Connect with us

ગુજરાત

છોટીકાશીમાં ભવ્ય રામસવારી: ઠેરઠેર સ્વાગત

Published

on

શોભાયાત્રા શહેરમાં પરંપરાગત રૂટ પર ભ્રમણ કર્યા બાદ, પંચેશ્વર ટાવર ચોકમાં શ્રીરામમંદિરે સંપન્ન : હજારો રામભકતો અને અગ્રણીઓ જોડાયા : શહેરમાં ગૂંજયા જય શ્રીરામ ના નારા છોટીકાશી જામનગર શહેરમાં સતત 43 વર્ષથી દર વર્ષે રામનવમીના દિવસે ભવ્ય રામસવારી યોજવામાં આવે છે, આ પરંપરાના ભાગરૂૂપે કાલે બુધવારે શહેરમાં પરંપરાગત રૂૂટ પર વિશાળ રામસવારી યોજવામાં આવી હતી, જેમાં વિવિધ 26 ફલોટ્સ પણ જોડવામાં આવ્યા હતાં. આ શોભાયાત્રામાં અગ્રણીઓ અને હજારો રામભકત નગરજનો જોડાયા હતાં. સમગ્ર શહેરમાં જય શ્રીરામ ના નારા ગૂંજી ઉઠ્યા હતાં.

જામનગરમાં કાલે બુધવારે બપોરથી મોડી રાત્રિ સુધી રામસવારી આયોજિત કરવામાં આવી હતી. દર વર્ષ માફક આ વર્ષે પણ હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્રમંડળના સંયુકત ઉપક્રમે આ રામસવારી યોજવામાં આવી હતી. હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ પૂજ્ય શ્રી ચત્રભૂજદાસજી મહારાજના માર્ગદર્શન મુજબ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરજલાલ કનખરા, મહાદેવ હર મિત્રમંડળના પ્રમુખ રાજેશ વ્યાસ, શોભાયાત્રા ક્ધવીનર પી.એમ.જાડેજા તથા સહ ક્ધવીનર મૃગેશ દવે સહિતના આગેવાનો અને સેંકડો કાર્યકર્તાઓએ આ ભવ્ય આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

