Connect with us

ગુજરાત

ગુજરાત ATSએ આણંદથી પકડયો પાકિસ્તાની જાસૂસ, આ રીતે પાકિસ્તાનને મોકલતો ગુપ્ત હતો માહિતી

Published

on

આણંદના તારાપુરમાંથી લાભશંકર મહેશ્વરી નામનો પાકિસ્તાની જાસૂસ ઝડપાયો હતો. ગુજરાત એટીએસએ લાભશંકર મહેશ્વરીની ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસએ જણાવ્યું હતું કે લાભશંકર વર્ષ 2022ની શરુઆતથી પાકિસ્તાનની જાસૂસ એજન્સીના સંપર્કમાં હતો. લાભશંકર મૂળ પાકિસ્તાની હિંદુ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે લાભશંકર ઈન્ડિયન આર્મીના જવાનોના મોબાઈલ નંબર પહોંચાડતો હતો. ટેકનોલોજીથી ડિફેન્સના કર્મચારીઓના નંબર મોકલતો હોવાનો ખુલાસો પણ થયો હતો. જાસૂસીના બદલામાં પાકિસ્તાન લાભશંકરને મોટી રકમ ચૂકવે છે.

ગુજરાત એટીએસએ જણાવ્યું કે લાભશંકર વર્ષ 1999માં પત્ની સાથે સારવાર માટે ભારત આવ્યો હતો. ભારત આવ્યા બાદ સાસરીયાની મદદથી તેણે કરિયાણાની દુકાન શરૂૂ કરી અને લાભશંકરને વર્ષ 2006માં ભારતની નાગરિકતા મળી હતી. આરોપી વર્ષ 2022ની શરુઆતમાં પાકિસ્તાન ગયો હતો અને ત્યારે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં આવ્યો હતો. વ્હોટ્સએપ એકાઉન્ટની સુવિધા માટે પાકિસ્તાન સીમકાર્ડ મોકલ્યુ હતું.

દિલ્હીમાં પાકિસ્તાની એમ્બેસીની સંડોવણી છે કે નહી તેની ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. વ્હોટ્સએપના ઘઝઙ મોકલવાનું કામ લાભશંકર કરતો હતો. તેણે જામનગરના વ્યક્તિના નામ પરથી સીમકાર્ડ ખરીદ્યુ હતું. જેના નામ સીમ કાર્ડ છે તે વ્યક્તિ હાલ ભારતની બહાર છે. શકલીન સોમાલિયા અને અઝગર હાલમાં દુબઈમાં છે.

ગુજરાત અઝજ ટીમે આરોપીની અટકાયત કરી પ્રારંભિક પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, લાભશંકર મહેશ્વરી મૂળ પાકિસ્તાની હિન્દુ છે જે 1999માં તેની પત્ની સાથે પ્રજનન સારવાર માટે ભારત આવ્યો હતો. શરૂૂઆતમાં તે તારાપુરમાં તેના સાસરિયાના ઘરે રહેતો હતો. તેણે લાંબા ગાળાના વિઝા એપ્લાય કરવાનું ચાલુ રાખ્યું અને તેના સાસરિયાઓના સમર્થનથી તારાપુરમાં કરિયાણાની દુકાન, અનેક ભાડે આપેલી દુકાનો/સ્ટોર અને પોતાનું એક ઘર સાથે પોતાને એક સફળ વેપારી બન્યો હતો. આ દરમ્યાન આ દંપતીને કોઈ બાળક ન હતુ. ત્યારબાદ તેમને 2006માં ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.

માહિતી એવી પણ મળી છે કે, 2022ની શરૂૂઆતમાં આરોપી પાકિસ્તાનમાં તેના માતા-પિતાની મુલાકાતે પણ ગયો હતો. આરોપીની વિઝા પ્રક્રિયા દરમિયાન અને તેના માતા-પિતાના ઘરે પાકિસ્તાનમાં રોકાણ દરમિયાન ત્યાં ખેતી પણ કરતો હતો. માનવામાં એવું પણ આવે છે કે, તે ત્યારથી જ તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે વાતચીત કરી રહ્યો છે. ત્યારે વ્હોટ્સએપ એકાઉન્ટની સુવિધા પણ લીધી હતી. આ ઉપરાંત તેણે સિમ કાર્ડ પાકિસ્તાનમાં મોકલ્યું હતું અને પાકિસ્તાની એજન્સી વતી અન્ય કેટલાક શંકાસ્પદ જાસૂસી વાહકોને નાણાં ટ્રાન્સફર કરવા સહિત પાક એજન્સીને અન્ય સહાય પૂરી પાડી હતી.

