Connect with us

રાષ્ટ્રીય

શેરબજારની શાનદાર શરૂઆત: સેન્સેક્સમાં 1098 તો નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઉછાળો

Published

on

ભારતીય શેરબજારે આજે શાનદાર શરૂઆત કરી છે. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 1098 પોઈન્ટના બમ્પર જમ્પ સાથે 79984 ના સ્તર પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટીએ 269 પોઈન્ટના ઉછાળા સાથે 24386 ના સ્તર પર દિવસના કારોબારની શરૂઆત કરી હતી.

BSE સેન્સેક્સ 1098 પોઈન્ટ અથવા 1.39 ટકાના ઉછાળા સાથે 79,984.24 પર ખુલ્યો અને આ એક શાનદાર ઓપનિંગ છે. NSEનો નિફ્ટી 269.85 પોઈન્ટ અથવા 1.12 ટકાના જંગી વધારા સાથે 24,386 પર ખુલ્યો હતો. શરૂઆતની મિનિટોમાં જ નિફ્ટીએ 24,405ની દિવસની ઊંચી સપાટી બનાવી છે.

BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 450.20 લાખ કરોડ થયું છે, જે ગુરુવારે રૂ. 445.77 લાખ કરોડ હતું. આ રીતે, ઓપનિંગ સાથે, રોકાણકારોની સંપત્તિમાં 4.43 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

આ 10 શેરોમાં મોટો ઉછાળો

કોચીન શિપયાર્ડના શેરમાં 5 ટકાનો વધારો થયો છે. Aftel ઇન્ડિયાના શેરમાં 6 ટકાનો વધારો થયો છે. આ પછી, CAMS 3.86 ટકા વધ્યો છે. મિડકેપ શેરોમાં, OFSS શેર 4 ટકા, એચપીસીએલના શેર 3 ટકા, MPesa શેર 3 ટકા, આઇશર મોટર્સના શેર 4 ટકા, ONGC શેર 3.36 ટકા અને ABB ઇન્ડિયાના શેરમાં ટ્રેડ થઈ રહ્યા છે. 3.71 ટકા વધ્યો છે.

મનોરંજન

TMKOCના ‘ટપ્પુ’ની ટીવી પર વાપસી, 5 વર્ષ પછી આ શોમાં કમબેક કરશે ભવ્ય ગાંધી

Published

on

By

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી પર સૌથી લાંબો ટેલિકાસ્ટ થતા શોમાંથી એક છે. આ શો દાયકાઓથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે, પરંતુ હવે આ શોના ઘણા જૂના સ્ટાર્સે તેને અલવિદા કહી દીધું છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની લગભગ આખી સ્ટારકાસ્ટ બદલાઈ ગઈ છે. ઘણા વર્ષો સુધી શોમાં ‘ટપ્પુ’નું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીએ 7 વર્ષ પહેલા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો હતો. ભવ્ય ગાંધીએ ફિલ્મોમાં ધ્યાન આપવા માટે ટીવીમાંથી બ્રેક લીધો હતો.

હવે તે 5 વર્ષ પછી પડદા પર વાપસી કરવા માટે તૈયાર છે. તે સીરિયલ ‘પુષ્પા ઈમ્પોસિબલ’માં જોવા મળશે. આમાં તેનું પાત્ર ટપ્પુથી બિલકુલ અલગ હશે. આ શોમાં તે સાયકો વિલનની ભૂમિકામાં જોવા મળશે. ભવ્ય ગાંધી ‘ટપ્પુ’ની ઈમેજ તોડવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ વિશે વાત કરતાં તે કહે છે કે શોમાં પ્રભાસનો તેનો રોલ ઘણો રસપ્રદ છે.

https://www.instagram.com/reel/C_umJygpgB9/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ભવ્યે કહ્યું, ‘પ્રભાસની ભૂમિકામાં આવવું એ મારા માટે એક સુખદ અનુભવ છે કારણ કે હું પહેલીવાર નકારાત્મક પાત્ર ભજવી રહ્યો છું અને આ ભૂમિકા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નિર્દોષ ટપ્પુની ભૂમિકા કરતાં ઘણી અલગ છે.

આ વિશે વાત કરતાં તેણે વધુમાં કહ્યું કે, ‘પ્રભાસ’નું પાત્ર અણધાર્યું છે. એક ક્ષણ તે શાંત રહે છે અને બીજી જ ક્ષણે તે તેની આસપાસના લોકો માટે ખતરો બની જાય છે. મેં જ્યાં કામ કર્યું હતું તે જ ચેનલ પર પાછા ફરવું ખૂબ જ રોમાંચક છે.

