અકસ્માત પછી રસ્તા પર દારૂ, બિયરની રેલમછેલ: વાત જિલ્લા પોલીસવડા સુધી પહોંચી મામલો રફે દફે કરવાનો પ્રયાસ નાકામ: મુખ્યમંત્રીના આગમનના આગલા
દિવસે જ પોલીસની છબી કલંકિતદારૂની 250 થી 300 બોટલ પ્યાસીઓ ‘લૂંટી’ ગયા
જાંબુડીયા નજીક વહેલી સવારે દારૂ ભરેલી સ્કોર્પિયો પલટી મારી જતાં રોડ પર
દારૂ સાથે પકડાયેલા એલઆરડી જવાન નશામાં હોવાની ચર્ચા? તપાસ
સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે પકડાયેલા બન્ને એલઆરડી કોન્સ્ટેબલ ચિક્કાર નશામાં હોવાની પોલીસબેડામાં ચર્ચા થઇ રહી છે. દારુ ભરવા કયારે ગયા હતા? બન્ને નોકરી ક્યારની હતી? એ મુદ્દે તપાસ ચાલી રહી છે.
બે માસ પૂર્વે અમદાવાદના ASI દારૂની કારનું પાયલોટીંગ કરતા રાજકોટમાં પકડાયા’તા
શહેર પોલીસની એસઓજીના સ્ટાફે ત્રણ માસ પહેલાં વિદ્યાનગર મેઇન રોડ પરથી દારૂ ભરેલી કાર તેમજ અન્ય કારમાં દારૂ ભરેલી કારનું પાયલોટીંગ કરી રહેલા અમદાવાદના રામોલ આઇ ડીવીઝનના એસએસઆઇ વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર સહિત ત્રણની ધરપકડ કરી હતી. એસઆઇ ચાલુ ફરજે અમદાવાદથી દારૂની કારનું પાયલોટીંગ કરી રહ્યો હતો અને હજી જામીન મળ્યા નથી.
રાજકોટ તા.20
ગુજરાતમાં દારુબંધીના કડક અમલ માટે સરકારે કડક કાયદો અમલી બનાવ્યો છે. પરંતુ કાયદાની અમલવારી કરવાની જવાબદારી સંભાળતા પોલીસકર્મીઓ જ દારૂની હેરાફેરીમાં ડૂબી
નજીક સ્ક્રોર્પિયો પલટી જતાં રોડ પર દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. દારૂ ભરીને આવી રહેલા બન્ને પોલીસમેને મામલો રફેદફે કરવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું પરંતુ મામલો જિલ્લા પોલીસવડા અને રેન્જ આઇજી સુધી પહોંચી જતાં બન્ને પોલીસમેનને સકંજામાં લઇ લેવાયા છે. રાજકોટમાં મુખ્યમંત્રીના આગમનના આગલા દિવસે જ બે પોલીસમેન દારૂની હેરાફેરીમાં પકડાતા પોલીસબેડામાં ભારે ચકચાર જાગી છે.
પોલીસબેડા માટે કલંક સમાન બનાવની પ્રાપ્ત વિગત મુજબ, મોરબી-વાંકાનેર રોડ પર જાંબુડીયા ગામ નજીક આજે વહેલી સવારે આશરે 7:30 વાગે દારુ ભરેલી સ્કોર્પિયો પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં દારુની પેટીઓમાંથી બોટલો રસ્તા ઉપર ફેંકાઇ હતી જે પૈકી કેટલીક બોટલો ફૂટી જતાં રોડ પર દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. બનાવની જાણ થતાં પસાર થઇ રહેલા વાહનચાલકો તેમ આસપાસના રહેવાસીઓ ભેગા થઇ ગયા હતા. સ્કોર્પિયોમાં દારૂ ભરીને આવી રહેલા બે શખસે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને લોકોને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મામલો જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા સુધી પહોંચી જતાં તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે રવાના થઇ ગઇ હતી.
ઘટના સ્થળે દારૂ ભરેલી સ્કોર્પિયો પલટી મારેલી હાલતમાં હતી. સ્થાનિક પોલીસ સાથે પણ રાજકોટના બન્ને પોલીસમેને મામલો રફેદફે કરવાના પ્રયાસ કર્યા હતા. પોલીસ મક્કમ રહેતા બન્ને પોલીસકર્મીએ સંબંધિત અધિકારી સાથે ગેરવર્તન કરતા બન્નેને સકંજામાં લઇ લેવાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, સ્કોર્પિયોમાંથી દારૂની ત્રણ પેટી(36) બોટલ અને 32 બિયર મળી આવ્યા છે અને પકડાયેલા બન્ને કોન્સ્ટેબલના નામ રાજદિપસિંહ તેમજ પૃથ્વીસિંહ હોવાનું તેમજ બન્ને માલવિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનું માલુમ પડ્યું છે. આ મામલે ગુનો નોંધવા તજવીજ ચાલુ છે.