 

ભારતીય નાગરિકોના મોબાઇલ સાથે ચેડાં કરી માહિતી મોકલતો

આરોપી પાકિસ્તાની એજન્ટ લાભશંકર વોટ્સએપ નંબર પર ભારતીય નાગરિકોના મોબાઇલ સાથે ચેડા કરીને તેમાંથી માહિતી મેળવીને પાકિસ્તાન એજન્સીને પણ મોકલતો હતો. જેથી તેણે ભારતીય ઈંઝ અધિનિયમનું ઉલ્લંઘન કર્યાનું સામે આવ્યું છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે આરોપીની સંડોવણીને લગતા તમામ પાસાને ગુજરાત પોલીસ એટીએસ દ્વારા વિશ્ર્લેષણ કરવામાં આવી રહ્યું છે. બાદમાં ટૂંક સમયમાં સ્થાનિક કોર્ટમાં આરોપીની રજૂ કરી પોલીસ કસ્ટડી માટે રિમાન્ડ મેળવશે.

rajkot

બાર એસો.ની ચૂંટણીનો જંગ જામ્યો : ઉમેદવારો એકબીજાને ભરી પીવાના મૂડમાં

Published

on

રાજકોટ બાર એસોસિએશનની પ્રતિષ્ઠા ભરી ચૂંટણી જંગમાં શિયાળાની ઠંડીમાં ગરમીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં લીગલ સેલ દ્વારા સમરસ પેનલને મેદાનમાં ઉતારવામાં આવી છે. સમરસ પેનલના ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્રો ભર્યા હતા. જ્યારે ચૂંટણી જાહેર થઈ તે પૂર્વે જ પ્રમુખ પદમાં દાવેદારીની બકુલ રાજાણીએ જાહેરાત કરી ચુક્યા છે. જ્યારે એક જૂથ ઉમેદવારી ફોર્મ ભરાયા પછી પત્તા ખોલે તો નવાઈ નહીં તેવું ચર્ચા રહ્યું છે. લીગલ સિનિયર જુનિયર વકીલોનો ટેકો હોવાની સાથે પ્રમુખ પદમાં સ્વતંત્ર રીતે બકુલ રાજાણી અને સેક્રેટરી તરીકે સુમિત વોરા આવતીકાલે ઉમેદવારી નોંધાવાના છે.
બાર એસોસિએશનની ચૂંટણી આવતા વર્ષે યોજાનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું મહત્વનું પરિબળ બની રહેશે બાર એસોસિએશનની ચૂંટણી જંગમાં સિનિયર જુનિયરો કોની તરફે ઝુકશે તે હજુ સુધી કોઈએ પત્તા ખોલ્યા નથી. તેમજ મહિલા ધારાશાસ્ત્રી કયા જૂથ તરફે મતદાન કરેશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે આ ઉપરાંત સરકારી વકીલો માટેના કલેકટર કચેરી દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા બાદ નિમણૂક કોની કોની થાશે તે પરિબળ પણ ચૂંટણીમાં મુખ્ય ભાગ ભજવે તો નવાઈ નહીં ઘંટેશ્વર ખાતે નવનિર્માણ પામેલી કોર્ટ બિલ્ડીંગનુ લોકાર્પણ, વકીલોના પ્રશ્નોને કોણ ન્યાય અપાવશે અને રાજકોટ સહિત રાજ્યભરમાં બારની ગરિમા વધારી શકે તેવા વકીલોને વિજય બનાવવા કોર્ટ લોબીમાં ચર્ચા રહ્યું છે.

