Connect with us

સૌરાષ્ટ્ર

દ્વારકામાં 149 વર્ષથી ધૂમ મચાવતી ગુગળી બ્રાહ્મણ સંચાલિત નવદુર્ગા ગરબી

Published

on

ઈ.સ.1874 ના ઓક્ટોબરના માસની નવમી તારીખે હોળી ચોકમાં ગરબી માતાજીની નવમૂર્તિઓનુ મંડપ સુશોભિત કરી ભવ્ય ઉજવણી સાથે ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના ભેખધારી ઠાકર મકનજી જૂઠાની આગેવાની હેઠળ સ્થાપના કરવામાં આવેલ.
ત્યારથી આજ સુધી એટલે કે સતત 149 વર્ષ સુધી દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિએ પરંપરા જાળવી રાખીને દર વર્ષે ગરબીનું આયોજન કરવામાં આવે છે નવરાત્રીના પ્રથમ દિવસે સવારે માતાજીની મૂર્તિઓનું ષોડશોપચાર પૂજન કરવામાં આવે છે ત્યારબાદ વિધિસર સ્થાપના કરવામાં આવે છે.
માતાજી સમક્ષ અન્નકોટ પણ ભરવામાં આવે છે અત્યારે આધુનિક યુગમાં લગભગ બધી જગ્યાએ જ્યારે સ્ત્રી-પુરુષો, યુવક-યુવતીઓ અને છોકરા-છોકરીઓ એક સાથે ડિસ્કો દાંડીયા પ્રકારની પદ્ધતિથી ગરબી રમે છે અને પ્રકૃતિ સહજ સ્ખલનના શિકાર બને છે ત્યારે આ ગરબી મંડપમાં કેવલ પુરુષો જ ગરબીમાં જોડાય છે અન્ય સ્થળે ડિસ્કો ટાઈપની વાધરચના કે સંગીત કૃતિ લાઉડસ્પીકર મુકવામાં આવે છે ત્યારે આ ગરબીમાં પ્રાચીન છંદો ગાઈ-ગવડાવી વર્તમાનકાળમાં ભૂતકાળને સજીવન રાખવાનો સતત પ્રયત્ન કરવામાં આવે છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

કાલાવડના નિકાવા ગામ નજીક બાઈક અને મોટર ટકરાતા ઘાયલ થયેલ શ્રમિકનું મૃત્યુ

Published

on

By

કાલાવડના નિકાવા ગામ પાસે શનિવારે સાંજે એક મોટરે સામેથી આવતા બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા નગર પીપળીયા ગામમાં મજૂરીકામ કરતા મૂળ દાહોદ જિલ્લાના શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. અકસ્માત પછી મોટર પણ ઉંધી પડી ગઈ હતી. મૃતકના પત્નીની ફરિયાદ પરથી પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

કાલાવડ તાલુકાના નગરપીપળીયા ગામમાં આવેલા દેવેન્દ્રભાઈ બાબુભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના મુકેશભાઈ નાગલાભાઈ બામણીયા નામના ચાલીસ વર્ષના શ્રમિક શનિવારે સાંજે છ વાગ્યે જીજેે-3-એલજે 7880 નંબરના મોટરસાયકલમાં નિકાવા ગામે ખરીદી કરવા માટે જતા હતા.

આ યુવાન જ્યારે નિકાવા ગામથી આગળ એક હોટલ પાસે પહોંચ્યા ત્યારે જીજે-3 એનઈ 4364 નંબરની કાળા રંગની ક્રેટા મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તે મોટરના ચાલકે બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરી સામેથી આવતા મુકેશભાઈ ના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં જોશભેર રોડ પર પછડાયેલા મુકેશભાઈનું માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈકને ટક્કર મારી ક્રેટા મોટર પણ ઉંધી પડી ગઈ હતી.બનાવની જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મુકેશભાઈ ના પત્ની ચંપાબેન બામણીયાનું નિવેદન નોંધી મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

