Connect with us

ગુજરાત

મગફળીની આવક બંધ કરાવાઈ, ભાવમાં અઠવાડિયામાં રૂા. 200 તુટ્યા

Published

on

યાર્ડમાં ભરાવો થતા અને વરસાદની આગાહી હોવાથી મગફળી નહીં લાવવા ખેડૂતોને સૂચના

રાજકોટના મોરબી રડ ઉપર બેડી ગામ સ્થિત મુખ્ય માર્કેટીંગ યાર્ડમાં હાલ મગફળીની આવક બંધ કરવામાં આવી છે. વરસાદની આગાહીના પગલે અને યાર્ડમાં મગફળીનીભરાવો થતા મગફળી નહી લઈ આવવા ખેડુતોને યાર્ડ દ્વારા સુચના આપવામાં આવી છે. અને છેલ્લા સપ્તાહમાં ભાવમાં પણ રૂા. 200 તુટ્યા છે.

યાર્ડના સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા એક મહિનાથી યાર્ડમાં મગફળીની ચિક્કાર આવક થઈ રહીછે. અને અંદાજે એક લાખથી વધારે ગુણી મગફળીની યાર્ડમાં ઠલવવામાં આવી છે. અને શેડમાં જગ્યા ખુટી રહેતા શેડ બહાર ખુલ્લા પટમાં મગફળીના માલ રાખવા પડ્યા હતા. ત્યારે હાલ ખેડુતોને મગફળી યાર્ડમાં નહી લાવવા સુચના આપવામા આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામા આવી છે. અને બે દિવસ પહેલા ઝરમર વરસાદ પણ પડ્યો હોયખેડુતોના હિતમાં નિર્ણય લઈને મગફળીને નુક્શાન ન થાય તે માટેહાલ મગફળીની આવક બંધ કરાઈ છે.

દિવાળી બાદ મીલોમાં મગફળીનું પીલાણ શરૂ કરવામાં આવશે અને હાલ મગફળીથી યાર્ડ ઉભરાયું છે. અને ઘણા ખેડુતો યાર્ડમાં મગફળી લઈ આવવાની રાહ જોઈને બેઠા છે. ત્યારે મગફળીની ચિક્કાર આવક થતા અસર ભાવ ઉપર પડયો છે. અને છેલ્લા એક અઠવાડિયામાં પ્રતિ કિલોના ભાવમાં રૂા. 200 તુટ્યા છે. સપ્તાહ પહેલા મગફળીના પ્રતિકિલોના રૂા. 1500થી વધારે ભાવ બોલાવાયા હતા. જ્યારે હાલ પ્રતિ 20 કિલોનો ભાવ રૂા. 1300 સુધી પહોંચી ગયો છે. અને તેનાથી ખેડુતોમાં ચિંતા જોવા મળી રહીછે.

યાર્ડમાં મગફળીની આવક વધતા ભાવમાં ઘટાડો થયોછે. અને તેની અસર તેલના ભાવ ઉપર પણ પડી હોય ગૃહણીઓ માટે બજેટને બોજો ઓછોપડીરહ્યો છે. મગફળીની આવક થતા સિંગતેલના ભાવમાં ઘટાડો થતા ગ્રહણીઓને રાહત મળી છે.

ગુજરાત

રાજકોટમાં વેપારીનું હૃદયરોગના હુમલાથી મોત

Published

on

By

  • બપોરના અરસામાં ઘરે બેઠેલા આધેડ બેભાન હાલતમાં ઢળી પડતાં પરિવારમાં શોક

રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાથી વધી રહેલા મૃત્યુ આંકથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. હાર્ટએટેકના કારણે અનેક માનવ જીંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ હોવાની ઘટનાઓ દિનબદિન વધી રહી છે. ત્યારે રાજકોટમાં વધુ એક વેપારી આધેડ પોતાની પાન ફાકીની દુકાને હતા ત્યારે આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નિવડતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલા આસ્થા ચોકમાં રહેતા ભીમજીભાઈ જેઠાભાઇ ભરડવા નામના 59 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે બપોરના અઢી વાગ્યાના અરસામાં તેમને હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા વૃદ્ધાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતાં પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી મૃતક આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભીમજીભાઈ ભરડવા એકની એક બહેનના એકના એક ભાઈ હતા. અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. ભીમજીભાઈ ભરડવા પારડી ગામે આઈ મોંગલ નામથી પાનની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