ઉપપ્રમુખપદે સિધ્ધરાજસિંહ જાડેજા અને હરેશભાઇ પરસોંડાએ નોંધાવી સ્વતંત્ર ઉમેદવારી

બાર એસોસીએશનની ચુંટણીમાં ઉપ-પ્રમુખ પદના હોદા માટે અગ્રણી ધારાશાસ્ત્રી સિધ્ધરાજસિંહ કે. જાડેજા અને હરેશભાઇ પરસોંડાએ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી છે. સિધ્ધરાજસિંહ જાડેજા છેલ્લા 25 વર્ષથી વધારે સમયથી ફોજદારી પ્રેકટીશ કરે છે અને રાજકોટ બાર એસોસીએશનમાં કારોબારી સભ્યથી લઈ વિવિધ હોદ્દાઓ ઉપર 8 વખત ચુંટાઈ આવ્યા છે. સિધ્ધરાજસિંહ જાડેજા રાજકોટ બારમાં અનુભવી ઉમેદવાર છે. અને વકીલો માટે ઉત્કૃષ્ઠ કામગીરી કરી વકીલોનાં પ્રશ્નોને વાચા આપી નિષ્ઠા પૂર્વક, ઈમાનદારીથી કામગીરી રહ્યા છે. બાપુનાં હુલામણા નામથી ઓળખાતા સિધ્ધરાજસિંહ જાડેજા અને સિનિયર એડવોકેટ હરેશભાઇ પરસોંડાને તમામ બાર એસોસીએશનનાં સીનીયર- જુનીયર ધારાશાસ્ત્રીઓ વિશાળ સંખ્યામાં ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતાં.

સમરસ પેનલના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા

રાજકોટ બાર એસોસિએશનની આગામી વર્ષ 2023-24ના વર્ષની 22 ડીસેમ્બર 2022 ના રોજ યોજાનારી ચુંટણીમાં આજરોજ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલે ફોર્મ ભ2ી અને દાવેદા2ી નોધાવી છે. ફોર્મ ભરવા જતા પહેલા સમરસ પેનલના ઉમેદવારોને સીનીય2 જુનીયર વકીલોએ હાજરીમાં કોર્ટ કંમ્પાઉન્ડમાં વિજયના નાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ પણ ચૂંટણી જંગના મેદાનમાં આવી છે. ત્યારે આજે સમરસ પેનલના પ્રમુખ પદ માટે કમલેશભાઈ શાહ, ઉપ પ્રમુખ પદ માટે સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી પદ ઉપર પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી પદ માટે જ્યેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝ22 પદ માટે રાજેન્દ્રસિંહ ડી. ઝાલા, લાઈબ્રેરી સેક્રેટરી પદ માટે મેહુલ મહેતા, કારોબારી સભ્યો તરીકે નીશાંત જોષી, ભાવેશ રંગાણી, અમીત વેકરીયા, પ્રવીણ સોલંકી, અજયસિંહ ચૌહાણ, સાગર હપાણી, યશ ચોલેરા, વીશાલ કોટેચા અને રણજીત મકવાણા તેમજ મહિલા કારોબારી અનામત પદ માટે રેખાબેન પટેલે તેમના ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારી અતુલભાઇ દવે, કેતનભાઈ શાહ અને જયેશભાઇ અતીત સમક્ષ રજુ કરી ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે બહોળી સંખ્યામાં સિનીયર જુનિયર વકિલોએ ઉપસ્થિત રહી સમરસ પેનલના તમામ ઉમેદવારોના હારતોરા કરી જીતની શુભેચ્છા પાઠવી હતી.

 

