સૌરાષ્ટ્ર
રાજુલામાં મિલેટ ધાન્ય અંગે માર્ગદર્શન અપાયું

રાજુલા તાલુકા માંથી આવેલ ખેડૂતોને મિલેટની ખેતી વિશે માર્ગદર્શન મળી રહે તે માટે વિવિધ પોષક ધાન્યમાંથી બનેલ વાનગીના સ્ટોલ,પાકૃત્તિક ખેતીના સ્ટોલ તેમજ અન્ય ખાનગી કંપની ના સ્ટોલ ઉભા કરવામાં આવેલ હતા.
ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પુરૂૂ પાડેલ હતું, મિલેટની વિવિધ વાનગીઓની સ્પાર્ધા રાખવામાં આવેલ હતી. પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ મિલેટ ની ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
મીલેટ ખેતી કરતાં ખેડૂતોનું સન્માન મહાનુભવો કરવામાં આવ્યું તેમજ વાનગી સ્પર્ધા ના પ્રમાણ પત્રો અને ગિફ્ટ ના વિતરણ કરવામાં આવેલ અને કાર્યક્રમ ના અંતે કાર્યક્રમમાં ખેડૂતો તથા મહેમાનોને ભોજન પીરસવામાં આવેલ હતું. બી.એલ.તેરૈયા વિસ્તરણ અધિકારી ખેતી રાજુલા એ સરસ સંચાલન કર્યું હતું.
નારણ ભાઈ કાછડીયા, સાંસદ સભ્ય અમરેલી, હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય રાજુલા, તાલુકા પંચાયત પ્રમુખ, રાજુલા ,જિલ્લા પંચાયત ના સદસ્ય ઓ તેમજ રાજકીય આગેવાનો, ખેતીવાડી ખાતા માંથી જે.કે.કાનાની,જિલ્લા ખેતીવાડી અધિકારી, કે.સી.ડામોર ,મદદનીશ ખેતી નિયામક, એ.પી.ભવજ્ઞીવફક્ષ. બાગાયત અધિકારી તેમજ ગ્રામસેવક અને આત્મા નો સ્ટાફ હાજર રહેલ.
ગુજરાત
નકલી ટોલનાકા પ્રકરણમાં ઉમિયાધામ – સિદસરના પ્રમુખ જેરામ વાંસજાળિયા નૈતિક કારણોસર રાજીનામું આપે

સમગ્ર પાટીદાર સમાજમાં આ મુદ્દે આક્રોશ હોય આંતરરાષ્ટ્રીય ક્રુર્મી સેનાએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માંગ ઉઠાવી
તાજેતરમાં ગુજરાતના મોરબી જિલ્લામાં આવેલ વઘાસીયા ટોલનાકાને સમાંતર બીજું નકલી ટોલનાક ઊભું કરી વાહન ચાલકો પાસેથી પૈસાનું ઉઘરાણું થતું હોવાનું મામલો સામે આવતા આ જગ્યાના માલિક અમરસિંહ પટેલ સહિત અન્ય આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા ઉમિયાધામ સિદસર નાં પ્રમુખ જેરામ વાંસડિયા ના પુત્ર અમરસિંહ પટેલ મુખ્ય આરોપી હોય આ બનાવના પાટીદાર સમાજમાં ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સંસ્થાના પ્રમુખ એવા જેરામ વાંસજાળીયા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે પાટીદાર સમાજની લડાયક સંસ્થા આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા આ ઘટનાની ગંભીરતાને લઈને કેસની ન્યાયિક તપાસમાં કોઈ અડચણ ન આવે તેમ જ સમાજની બદનામી ન થાય તે હતું થી ઉમિયાધામ શીદસરના પ્રમુખ પદેથી જેરામ વાંસજાળીયાએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ પત્રકાર પરિષદ યોજીને ઉઠાવવામાં આવી છે.
આ બાબતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જીગ્નેશ કાલાવડીયાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ એ રાષ્ટ્રવાદી વિચારોને વરેલો સમાજ છે. સરદાર પટેલ જેવા રાષ્ટ્રના મહાનાયકના સીધા વારસદાર તરીકે પાટીદાર સમાજે નૈતિકતાના ઉચ્ચ મૂલ્યોનું પાલન કરીને અઢારે વરણને રાહ ચિંધવાનો હોય છે ત્યારે રાષ્ટ્રની તિજોરીને સીધું નુકસાન પહોંચાડતી આ ઘટનામાં ઉમિયાધામ શીદસરના પ્રમુખ જેરામ પટેલનાં પુત્રની સીધી સંડોવણી નજરે ચડતી હોય તેઓએ નૈતિકતાની પરંપરાને અનુસરીને પોતાના પદ પરથી રાજીનામું આપીને દાખલો બેસાડવો જોઈએ આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના રાષ્ટ્રવાદને વરેલી સંસ્થા હોય તેમ જ સમાજમાં સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે અને ઉત્કૃષ્ટ કોટીનું નેતૃત્વ મળી રહે તે હેતુથી પ્રેસના માધ્યમથી પાટીદાર સમાજને અપીલ કરે છે કે આ બાબતને ગંભીર ગણીને તમામ સંસ્થાના શ્રેષ્ઠિઓ તેમજ સમાજના બહેનો, માતાઓ વડીલો, યુવાનોએ સાથે મળીને એકતાનો નાદ બુલંદ કરી આ બાબતે આગળ આવવું જોઈએ. આ પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર સમાજના યુવા અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ એક છે અને કાયમ માટે એક રહેવાનો જ અમારી માંગણી માત્ર અને માત્ર સમાજની એકતા અને નૈતિકતાને બનાવી રાખવાની છે સમાજ કોઈ એક વ્યક્તિની જાગીર ન બની જાય તે જોવાનું કામ આપણા સૌનું છે. આંતરરાષ્ટ્રીય કૂર્મી સેનાના ચિરાગ કાકડીયા એ આ તકે જણાવ્યું હતું કે અમે પાટીદાર સમાજના દરેક સંસ્થાના આગેવાન શ્રીઓને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ પણ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે અને સમાજના હિતમાં જે સત્ય વાત હોય એ ઉજાગર કરે અમારી આ માંગ એ સમગ્ર પાટીદાર સમાજની માંગણી છે. સમાજના તમામ વર્ગની માગણી છે અને આ બાબતે જો યોગ્ય નિર્ણય નહી લેવાય તો અગામી દિવસોમાં આગળની રણનીતિ નક્કી કરીને અમો આગળ વધીશું.
કચ્છ
કચ્છમાં બન્નીના ઘાસના મેદાનોમાં વિહરશે ચિત્તા

ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રીડિંગ સેન્ટરને કેન્દ્રની મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સીધા માર્ગદર્શનમાં કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. નકચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાથના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં કચ્છ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા આજે મંજૂરી આપવામાં આવી વન મંત્રી મુળુભાઇએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, દેશમાં ચિત્તાની વસ્તી પુન:સ્થાપિત કરવા માટે ચિત્તાના સંવર્ધનને ટેકો આપવાના હેતુ સાથે ગુજરાતના કચ્છ જિલ્લાના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરીને નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટી (નેશનલ કેમ્પા) હેઠળ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, નવી દિલ્હીને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટને આજે તા. 08.12.2023ના રોજ રાષ્ટ્રીય ઈઅખઙઅની કાર્યકારી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે જે ગુજરાત માટે ગૌરવ સમાન છે. નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન ઓથોરિટી (ગઝઈઅ) આ પ્રોજેક્ટની પ્રગતિ પર નજર રાખશે.
મંત્રીએ કહ્યું હતું કે, ભૂતકાળમાં બન્ની ગ્રાસલેન્ડ ચિત્તાનું રહેઠાણ હતું. સમયાંતરે ચિત્તા લુપ્ત થયા હતા. ગુજરાતે પહેલ કરીને બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારમાં ચિત્તાનું બ્રીડીંગ સેન્ટર બનાવવા માટેનો પ્રોજેકટ તૈયાર કરીને ભારત સરકારને મોકલવામાં આવ્યો હતો. જેને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપતા હવે કચ્છનું બન્ની ગ્રાસલેન્ડ પુન: ચિત્તાના નિવાસસ્થાન તરીકે વિશ્વફલક પર જાણીતું થશે અને કચ્છ સહિત ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે.
અમરેલી
સંવેદનશીલ તંત્ર! ખેડૂતો એક રૂપિયો પણ મૂકે નહીં, એક રૂપરડીની વસૂલાત માટે પાંચના ચાંદલાવાળી નોટિસ

PGVCLએ સાત વર્ષ પહેલાં રદ કનેકશનના બાકી 1 રૂા.ની વસૂલાત માટે કોર્ટ દ્વારા નોટિસ મોકલી
અમરેલીના કુંકાવાવમાંથી એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. અહીં માત્ર 1 રૂૂપિયાની ભરપાઈ કરવા માટે ખેડૂતને કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. કુંકાવાવના ખેડૂતોનો માત્ર એક રૂૂપિયો બાકી હોવાથી PGVCL દ્વારા 1 રૂૂપિયો વસૂલવા માટે કોર્ટ થકી નોટિસ મોકલવામાં આવી છે. જ્યારે ચોંકાવનારી વાત એ છે કે PGVCL દ્વારા માત્ર 1 રૂપિયો વસૂલવા માટે 5 રૂૂપિયાની ટિકિટ લગાવીને ખેડૂતને ટપાલ મોકલવામાં આવી હતી.
અમરેલીના કુંકાવાવમાં રહેતા અને ખેતીકામ કરતા હરેશ સોરઠિયા નામના ખેડૂતને કોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. 7 વર્ષ પહેલાં ખેતરમાંથી કનેક્શન રદ કરવામાં આવ્યું હતું. જો કે, હરેશભાઈને માત્ર 1 રૂૂપિયો બાકી રહેતા હવે તેની વસૂલાત માટે PGVCL દ્વારા કોર્ટની નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ મોકલવા માટે PGVCL દ્વારા 5 રૂૂપિયાની ટિકિટ લગાવીને ટપાલ મોકલવામાં આવી છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હકની વાતો કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ નિર્દયી PGVCL માત્ર 1 રૂપિયા માટે ખેડૂતને કોર્ટમાં લઈ ગયું છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને પ્રાધાન્ય આપી તેમના હિત અને સર્વાંગી વિકાસ માટે અનેક મહત્ત્વપૂર્ણ યોજનાઓ લાગૂ કરવામાં આવે છે. પરંતુ, બીજી તરફ અમરેલીના એક ખેડૂતને માત્ર એક રૂૂપિયો બાકી રહેતા નિર્દયી PGVCL દ્વારા 1 રૂૂપિયાની વસૂલાત માટે કોર્ટની નોટિસ મોકલી છે. જો કે, આ નોટિસ મોકલવા માટે PGVCL દ્વારા રૂૂ. 5ની ટિકિટ લગાવીને ટપાલ મોકલવામાં આવી છે.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
બોટાદ જિલ્લામાં વીજતંત્ર આકરા પાણીએ : 228 કનેક્શનમાંથી રૂા. 1.11 કરોડની વીજચોરી પકડાઈ
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
રૂા. 1.35 કરોડના મામલે રિક્ષાચાલક, વકીલ અને પોલીસ વચ્ચે ગેમ