનું આવું માયકાંગલું વલણ છેક ગયા માર્ચથી છે. કેળનું પાણી પી ગઈ હોય તેમ સરકારને ખબર નૈ કેમ શૂરાતન ચડતું જ નથી. રાજકીય હરીફો કહે તેમાં દમ લાગે છે કે કોરોનાના કારણે ગુજરાત વિધાનસભાની પેટા-ચૂંટણીઓ પણ કદાચ મુલવતી રહેવાની હોઈ સરકારને પ્રજાની ‘સંવેદના’ની હાલ ગરજ નથી. વાતે’ય ખરી લાગે છે. દિલ્હીની કેજરીવાલ સરકારે આખરે વેટ ઘટાડીને પણ ડીઝલ લિટરે સાડા આઠ રૂપિયા સસ્તું કરી ગજબનો દાખલો બેસાડયો તેમ ગુજરાત સરકાર કેમ બેસાડતી નથી? પેટા-ચૂંટણી થવાની નથી એટલે? વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે હાઈકોર્ટમાં સરકારે જાણી-જોઈને હાર સ્વીકારી લીધી છે. મતલબ કે મેચ ફિકસ હતો! હવે વાલીઓએ વિચારવાનું છે અને છાત્રોએ અનુસરવાનું છે. યાદ રહે ખાડો કર્યા વિના ટેકરો ના થાય. મીંઢી અને કાળમીંઢ સરકાર સામે પારકા આંદોલનોએ ફતેહ ન મળે. ભીતરનો અગ્નિ ભડકે બળવો જોઈએ. શાંતિની સ્થાપના માટેય કરવું તો યુધ્ધ જ પડે..રિલેટેડ ન્યૂઝ