Continue Reading

ગુજરાત

હાલારના 7 રેલવે સ્ટેશનની કાયાપલટ માટે લોકાર્પણ-શિલાન્યાસ

Published

on

By

  • ગુજરાતના 46 સહિત દેશના 554 રેલવે સ્ટેશનોનો થશે પુન: વિકાસ અંડર પાસ, ઓવરબ્રિજ, રેલવે સુવિધાઓમાં ધરખમ વધારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અબજો રૃપિયાના ખર્ચે દેશભરના રેલવે સ્ટેશનોની કાયાપલટ, નવા ઓવરબ્રિજ, અન્ડર પાસ, રેલવે સુવિધાઓ તથા માલવાહક ટ્રેનો સહિતની સેવાઓ વધુ ઝડપી બનાવવા સહિતના વિકાસ પ્રોજેકટોના વર્ચ્યુલ લોકાર્પણો-શિલાન્યાસ કરીને વર્ચ્યુલી સંબોધન કર્યું હતું. આ સંદર્ભે જામનગર-ગાંધીનગરમાં પણ કાર્યક્રમો યોજાયા હતા.અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આજે દેશના 554 રેલવે સ્ટેશનોનો પુન: વિકાસ અને 1500 રોડ ઓવરબ્રિજ, અન્ડરબ્રિજનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર-ગાંધીનગર સહિત રાજકોટ રેલવે ડિવિઝન હેઠળના 12 સ્ટેશનનો સમાવેશ થાય છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગઈકાલે અનેક મેડિકલ સંસ્થાનું લોકાર્પણ થયું છે. આજે અબજો રૃપિયાના ખર્ચે 27 રાજ્યમાં 500થી વધુ જિલ્લાના 550થી વધુ રેલવે સ્ટેશનની કાયાકલ્પ માટેનો શિલાન્યાસ થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેલવે હંમેશાં ખોટમાં હતી તેવા અગાઉ રોદળાં રોવામં આવતા હતા. આજે રેલવેમાં પરિવર્તન જોવા મળી રહ્યા છે.ભારતની અર્થ વ્યવસ્થા 11મા નંબરેથી પાંચમા નંબરે પહોંચાડી છે. 10 વર્ષ પહેલાં 45 હજાર કરોડનું રેલવે બજેટ હતું આજે અઢી લાખ કરોડનું થયું છે.

ભારતને દુનિયાની માંગ અર્થ વ્યવસ્થા બતાવવા માટે કામ થઈ રહ્યું છે. મોદી ભારતને અર્થ વ્યવસ્થામાં ત્રીજા ક્રમે લઈ જવા માંગે છે. છેલ્લા 10 વર્ષથી આ દેશને ગોટાળાથી બચાવ્યા છે. નવી રેલવે લાઈન નાખવાની કામગીરી તેજ ગતિએ થઈ રહી છે. જમ્મુથી નોર્વે ભારત સુધી રેલવે લાઈન પાથરવામાં આવી છે. રેલવે ટિકીટમાં પ0 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એક સાથે પપ0 થી વધુ રેલવે સ્ટેશનની કાયાકલ્પ થતા ઈજનેરો, મજદુરોને રોજગારી મળશે. નવી નોકરીની તકો ઉજળી બનશે. સ્ટેશન મોટા આધુનિક બનતા નાના રોજગારોને ફાયદો થશે. ટ્રેનની ગતિ વધારવા માટે ઝડપથી કાર્ય થઈ રહ્યું છે. આથી કિસાનો-કારીગરોના ઉત્પાદનો ઝડપથી પહોંચી શકશે.
રેલવે સ્ટેશનમાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આજે દુનિયામાં રોકાણકારો ભારત તરફ આકર્ષાયા છે. આમ વિકસની ગતિ ચોતરફ વધી રહી છે. આજના પ્રસંગે તેમણે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વર્ચુઅલી યોજાયેલા કાર્યક્રમમાં જામનગર અને જામનગર રેલવે સ્ટેશનમાં પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ પૂનમબેન માડમ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા આશિષ જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, પૂર્વ મેયરો પ્રતિભાબેન કનખરા, હસમુખ જેઠવા, દિનેશ પટેલ, દંડક કેતન નાખવા, ડીસ્ટ્રીકટ બેન્કના ચેરમેન જીતુ લાલ ઉપરાંત શહેરની સંસ્થાના આગેવાનો ભાજપના કાર્યકર્તાઓ, નગરજનો, રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હાલારના 7 રેલવે સ્ટેશનોનો સમાવેશ
રાજકોટ રેલવે ડિવિઝનના 1ર જેમાં હાલારના સાત રેલવે સ્ટેશનોની કાયાપલ્ટ કરવામાં આવનાર છે. જેમાં ઓખા, દ્વારકા, ભાટીયા, ખંભાળીયા, કાનાલુસ, જામનગર અને હાપાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખંભાળીયા, ઓખામઢી, પીપળી, હાપામાં રોડ ઓવર બ્રીજ, અન્ડર પાસનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