Continue Reading

rajkot

વકીલોના ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લેનાર ગેંગ ઝડપાઇ

Published

on

રાજકોટ શહેરમાં અગાઉ રેવન્યુની પ્રેક્ટીસ કરતા વકીલોના ખાતામાંથી એક મહિનામાં બે-બે વખત 10-10 હજાર મળી 18થી વધુ જેટલા વકીલોના ખાતામાંથી લાખોની રોકડ રકમ બારોબાર ઉપડી ગયાની વકીલોને જાણ થતા સબરજીસ્ટ્રર સમક્ષ રજૂઆત કરી ગુજરાત સરકારના ગરવી સોફ્ટવેર હેક થયાનો આક્ષેપ કર્યો હતો.જ્યારે અમુક વકીલોએ આ બનાવ સંદર્ભે સાઈબર ક્રાઇમમાં પણ ફરિયાદ કરતા સનસનાટી મચી ગઈ હતી.
આ બનાવમાં અગાઉ શહેરમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા અનેક વકીલના ખાતામાંથી ગઠિયાએ નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. રેવન્યુ બાર એસો. દ્વારા રજિસ્ટ્રાર,પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતનાઓને આ અંગે રજૂઆત કરી હતી. બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ધરાવતા અને સાયબર ફ્રોડથી રૂૂ.10 હજાર ગુમાવનાર રેવન્યુ પ્રેક્ટિસ કરતા એડવોકેટ ભાવિનભાઇ મગનભાઇ મારડિયાએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેઓ ઉપરાંત અન્ય 18 વકીલોના બેંક ખાતામાંથી કુલ રૂૂ.3,12,485ની રકમ ઉપડી ગયાનું ફરિયાદમાં જણાવ્યું હતુ.
આ બનાવમાં સાયબર ક્રાઇમના એસીપી વિશાલ રબારીની રાહબરીમાં પીઆઇ કે.જે.મકવાણા,એએસઆઈ વિવેકકુમાર કુછડીયા,સંજયભાઈ ઠાકર, પ્રદીપભાઈ કોટડ, રાહુલભાઈ અને હરેશભાઈ સહિતના સ્ટાફે કરેલી તપાસ મુજબ ટેક્નિકલ એનાલિસિસને આધારે જે ખાતામાં નાણાં જમા થયા તે રાજસ્થાનના બિકાનેરની બેન્કનું હોવાનું ખુલતા પોલીસની ટીમોએ 10 દિવસ સુધી રાત-દીવસ સતત મહેનત કરી કૈલાશ કાનારામ ઉપાધ્યાય (રહે. શનિચર મંદીર પુગલ રોડ સર્જી મંડીની પાછળ બિકાનેર રાજસ્થાન) અને મનોજ રાજુરામ કુમ્હાર (રહે.603 ડી પુરાના શિવ મંદીર વોર્ડ નં.2 બંગલા નગર બિકાનેર રાજસ્થાન)ને પકડી લીધા હતા.
સાયબર ક્રાઇમમાંથી જાણવા મળ્યું હતું કે આ બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરતા દિવસ ચારના રિમાન્ડ મળ્યા હતા.તેમજ આ ગુન્હાનો મુખ્ય સૂત્રધાર પકડવા વધુ એક ટીમ રાજસ્થાન રવાના થઈ છે.

Continue Reading

rajkot

જનાના હોસ્પિ.ના 11 માળ ફાયરની મંજૂરી વગર ખડકાઇ ગયા!