આ ભવ્ય રામસવારીનો પ્રારંભ બુધવારે બપોરે સાડા ચાર વાગ્યા બાદ તળાવની પાળે આવેલાં રામભકત હનુમાનજીના વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરથી કરવામાં આવ્યો ત્યારે, સ્થાનિક અગ્રણીઓ અને રામભકત ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેષભાઈ કગથરા, કોર્પોરેશન વિપક્ષ નેતા ધવલભાઈ નંદા, મહાદેવ હર મિત્રમંડળના પ્રમુખ રાજેશ વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ રામસવારીમાં ઘણાં બધાં રામભકતો ભગવાન શ્રીરામની તથા શ્રી હનુમાનજીની વેશભૂષા ધારણ કરી જોડાયા હતાં. રામસવારીમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને જાનકીની વિશેષ પાલખી પણ જોડવામાં આવી હતી. આ ઉપરાંત 26 ફલોટ્સ જોડવામાં આવ્યા હતાં. આ રામસવારી પ્રારંભ પામ્યા બાદ પરંપરાગત રૂૂટ મુજબ, ખંભાળિયા નાકા, હવાઈ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર, ચાંદી બજાર, રતનબાઈ મસ્જિદ, દિપક ટોકીઝ, રણજિત રોડ અને બેડી નાકા તથા પંચેશ્વર ટાવર ચોક સુધી ઘૂમી હતી. જયાં મોડી રાતે શ્રીરામ મંદિર ખાતે સમાપન પામી હતી. આ શોભાયાત્રાના રૂૂટ પર વિવિધ યુવક મંડળ, ધાર્મિક સંગઠનો, જ્ઞાતિ મંડળો તથા મહિલા મંડળો અને સત્સંગ મંડળો દ્વારા અલગઅલગ એકાવન સ્થળોએ ભગવાન શ્રીરામની ઝાંખી માટેના ફલોટ્સ રાખવામાં આવ્યા હતા. જયાં દરેક સ્થાનો પર રામસવારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તમામ એકાવન સ્થાનો પર પ્રસાદ અને શરબતનું સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. આ રામસવારીમાં વિવિધ મંડળો અને સંગઠનો જોડાયા હતાં. જેમાં ભાવનગરના પ્રખ્યાત મંકીમેન જેકી વાધવાણી અને જામનગરના મંકીમેન પણ ખાસ જોડાયા હતાં. બુધવારે રામનવમી નિમિતે શહેરના વિવિધ મંદિરોમાં પણ વિશેષ કાર્યક્રમ અને દર્શનના આયોજન કરવામાં આવ્યા હતાં. હાપા-રાજકોટ રોડ પર આવેલાં ઈસ્કોન મંદિરે ભગવાન શ્રીરામના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાંજે 06-45 વાગ્યે આરતી અને 07-15 વાગ્યે શ્રીરામ કથા યોજવામાં આવી હતી. રાત્રે 08-00 વાગ્યે ભગવદ્ ગીતા છ દિવસીય અભ્યાસક્રમના પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ તથા રાત્રે 08-30 વાગ્યે મહાપ્રસાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસે લોખંડી સુરક્ષા કવચ પૂરું પાડ્યું
જામનગરમાં યોજાયેલી રામ સવારીમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તેમજ અન્ય પોલીસ અધિકારીઓની મોટી ટીમ દ્વારા લોખંડી અને સજ્જડ પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો. બાલા હનુમાન મંદિરથી શોભાયાત્રા શરૂૂ થઈ ત્યારથી પંચેશ્વર ટાવર સુધીના તમામ રૂૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જેમાં જામનગરના દરબારગઢ વિસ્તારથી લઈને અનેક વિસ્તારોમાં ખુદ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ જાતે જ શોભાયાત્રામાં જોડાયા હતા. જેઓની સાથે શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પોલિસ ઇન્સ્પેક્ટર, એલસીબી અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર, અન્ય સ્ટાફ, શહેરના તમામ ડિવિઝનના પીએસઆઇ તથા અન્ય પોલીસ હેડ કોન્સ્ટેબલ, કોસ્ટેબલ સહિતના કર્મચારીઓની મોટી ટીમ શોભાયાત્રા ના સમગ્ર રૂૂટ પર ખડે પગે રહી હતી, અને શોભાયાત્રામાં સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. મહિલા પોલીસ કર્મચારી પણ મોટી ટીમ સાથે રહી હતી, જ્યારે ટ્રાફિક શાખાની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક બંદોબસ્ત જાળવ્યો હતો, જેના કારણે શોભાયાત્રા ખૂબ જ ઉત્સાહ ભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

ગુજરાત

રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ, અનેક લોકો ફયાસા હોવાની આશંકા, જુઓ વિડીયો

Published

on

By

રાજકોટ શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આગ લાગતા ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે 10થી 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. આગના ધૂમાડા 3 કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર ૨ બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આગના બનાવને પગલે ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, થોડીવાર પહેલા આગના બનાવની જાણ થતાં આવ્યો છું. આવ્યા પછી ગંભીરતા જોતા લાગે છે કે કાંઈક જાનહાનિ થઈ છે, ઈશ્વરને પ્રાર્થના કે બધા સલામત રીતે બહાર આવે. બાળક કે કોઈ વાલીને કોઈ નુકસાન ન થાય. અંદર કેટલા છે એની માહિતી નથી મળી રહી. હાલની પ્રાયોરિટી આગ બુઝાવવાની છે અને સલામત લાવવાની. જવાબદારોને છોડવામાં નહીં આવે તેની ખાતરી આપું છું. તંત્રમાં અધિકારીઓ જવાબદાર હશે તેમને કોઈ બાંધછોડ ન કરાય.