Continue Reading

રાષ્ટ્રીય

VIDEO: શિમલામાં સંજૌલી મસ્જિદ મુદ્દે હિંદુ સંગઠનોનો વિરોધ, બેરિકેડ્સ તોડ્યાં, પોલીસનો લાઠીચાર્જ

Published

on

By

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આવેલી સંજૌલી મસ્જિદને લઈને વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. શિમલાના સંજૌલી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન માટે મોટી સંખ્યામાં એકત્ર થયેલા હિન્દુ સંગઠનોના ટોળાએ પોલીસ દ્વારા ગોઠવાયેલા બેરીકેટ્સ તોડી નાખ્યા હતા. પ્રદર્શનકારીઓ મસ્જિદ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે પ્રદર્શનકારીઓ પણ પાણીનો મારો કર્યો છે. પ્રદર્શનકારીઓ કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

મોટી સંખ્યામાં તૈનાત પોલીસ દળો પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે. બેરિકેડ તોડીને આગળ વધી રહેલા ટોળા પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે. હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યા છે કે મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવે. ગઈકાલે માલ્યાણામાં બે સમુદાયો વચ્ચે થયેલી લડાઈ બાદ આ મામલો ફાટી નીકળ્યો હતો

આ કેસમાં છેલ્લી સુનાવણી બાદ 5 ઓક્ટોબરની તારીખ આપવામાં આવી છે. સંજૌલીમાં શાંતિ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બુધવારે સવારે 7 વાગ્યાથી સમગ્ર વિસ્તારમાં કલમ 163 લાગુ કરવામાં આવી હતી, ત્યારબાદ પાંચ કે તેથી વધુ લોકોના એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

Continue Reading

રાષ્ટ્રીય

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ 5.8 તીવ્રતા નોંધાઈ

Published

on

By

દિલ્હી-NCRમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 હતી. કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

મળતી માહિતી મુજબ, ઈસ્લામાબાદ અને લાહોર સહિત પાકિસ્તાનના ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની અસર લાહોર, મુલતાન, ફૈસલાબાદ, મિયાંવાલી અને ભાકર જેવા શહેરો પર પણ જોવા મળી હતી. લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા.

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ)એ જણાવ્યું કે પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઈએ હતો. આ પહેલા 29 ઓગસ્ટે ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જૂન મહિનામાં પણ પાકિસ્તાનના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં ધરતી ધ્રૂજી ગઈ. અગાઉ જૂનની શરૂઆતમાં કરાચીમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Continue Reading
ગુજરાત2 mins ago

પોલીસ કર્મચારીઓની બદલી બાદ 16 PSIની આંતરિક બદલી

ગુજરાત4 mins ago

સારવારનો ખર્ચ નહીં ચૂકવવાનું વીમા કંપનીને મોંધું પડ્યું; 1.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ

ગુજરાત11 mins ago

ભગવતીપરાના પ્રૌઢને દારૂનો દૈત્ય ભરખી ગયો

ક્રાઇમ13 mins ago

રેલનગર અને શિવધામ સોસાયટીમાં જુગાર રમતા 5 મહિલા સહિત 16 પકડાયા

ક્રાઇમ17 mins ago

નકલી પોલીસ બની BPCLના નિવૃત્ત કર્મચારી પાસેથી ટોળકીએ 1 કરોડ પડાવ્યા

ક્રાઇમ19 mins ago

દારૂના ગુનામાં ત્રણ મહિનાથી નાસતો ફરતો બૂટલેગર ઝડપાયો

ક્રાઇમ25 mins ago

રામેશ્ર્વર પાર્કમાં મકાન પર ટોળકીએ સોડા-બોટલના ઘા ર્ક્યા

ગુજરાત29 mins ago

કપડાં ધોતા પ્રૌઢા તળાવમાં પટકાતાં ડૂબી જતાં મોત

ગુજરાત31 mins ago

બાબરિયા કોલોની પાસે ચાલીને ચા પીવા જતો શ્રમિક યુવાન હાર્ટએટેકથી ઢળી પડ્યો

ગુજરાત33 mins ago

વધુ એક સહકારી સંસ્થામાં મેન્ડેટનો ઉલાળિયો

ગુજરાત2 days ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

કચ્છ2 days ago

કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો

આંતરરાષ્ટ્રીય23 hours ago

નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ

ગુજરાત23 hours ago

કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ

ગુજરાત23 hours ago

ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ

Sports2 days ago

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

રાષ્ટ્રીય1 day ago

દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય

ગુજરાત5 hours ago

સુરત બાદ ભરુચમાં પથ્થરમારો, ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે જૂથના લોકો વચ્ચે ઘર્ષણ થતાં તંગદિલી

કચ્છ1 day ago

કચ્છના કાસેઝના ગોદામમાંથી 3.16 લાખની સોપારીની ચોરી

આંતરરાષ્ટ્રીય23 hours ago

અમેરિકામાં કોરોનાનો કહેર, એક અઠવાડીયામાં 1500થી વધુ મોત

Trending