અમદાવાદમાં સરદારધામ ફેઇઝ-1નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા વડાપ્રધાન

200 કરોડના ખર્ચે સરદારધામ ભવન નિર્માણ પામ્યું છે

તા.11ના રોજ અમદાવાદમાં 200 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ સરદારધામ ભવનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું. સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા તથા ટીમના ભગીરથ પ્રયાસોથી ઉભુ કરવામાં આવેલ સરદારધામ સંકુલ ના લોકાર્પણનું સૌરાષ્ટ્રમાં 18 જગ્યાએ એકસાથે ખાસ કાર્યક્રમોનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવેલું જેમાં સામાજિક અગ્રણીઓ, ટ્રસ્ટીગણ તથા રાજકીય મહાનુભાવોએ બહોળા પ્રમાણમાં હાજરી આપીને કાર્યક્રમ નિહાળી સરદારધામની કામગીરીને બિરદાવી હતી.
નરેન્દ્રભાઈએ
પાટીદાર સમાજની દિકરીઓ માટે જી.પી.એસ.સી. યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન મળી રહે તે માટેના પાટીદાર સમાજ દ્વારા વિચારથી સમાજ નીર્માણની સાથે સાથે રાષ્ટ્રનિર્માણનાકાર્યમાં જે પાટીદાર સમાજનો સહયોગ રહ્યો છે તે બાબતે સરદારધામના દ્રષ્ટિકોણને અભિનંદન પાઠવેલા.
સમગ્ર કાર્યક્રમોને સફલ બનાવવા માટે સરદારધામ યુવાતેજ તથા તેજસ્વીનીના કાર્યકર ભાઈઓ તથા
જીપીબીઓ એ ખૂબ મહેનત ઉઠાવીને સૌરાષ્ટ્રઝોન પ્રભારી સુભાષભાઈ ડોબરીયા અને જીપીબીએસ ક્ધવીનર મંથનભાઈ ડઢાણીયા તથા યુવાતેજ ક્ધવીનર યતીનભાઈ રોકડ તથા તેજસ્વીની ક્ધવીનર જ્યોતિબેન ટીલવા તથા જાગૃતિબેન ઘાડીયાએ જહેમત ઉઠાવેલી અને સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના ભાવ સાથે જય સરદાર, જય પાટીદાર તથા ભારત માતાકી જય બોલાવી કાર્યક્રમને સફળ બનાવેલો. ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, પ્રદીપભાઈ ડવ, પુષ્કરભાઈ પટેલ, કમલેશભાઈ મીરાણી, બી.એચ. ઘોડાસરા રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