ભાવનગરમાં માતા-પુત્રીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

Published

on

By

ભાવનગર શહેરના શેલારશા ચોક નજીક સવાઇગરની શેરીમાં બે વર્ષ પૂર્વે ફાયરિંગ કરી માતા -પુત્રીની હત્યા કરનાર આરોપી કરીમને કસુરવાર ઠેરવી ભાવનગરની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે શહેરના શેલાશા ચોક પાસે આવેલ સવાઈગરની શેરીમાં રહેતા અનવરઅલી પ્યારઅલી વઢવાણીયાના ઘરનુ રિનોવેશન કામ ચાલતુ હોય ઘરની બહાર રેતી, કપચી, સિમેન્ટ સહિત સામાન રાખ્યો હોય ગત તા. 31 માર્ચ 2022 ના રોજ બપોરના દોઢેક વાગ્યે તેનો પાડોશી કરીમ ઉર્ફે પીન્ટુ શેરઅલી રાસયાણીએ સામાન ઉઠાવી લેવા ઝઘડો કરેલ અને તેના ઘરમાંથી પિસ્તોલ લઈ આવી ઝઘડો કરી અનવરઅલીના પત્ની ફરીદાબેન તથા તેની યુવાન પુત્રી ફરિયલ ઉપર ધડાઘડ ચાર રાઉન્ડ ફાયરિંગ કરી નાખી છૂટયો હતો. આ બનાવ બાદ તુરંત માતા પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં 3 એપ્રિલે પુત્રી ફરિયલ તથા 4 એપ્રિલે તેની માતા ફરીદાબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો. બનાવની જાણ થતાં પોલીસના ધાડા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ બનાવની અનવરઅલીએ કરીમ ઉર્ફે પીન્ટુ શેરઅલી રાસયાણી વિરુદ્ધ ગંગા જય આપ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી 302, 307, 323, 504 તથા આર્મ્સ એક્ટની કલમ 25 (1 બી) એ, 27 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. નજીકમાં આવેલી એક ઇંગ્લીશ સ્કુલ બહાર રાખેલા સીસીટીવી કેમેરામાં પિસ્તોલ લઈને ભાગતો આરોપી કેદ થયેલો જેના ફુટેજ મેળવ્યા હતા. દરમ્યાન ભારે શોધખોળ બાદ 53 દિવસે આરોપી કરીમ અમદાવાદથી પોલીસને હાથ લાગ્યો હતો. આ બનાવનો કેસ ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજ જોશી અને વીથ પ્રોસીક્યુશન એડવોકેટ મિતેષ લાલાણી સાથેની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓની જુબાની ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રિક્ટ જજ એલ.એસ.પીરજાદાએ આરોપી કરીને આજીવન કેદની સજા ફટકારી હતી.

Continue Reading

ક્રાઇમ

આડા સંબંધનો કરુણ અંજામ: પત્નીની ક્રૂર હત્યા કરતો કોન્ટ્રાકટર

Published

on

By

  • રાજકોટના અંબિકા ટાઉનશિપ શાંતિવન એપાર્ટમેન્ટમાં પરોઢિયે બની ઘટના: પત્નીના પ્રેમસંબંધની શંકાએ ઝઘડો થતાં પતિએ પથ્થરના બ્લોકથી માથું ફાડી નાખ્યું: આરોપીની અટકાયત

રાજકોટ શહેરમાં ગુનાખોરી દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે શહેરની ભાગોળે આવેલ અંબીકા ટાઉનશીપમાં વહેલી પરોઢીએ આડા સંબંધની શંકાએ દંપતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ પથ્થરના બ્લોક વડે પત્નીને માથામાં ત્રણ ચાર ઘા ઝીંકી માથુ ફાડી નાખતા પત્નીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ બાદ પતિએ ફોનથી મિત્રને જાણ કર્યા બાદ પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલીક બનાવ સ્થળે દોડી જઈ આરોપીની અટકાયત કરી સઘન તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટની ભાગોળે આવેલ અંબીકા ટાઉનશીપ શાંતિવન એપાર્ટમેન્ટ બી-વીંગમાં રહેતા અંબિકાબેન ગુરૂપા સિરોડી (ઉ.34) નામની મહારાષ્ટ્ર મહિલાની તેના જ ફલેટમાં લોહીથી ખરડાયેલ હાલતમાં લાશ પડી હોવાની તાલુકા પોલીસ સ્ટેશનને જાણ થતાં પીઆઈ ડી.એમ.હિરપરા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મહારાષ્ટ્રીયન મહિલાને માથામાં પથ્થરનો બ્લોક ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું અને હત્યા તેના જ પતિ ગુરૂપા સિરોડીએ કરી હોવાનું જાણવા મળતા પોલીસે આરોપી પતિની અટકાયત કરી સઘન પુછપરછ હાથ ધરી છે.