Published

on

રાજકોટમાં નિર્માણ પામેલ જનાના હોસ્પિટલના બાંધકામમાં મોટી ભુલ બહાર આવી છે. હોસ્પિટલમાં રિફ્યુઝ એરિયા મુકવાનું ભુલી જવાતા ફાયર વિભાગે હવે એનઓસી આપવાની ના પાડી દેતા એરિયા મુકવા માટે ચાર માળમાં મોટીભાંગફોડ કરી 40 લાખનો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. પરંતુ રિફ્યુઝ એરિયા શા માટે ન મુકાયો તેનું કારણ મહાનગર પાલિકામાંથી જાણવામ ળેલ છે. 11 માળના બિલ્ડીંગ માટે પ્લાન મુકવામાં આવેલ જેમાં ફાયર વિભાગની મંજુરી લીધા વગર ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી મંજુરી મેળવે બાંધકામ કરી લેતા હવે ટાઉન પ્લાનીંગ વિભાગની લાપરવાહી કે સરકારી ઈમારત હોવાના કારણે બાંધછોડ કરવામાં આવી છે. તે મુદ્દે કોર્પોરેસનમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
શહેરમાં 15 મીટરથી વધુ ઉંચાઈની ઈમારત બનાવવા માટે આર્કિટેક દ્વારા લેઆઉટ પ્લાન મુકવામાં આવે તે પ્રથમ ફાયર વિભાગને આપવાનું હોય છે. જેમાં ફાયર વિભાગ ફાય એનઓસી અંતર્ગત ક્યા પ્રકારનું બાંધકામ કરવામાં આવસે તેનો અભ્યસા કરી જરૂરી સુધારા-વધારા કરે છે. ત્યાર બાદ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ઈમારતને બાંધકામની મંજુરી મળે છે. પરંતુ જનાના હોસ્પિટલના લેઆઉટ પ્લાનમાં આ નિયમનો ઉલાળીયો કરવામા આવ્યો હોવાનું ખુલવા પામ્યુ છે. જનાના હોસ્પિટલો લેઆઉટ પ્લાન ફાયર વિભાગને મંજુરી અર્થે આપવાના બદલે ટાઉન પ્લાનીંગ વિભાગમાં રજૂ કરી મંજુરી મેળવી લેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. અને ટાઉન પ્લાનીંગ વિભાગે ફાયર વિભાગની મંજુરી વગર કેવી રીતે બાંધકામની મંજુરી આપી દીધી તે પણ તપાનસો વિષય બન્યો છે. છતાં લોકાર્પણ થાય તે પહેલા જ જનાના હોસ્પિટલને ફાયર એનઓસી ન મળતા હોસ્પિટલ ખુલ્લી મુકવામાં હવે સમય લાગશે તેવું લાગી રહ્યું છે.
જનાના હોસ્પિટલના 11 માળના બિલ્ડીંગમાંથી લેઆઉટ પ્લાન મુકવામાં આવેલ જેમાં દર્શાવ્યા મુજબ આ હોસ્પિટલમાં નવજાત શિશુ અને માતાની સારવાર માટે એક જ જગ્યાએ અલાયદો વોર્ડ, બાળકો માટે વેન્ટિલેટર સાથે 25 બેડનું આઈ.સી.યુ., મોટા બાળકો માટે 44 બેડનું હાઈ ડીપેન્ડન્સી યુનિટ, પોર્ટેબલ સોનોગ્રાફી, ઇકો કાર્ડિયોગ્રાફી મશીન જેવી સુવિધાઓ, શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ બાળકોની સારવાર માટેનું ડી.ઈ.આઈ. સેન્ટર, કુપોષિત બાળકોના વજન વધારવા માટેનું 25 બેડનું એન.આર. સેન્ટર, હિમોફેલિયા અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવા માટેનો અલગ વિભાગ ઉપરાંત પીડિયાટ્રિક ન્યુરો સર્જીકલ અને સર્જીકલ વિભાગ, બાળકો રમત રમી શકે તે માટે પ્લે એરિયા, તેમજ એન.આઈ.સી.યુ. ટ્રેનિંગ માટે 100 બેઠકનું ટ્રેનિંગ સેન્ટર તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર દર્દીનું રજીસ્ટ્રેશન, વેઇટિંગ કમ નોલેજ શેરિંગ, પ્રસુતિ અને સ્ત્રી રોગ ઈમરજન્સી સારવાર અર્થે 6 બેડનો ટ્રાએજ એરિયા, મમતા ક્લિનિક ઉપરાંત સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ સહિતની સુવિધા એક જ માળે ઉભી કરવામાં આવી છે. આ સાથે અન્ય માળ પર 9 ઓપરેશન થીયેટર બ્લોક, 18 બેડનો આગમન કક્ષ (પ્રસુતિ રૂૂમ), રિસ્કી ડિલિવરી માટે ક્વોલિફાઈડ નર્સીઝ દ્વારા ચાર બેડનો મીડ વાઈફ લેડ કેર યુનિટ, મમતા ક્લિનિક ઓ.પી.ડી.સહિત ઓલ ઈન વન સ્ટોપ સ્ટેશન, ગાયનેક ઓ.પી.ડી. સહિતનું બાંધકામ કરવામાં આવ્યું છે. પરંતુ હોસ્પિટલના ચાર માળમાં રિફ્યુઝ એરિયા મુકવાનું ભુલાઈ ગયું છે. જેના કારણે આઈસીયુ વિભાગમાં આગની દૂર્ઘટના બને ત્યારે દર્દીઓને બહાર કાઢવા અને એકઠા કરવા માટેનો હોલ ન હોવાથી મુસ્કેલી સર્જાઈ શકે હવે આ ચાર માળ ઉપર બાંધકામોમાં તોડફોડ કરવી પડશે ત્યાર બાદ ફાયર એનઓસી મળશે તેમ જાણવા મળેલ છે.
જનાના હોસ્પિટલનું કોકડું ફાયર એનઓસી વાંકે ગુચવાયું છે. આ બાબતે મહાનગરપાલિકાના એક પણ અધિકારી કઈ પણ બોલવા તૈયાર નથી. પરંતુ ખુણેખાચરે ચર્ચા જાગી છે કે, બિલ્ડરો પાસેથી મલાઈ તારવવામાં પાછીપાની ન કરનાર ટીપી વિભાગના અમુક ભ્રષ્ટ અધિકારીઓએ આ સરકારી ઈમારતમાં બેદરકારી દાખવી શું મેળવ્યુ હશે કારણ કે પ્રાયવેટ ઈમારતમાં રહેનાર પોતે જવાબદાર હોય છે. પરંતુ જિલ્લાની સૌથી મોટી અને સ્ત્રીઓ અને બાળકો માટેની જનાના હોસ્પિટલમાં ફાયર સેફ્ટી બાબતે બેદરકારી દાખવી મોટી ભૂલ કરી છે. જે ક્ષમા પાત્ર નથી છતાં હવે ભૂલ સુધારી બોધપાઠ લેશે.

