અર્જૂન એવોર્ડ વિજેતા અશ્ર્વ હણહણશે ઑલિમ્પિકમાં

ભારતમાં ઘોડા સવારી અને તેને લાગતી ઘણી બધી પ્રવૃત્તિઓ હડપ્પન સંસ્કૃતિઓના સમયથી ચાલે છે. પણ ઓલિમ્પિકમાં રમાતી રમત દેશમાં એટલી પ્રખ્યાત નથી. આટલા વર્ષમાં માત્ર 2 ઘોડાસવાર જ ભારતને અશ્વારોહણમાં પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. 1996ની એટલાન્ટા ઓલિમ્પિક્સમાં આઈ. જે. લાંબા અને 2000ના સીડની ઓલિમ્પિકમાં ઈમતિયાઝ અનીસએ ભારતનું (અશ્વારોહણ) રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 20 વર્ષના લાંબા અંતરાલ બાદ કોઈ ભારતીય ઘોડાસવારમાં ભાગ લેવા જઈ રહ્યો છે. 2020ના ટોક્યો ઓલિમ્પિક્સમાં 29 વર્ષીય બેંગ્લોરનો ફવાદ મિર્ઝા (અશ્વારોહણ) માં દેશ માટે દજારા ઘોડાને દોડાવશે. તો ચાલો જાણ્યે ફવાદ મિર્ઝા અને તેના ઘોડાની ખાસિયત વિશે.
ફવાદ મિર્ઝા મૂળ કર્ણાટકના બેંગ્લોરથી છે. અને તે બાળપણથી ઘોડાઓ વચ્ચે મોટો થયો છે. તેના પિતા હશન્ને મિર્ઝા પણ એક ઘોડાસવાર હતા. મિર્ઝા પરિવારની 7 પેઢીઓ
(અશ્વારોહણ) સાથે જોડાયેલી છે. જેના કારણે (અશ્વારોહણ) ફવાદના લોહીમાં છે. ફવાદ (અશ્વારોહણ)ની ઈવેન્ટિંગ કેટેગરીમાં ભારતનું ઓલિમ્પિક્સમાં પ્રતિનિધિત્વ કરશે.
ફવાદનું નામ ત્યારે ચર્ચામાંઆવ્યું જ્યારે ફવાદ મિર્ઝાએ 2018ના જકારતા ખાતે યોજાયેલા એશિયન ગેમ્સમાં 2 સિલ્વર મેડલ દેશ માટે જીત્યા હતા. જેમાં, એક મેડલ વ્યક્તિગત ઈવેન્ટિંગમાં અને બીજો મેડલ ટીમ ઈવેન્ટિંગમાં મળ્યો હતો. ફવાદ 1982
બાદ પ્રથમ ભારતીય બન્યો જેને (અશ્વારોહણ)ના વ્યક્તિગત ઈવેન્ટિંગ માટે કોઈ મેડલ મળ્યો હતો. ફવાદ મિર્ઝા 2019માં પોલેન્ડ ખાતે યોજાયેલા જ ઈવેન્ટનો પણ વિજેતા રહી ચુક્યો છે અને તેણે અર્જૂન એવોર્ડ પણ મળ્યો છે. ફવાદ મિર્ઝા 2 દાયકા બાદ પ્રથમ ભારતીય ઘોડાસવાર છે. જે ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સાઉથ ઈસ્ટ એશિયા, ઓસિયાના ગૃપમાં પ્રથમ ક્રમાંકે આવતા ફવાદ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થયો હતો.

રિલેટેડ ન્યૂઝ