પોલીસની તપાસમાં મુળ મહારાષ્ટ્રનાં પરિવાર છેલ્લા ઘણા સમયથી અંબીકા ટાઉનશીપમાં આવેલ શાંતિવન એપાર્ટમેન્ટ બી-વીંગમાં રહેતો હતો અને પતિ કોન્ટ્રાકટનું કામ કરતો હતો. કોન્ટ્રાકટના કામ માટે અવાર નવાર બહાર ગામ જતાં પતિની ગેરહાજરીમાં પત્નીને પર પુરૂષ સાથે આંખ મળી ગયાની આશંકાએ પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં.

ગઈકાલે રાત્રે પણ પત્નીના આડા સંબંધની શંકાએ દંપતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલ પતિએ ઘરમાં પડેલા બ્લોકથી પત્નીનું માથુ ફાડી નાખ્યું હતું. બનાવ બાદ આરોપીએ પોતાના મિત્ર વર્તુળોને ફોનથી જાણ કરતાં આ બનાવની તાલુકા પોલીસને જાણ થઈ હતી અને પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ બનાવ અંગે તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. બીજી બાજુ પોલીસે ઘટના સ્થળે એફએસએલના અધિકારીઓને પણ બોલાવી તેમની મદદથી તપાસ હાથ ધરી છે.

પુત્ર અને પુત્રીની નજર સામે માતાની હત્યા
રાજકોટની ભાગોળે અંબીકા ટાઉનશીપમાં આવેલ શાંતિવન એપાર્ટમેન્ટમાં રહેતા મહારાષ્ટ્રીય દંપતિ વચ્ચે આડા સંબંધની શંકાએ ઝઘડો થતાં મોડીરાત્રીનાં 3 વાગ્યે પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વખતે બાજુના રૂમમાં સુતેલા પુત્ર અને પુત્રી પણ જાગી ગયા હતા અને તેની નજર સામે જ રોષે ભરાયેલા પિતાએ માતાને માથામાં પથ્થરના બ્લોક ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું.

 

હત્યા કર્યા બાદ લાશ સાથે સેલ્ફી લઈ પતિએ વીડિયો બનાવ્યો

મારા મિત્ર સાથે પત્ની જતી હતી, મિત્રએ પણ દગો દીધો

રાજકોટની ભાગોળે અંબીકા ટાઉનશીપમાં આવેલ શાંતિવન એપાર્ટમેન્ટ બી-વીંગમાં રહેતા અને કોન્ટ્રાકટનું કામ કરતાં મહારાષ્ટ્રીય યુવાન ગુરૂપા સિરોડીએ પત્નીના પર પુરૂષ સાથેના સંબંધને કારણે જ મોડીરાત્રીનાં પત્નીની પતિએ માથામાં બ્લોકના ઘા ઝીંકી હત્યા કર્યાનો કીસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્યારે પત્નીની ઠંડા કલેજે હત્યા કર્યા બાદ કોન્ટ્રાકટર મહારાષ્ટ્રીયન યુવાને પત્નીની લાશ સાથે સેલ્ફી લીધી હતી. એટલું જ નહીં પરંતુ હત્યા કર્યા બાદ પત્ની અને મિત્રની દગાખોરીના કરતુતોને ઉજાગર કરતો વિડિયો પણ બનાવ્યો હતો.

મહારાષ્ટ્ર યુવાને હત્યા કર્યા બાદ બનાવેલા વિડિયોમાં બનાવ્યું હતું કે ‘શાંતિવનના લોકોને મારા પ્રણામ, ‘મારી ભૂલ થઈ છે, આ ભૂલ નથી મારી ઘરવાળી બહુ તકલીફ આપે આ કરવાનો ન્હોતો પણ કરી નાખ્યું, બહારના બધા કે હું ખરાબ નથી મારી ઘરવાળી ખરાબ હતી, મારા મિત્ર સાથે જતી હતી મિત્રએ પણ દગો દીધો.’

‘મારા લગ્ન 17 વર્ષ પહેલા થયા હતાં. મે બહુ સમજાવવાની કોશિષ કરી, મારી પુત્રીનું 10 માં ધોરણની પરીક્ષા પુરી થયા બાદ જવાનું કહ્યું પરંતુ પત્નીએ બીજા સાથે જવાની ઝીંદ પકડી, હું ન્યુઝ રિપોર્ટને બોલાવી તમામ વાત કરવાનો છું’ જ્યારે બીજા એક વિડિયોમાં ‘મને હથકડી લગાવવાની નથી, હું બીઝનેસ મેન છું, હું સામેથી સરેન્ડર પરવાનો છું, બીજા કેદી જેવું મારી સાથે વર્તન નથી કરવાનું.’

Continue Reading

Trending