Site icon Gujarat Mirror

વડાપ્રધાન સાથે રાત્રી ભોજનમાં જોડાયા ગુજરાતના સાંસદો

હાલના પાર્લામેન્ટ નાં શીતકાલીન સત્ર દરમ્યાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એન.ડી.એ.નાં તમામ સાંસદો માટે રાત્રી ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું. આ સમારંભમાં, એન.ડી.એ.નાં તમામ સાંસદો, ભારત સરકારની કેબીનેટના તમામ મંત્રીઓ, સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડડા તથા ગ્રહ મંત્રી અમિતભાઈ શાહ, અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ. સંતોષ સહિતના એ હર્ષભેર ભાગ લીધેલ હતો. ગુજરાતના સાંસદો,રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયા, મહેસાણાનાનાં સાંસદ હરિભાઈ પટેલ, સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ, વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ, ખેડાના સાંસદ દેવુંશિહ ચૌહાણ વિગેરેએ હાજરી આપેલ હતી. આ સમારંભમાં વધાપ્રધાન મોદી દરેક સાંસદોને રૂૂબરૂૂ મળી સૌનું અભિવાદન કરેલ હતું.

Exit mobile version