https://www.facebook.com/reel/323686807288108

Continue Reading

ગુજરાત

એક દી’માં 18.70 કરોડની વિક્રમી વેરા વસૂલાત

Published

on

By

દોઢ માસમાં 2.57 લાખ કરદાતાઓએ રૂા.181 કરોડ કોર્પોરેશનની તિજોરીમાં ઠાલવ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નવા નાણાકીય વર્ષના શરૂૂઆતના તબક્કાથી જ વેરા વસુલાત ઝુંબેશ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલના આદેશ તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ચેતન નંદાણીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાના સહાયક કમિશનર સમીર ધડુકના માર્ગદર્શનમાં ઝુંબેશના રૂૂપમાં મિલકત વેરા વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે વિવિધ સરકારી વિભાગો તેમજ ત્રણેય ઝોન કક્ષાએ મેનેજર-ટેક્ષ દ્વારા શહેરમાં વેરા વસુલાતની કામગીરી દરમ્યાન તા.24/05/2024ના રોજ સાંજે 6:00 વાગ્યા સુધીમાં (એક જ દિવસમાં) રાજકોટ મહાનગરપાલિકામાં અંદાજીત રૂૂ. 18.70 કરોડ વિક્રમી વેરાની વસુલાત થયેલ છે. દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.08/04/2024થી તા.24/05/2024 દરમ્યાન 257559 કરદાતાઓએ રૂૂ.181.30 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે.


આજની આ વેરા વસુલાત ઝુંબેશ દરમ્યાન શહેરના વિવિધ સ્થળોએ રહેલા મોબાઇલ ટાવરના ટેક્સ પેટે રૂૂ.6.64 કરોડની વસુલાત થયેલ છે.


જયારે હાઈ વેલ્યુ ટેક્સ પેયર પાસેથી રૂૂ.8.90 કરોડના વેરાની રકમ વસુલ કરવામાં આવેલ છે. હાલ અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમ ચાલી રહી છે જે અન્વયે 31-મે સુધીમાં એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાને મળવાપાત્ર મહત્તમ 22% ડિસ્કાઉન્ટ મેળવવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી આનંદ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Continue Reading

ગુજરાત

સિનિયર ફોટોગ્રાફરના પુત્ર અને બજાજ કેપિટલના બ્રાંચ મેનેજરનું હાર્ટએટેકથી મૃત્યુ

Published

on

By


રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક કરૂણ ઘટનામાં રાજકોટના સિનિયર ફોટોગ્રાફરના પુત્ર અને બજાજ કેપીટલના બ્રાંચ મેનેજરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું હતું. યુવકના મોતથી બે માસુમ બાળકોએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં માધાપર ચોકડી પાસે સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલ જીહિત પાર્કમાં રહેતા સિનિયર ફોટોગ્રાફર પ્રવિણભાઈ સેદાણીના પુત્ર અને બજાજ કેપિટલના બ્રાંચ મેનેજર સંદીપભાઈ પ્રવિણભાઈ સેદાણી (ઉ.39) પોતાના ઘરે હતાં ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. યુવકને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે સંદીપભાઈ સેદાણીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. જાણ થતાં સેદાણી પરિવાર અને પત્રકારો સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારને શાંત્વના પાઠવવા દોડી ગયા હતાં.
પ્રાથમિક પુછપરછમાં મૃતક સંદીપભાઈ સેદાણીના પિતા રાજકોટના ‘જય હિન્દ’ ન્યુઝ પેપરમાં સિનિયર ફોટોગ્રાફર તરીકે ફરજ બજાવે છે. મૃતક સંદીપભાઈ સેદાણી બે ભાઈમાં મોટા હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સંદીપભાઈ સેદાણી બજાજ કેપિટલમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં હતાં. સંદીપભાઈ સેદાણીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending