કેબીનેટમાં માત્ર ચર્ચા થઇ, નિયમોમાં સંશોધન કરવા માટે હજુ વધુ સમય લાગશે
ભાગેડું લગ્ન મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ નહી લેવાય નિર્ણય, સરકાર દ્વારા નિયમોમાં હજુ પણ સંશોધન કરાશે ગુજરાતમાં ભાગેડુ લગ્ન મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ નહી લેવાય નિર્ણય, અધિકારીઓ સાથે બેઠક બાદ રાહ જુઓની નીતિ છે અને સરકાર દ્વારા નિયમોમાં હજુ પણ સંશોધન કરાશે તેવી વાત સામે આવી છે.
ગુજરાતમાં ભાગેડું લગ્નના મુદ્દે નિયમો બનાવવાને લઈ આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણાના પછી પણ નહીં લેવાઈ શકે નિર્ણય, ગઈકાલે મોડી રાત્રે કાયદા વિભાગની અધિકારીઓ સાથેની બેઠક બાદ થોભો અને રાહ જુઓની નીતિ હતી, ભાગેડું લગ્ન કરવા સિવાયના નિર્દોષ લગ્ન રજીસ્ટ્રેશન કરનાર કપલ હેરાન ન થાય એટલા માટે હજુ નિયમોમાં કરાશે સંશોધન અને આગામી એક બે હપ્તામાં લેવાશે આખરી નિર્ણય.
રાજ્ય સરકાર ભાગેડુ લગ્ન બાદ નોંધણીના વિષયમાં નિયમ બદલી શકે છે. આજે મળનારી કેબિનેટની બેઠક અથવા તો આગામી સમયમાં આ નિયમ રજૂ થઈ શકે છે. લગ્નના રજિસ્ટ્રેશન પહેલા માતા પિતાને નોટીસનો જવાબ આપવો પડશે. એક મહિનાની અંદર વાલીએ નોટિસનો જવાબ આપવો પડશે. યુવતીના આધારકાર્ડના સરનામાની કચેરીમાં નોંધણી થશે. આ મુદ્દે આજે કાયદામંત્રી અને કાયદાશાસ્ત્રીઓની અધિકારીઓ સાથે બેઠક યોજાઈ શકે છે અને આ બેઠક પછી કોઈ નિર્ણય લેવાઈ શકે છે.
આ મુદ્દે પાટીદાર અનામત આંદોલનના આગેવાન વરૂૂણ પટેલે કહ્યું હતું કે, અમે ડેલિગેશન સાથે રજૂઆત કરી હતી. જન જાગૃતિના કાર્યક્રમો છેલ્લા 6 મહિનાથી કરતા હતાં. છેલ્લા સપ્તાહમાં નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. તેમણે એવુ આશ્વાસન આપ્યું હતું કે, ટૂંક સમયમાં કાયદો બનશે. સરકારે ફાઈનલ ડ્રાફ્ટ કરી દીધો છે જે કાયદો બનીને અમલમાં આવશે. દીકરીઓનું જીવન બરબાદ થતાં અટકશે.