પ્રાઈવેટ હોસ્પિટલો ઉપર દંડો ઉગામતું તંત્ર ચૂપ!

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે તમામ હોસ્પિટલોને ફાયર સેફ્ટીના સાધનોથી સજજ કરવાની સુચના આપેલ જે અંતર્ગત મનપાના ફાયર વિભાગ દ્વારા સતત એક વર્ષ સુધી ખાનગી હોિસ્પિટલો વિરુદ્ધ અભિયાન હાથ ધરી અનેક હોસ્પિટલોના બાંધકામોના ફેરફાર કરાવ્યા હતા. બેડવાળી હોિસ્પિટલોમાં રિફ્યુઝ એરિયા તમજ એક્ઝિટ ગેટ સહિતના મુદ્દે પણ અનેક વખત માથાકુટ થયેલ છતાં આજની તારીખે નવી હોિસ્પિટલોના બાંધકામ સમયે પ્રથમ ફાયર વિભાગમાં મંજુરી લેવી પડે છે. ત્યાર બાદ ટીપી વિભાગ બાંધકામની મંજુરી આપતું હોય છે. આથી પ્રાયવેટ હોસ્પિટલો ઉપર દંડો ઉગામતું તંત્ર હજારો સ્ત્રીઓની જે સ્થળે સારવાર થવાની છે તેમાં બેદરકાર અને ચૂપ કેમ રહ્યું તેવી ચર્ચા જાગી છે.

કમ્પ્લિશન સર્ટિ મળ્યું છે કે નહીં ?

નવનિર્મિત જનાના હોસ્પિટલનું લોકાર્પણ ફાયર એનઓસીના વાંકે અટકી પડ્યું છે બાંધકામ સમયે લેઆઉટ પ્લાનમાં ફાયર વિભાગની મંજુરી ન હોવા છતાં 11 માળનું બાંધકામ ખડકી દેવાયું છે ત્યારે બાંધકામ થયા બાદ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા પ્લાન મુજબ બાંધકામ થયું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી કે નહીં તેમજ આ બાંધકામનું કમ્પલીશન સર્ટી આપવામાં આવ્યું છે કે નહીં તે સહિતની બાબત તપાસનો વિષય બની રહ્યો છે. છતાં કંપ્લીશન સર્ટી આપી દેવામાંઆવ્યું હોય તો ટાઉન પ્લાનીંગ વિભાગે કઈ રીતે સર્ટી આપવાની તે પણ તપાસ જરૂરી બને છે

ચારમાળમાં ભાંગતોડ કરી લોખંડની પ્લેટ મુકાશે

જનાના હોસ્પિટલમાં ફાયર વિભાગની મંજુરી વગર બાંધકામ કરી લીધા બાદ ફાયર એનઓસી ન મળતા કોકડું ગુંચવાયું છે ત્યારે હવે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સુરક્ષા માટે ચાર માળમાં રિફ્યુઝ એરિયા મુકવા માટે દિવાલો તોડી લોખંડની પ્લેટો મુકવામાં આવશે જેના કારણે સરકારને 40 લાખથી વધુનો ખર્ચ ભોગવવો પડશે હાલ આ મુદ્દે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ફાયર વિભાગ પાસેથી માહિતી માગવામાં આવી હોવાનું અને ફાયર વિભાગે ફાયર એનઓસી માટે કરવામાં આવેલ અરજીમાં પણ આ પ્રકારના બાંધકામો તોડી રિફ્યુઝ એરિયા મુકવાની સુચના આપી છે. આથી હવે ચાર માળમાં હોલ બનાવવા માટે દિવાલો તોડી લોખંડની પ્લેટ મુકવામાં આવશે.

Continue Reading

Trending