Continue Reading

ગુજરાત

વેરાવળમાં કરોડોનું ડ્રગ્સ પકડનાર સોમનાથ પોલીસને સરકારનું 15 લાખનું ઇનામ

Published

on

By

  • નામચીન બૂટલેગર ધીરેન કારિયાને પકડી લેનાર અમરેલી પોલીસને રૂ.5 લાખનું ઇનામ અપાયું

 

વેરાવળ બંદર પરથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપી લેનાર ગીર સોમનાથ પોલીસને બિરદાવા રાજ્યના પોલીસવડા વિકાસ સહાય પોતે ગીર સોમનાથ પહોંચ્યા હતા. આ ઉપરાંત ભવિષ્યમાં દરિયાઈ માર્ગે આવા કોઈ ગુનાહિત કૃત્યો બંને નહીં તે માટે અઝજના અધિકારીઓને સાથે રાખી કોસ્ટલ સિક્યુરિટી ઉપર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

રાજ્યના પોલીસવડા વિકાસ સહાય વહેલી સવારે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા.જ્યાં સોમનાથ મહાદેવની શીશ ઝુકાવી જળાભિષેક કરી મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું. ત્યાર બાદ ગીર સોમનાથ જિલ્લા પોલીસ ભવન ઈણાજ ખાતે પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને અજઙ જીતેન્દ્ર અગ્રવાલ દ્વારા પુષ્પગુછ આપી સ્વાગત અભિવાદન કરાયું હતું. ત્યાર બાદ રાજ્યના પોલીસવડાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.રાજ્ય પોલીસવડા વિકાસ સહાય સાથે રેન્જ આઈ. જી. નિલેશ જાંજળીયા, એટીએસના ડીસીપી દીપેન ભદ્રન,સુનિલ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને 18 ગુનામાં વોન્ટેડ નામચીન બુટકેગર ધીરેન કારીયાને પકડી લેવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અમરેલી એસપી હિમકરસિંહને પણ રૂૂ.5 લાખનું રોકડ પુરસ્કાર આપી બિરદાવ્યા હતા.

પોલીસભવન ખાતે ડ્રગ્સ કેસના મહત્વપૂર્ણ કામગીરી કરનાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બિરદાવ્યા હતા.ઉપરાંત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસને રૂૂ.15 લાખનો પુરસ્કાર ઘોષિત કરવામાં આવ્યો હતો.પોલીસવડા દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાને આ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાનું નવાબંદર પોલીસ સ્ટેશન કેન્દ્ર સરકારના સર્વેક્ષણમાં ગુજરાતનું 11મુ સ્થાન હાંસલ કર્યું હતુ.નવાબંદર પોલીસ સ્ટેશનના થાણા અધિકારીને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ભવિષ્યમાં ડ્રગ્સ માફિયાઓ દરિયાઈ માર્ગનો દુરુપયોગ ના કરે એ માટે કોસ્ટલ સિક્યુરિટી પર એટીએસના વડા દીપેન ભદ્રન સહિતના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે.ત્યાર બાદ જિલ્લાના તમામ મુખ્ય અધિકારીઓ સાથે રાજ્યના પોલીસવાળાએ બેઠક યોજાઈ હતી.

Continue Reading

Trending