Breaking News
સરકારનું ઠોસ કદમ : સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ માટે માર્ચથી ફરિયાદ અપીલ સમિતિઓ થશે કાર્યરત
Published
2 months agoon

સોશિયલ મીડિયા એપ્સ ચલાવવાનું હવે વધુ સુરક્ષિત બનશે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે યુઝર્સની ફરિયાદો પર ધ્યાન આપવા માટે રચવામાં આવેલી ફરિયાદ અપીલ સમિતિઓ 1 માર્ચથી કામ કરવાનું શરૂ કરશે.જો તમને સોશિયલ મીડિયા કંપની વિરુદ્ધ કોઈ ફરિયાદ છે, તો હવે તમે તેને સરળતાથી કરી શકશો.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ (ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ) જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીઓ વિરુદ્ધ યુઝર્સની ફરિયાદો પર ધ્યાન આપવા માટે રચાયેલી ફરિયાદ અપીલ સમિતિઓ (GACs) થી કામ કરવાનું શરૂ કરશે.
સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ત્રણ GACsમાંથી દરેકમાં એક અધ્યક્ષ, સરકારી વિભાગો અને સંસ્થાઓમાંથી બે પૂર્ણ-સમયના સભ્યો, ઉદ્યોગમાંથી નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓ હશે, જેનો કાર્યકાળ ત્રણ વર્ષનો હશે.તે વધુમાં જણાવે છે કે ભારતમાં ઈન્ટરનેટ ખુલ્લું, સુરક્ષિત અને ભરોસાપાત્ર અને જવાબદાર રહે તે સુનિશ્ચિત કરવા માટે GAC સમગ્ર નીતિ અને કાયદાકીય માળખાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
ઈન્ટરનેટ મધ્યસ્થીઓ દ્વારા મોટી સંખ્યામાં ફરિયાદો સાંભળવામાં આવતી નથી અને અસંતોષકારક જવાબો મળવાને કારણે GAC ની જરૂરિયાત ઊભી થઈ છે. GAC તમામ ઈન્ટરનેટ પ્લેટફોર્મ્સ અને મધ્યસ્થીઓ વચ્ચે તેમના વપરાશકર્તાઓ પ્રત્યે જવાબદારી ઉભી કરે તેવી અપેક્ષા છે.
સરકાર વતી, એવું કહેવામાં આવ્યું હતું કે વપરાશકર્તાઓ પાસે GAC સમક્ષ સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ અને અન્ય ઑનલાઇન મધ્યસ્થીઓના ફરિયાદ અધિકારીના નિર્ણય સામે અપીલ કરવાનો વિકલ્પ હશે. સમિતિ 30 દિવસના સમયગાળામાં વપરાશકર્તાઓની અપીલ સાંભળવાનો પ્રયાસ કરશે.
You may like
-
આયુર્વેદ હોસ્પીટલમાં કેસબારીમાં રૂ.50 નું કુંડાળું…!
-
સૌરાષ્ટ્રના મુસાફરોને મુશ્કેલીનો ટૂંક સમયમાં અંત, રાજકોટથી સીધી સંભવિત 10 ટ્રેન સપ્તાહમાં બે વખત મળશે
-
કેગના રિપોર્ટમાં મોટા ખુલાસા : રાજ્ય સરકાર શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં ભંડોળ સામે ખર્ચમાં નિરસ
-
IPL Opening Ceremony: અરિજિતે હિટ ગીતો ગાઈ ચાહકોના દિલ જીત્યા, તમન્ના અને રશ્મિકાના પરફોર્મન્સે સ્ટેડિયમને ડોલાવ્યું
-
દ.આફ્રિકાના ચિત્તાઓની ટીમને મુકન્દ્રા અથવા ગાંધીસાગર અભયારણ્યમાં ખસેડાશે
-
આંશિક રાહત : રાજ્યમાં કોરોનાના કેસ ગઇકાલ કરતાં 43 ઓછા,નવા 338 નોંધાયા
Breaking News
આયુર્વેદ હોસ્પીટલમાં કેસબારીમાં રૂ.50 નું કુંડાળું…!
Published
2 hours agoon
March 31, 2023By
Jamnagar
સૌરાષ્ટ્રની ખ્યાતનામ જી.જી. હોસ્પીટલમાં દર્દીઓને રૂા. પાંચમાં કેસ કાઢી આપવામાં આવે છે અને દવાઓ તથા નાની-મોટી અસંખ્ય સારવાર ફ્રી કરી આપવામાં આવે છે : જામનગરની આયુર્વેદ હોસ્પીટલ ચર્ચા અને પ્રચારમાં ન હતી ત્યાં સુધી અહીં પણ કેસ કાઢવાની ફી રૂા. પાંચ હતી : હવે કેસબારીએ રૂા. 70 નો ચાંદલો કર્યા પછી પણ ગરીબ દર્દીઓએ નિદાન અને તમામ પ્રકારની સારવાર માટે ડગલેને પગલે નાણાં આપવા પડે છે…
જામનગરને રાજાશાહીના જમાનાથી આયુર્વેદ હોસ્પીટલનું નઝરાણું મળેલું છે, છેલ્લાં કેટલાંક વર્ષથી એક તરફ સરકાર દ્વારા આયુર્વેદનો વધુને વધુ પ્રચાર-પ્રસાર થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ જામનગરની આ આયુર્વેદ હોસ્પીટલમાં દિવસે-દિવસે આયુર્વેદના પ્રચારની સાથે સાથે નિદાન-સારવાર મોંઘા બની રહ્યા છે, કોઇપણ દર્દી આયુર્વેદ હોસ્પીટલની પ્રથમ વખત મુલાકાત લ્યે છે ત્યારે કેસ કઢાવતી વખતે તેણે રૂા. 70 ચૂકવવાના રહે છે.
જામનગરમાં આવેલી આયુર્વેદ હોસ્પીટલ ઘણાં બધાં લોકો માટે નિદાન સારવારની દ્રષ્ટિએ આશિર્વાદરૂપ છે અને અત્યાર સુધી ખૂબજ નોમીનલ ચાર્જમાં અહીં કેસ કઢાવવાથી માંડીને સારવાર સુધીની તમામ કામગીરી થઇ શકતી હતી પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી અહીં કોઇપણ કામ માટે સરકારે નિર્ધારિત કરેલી ફી લોકોએ ચૂકવવાની રહે છે, જામનગરમાં અને ગુજરાતમાં જ્યારથી આયુર્વેદ અંગેનો પ્રચાર-પ્રસાર વધ્યો છે અને આ ટ્રેડીશ્નલ થેરાપીને જેમ-જેમ વધુ પ્રચારિત કરવામાં આવી રહી છે તેમ તેમ લોકોએ આયુર્વેદ હોસ્પીટલમાં નિદાન-સારવાર મેળવવા માટે તેની નિયત કરેલી કિંમત ચૂકવવી પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર સૌરાષ્ટ્રમાં નામના ધરાવતી જામનગરની જી.જી. હોસ્પીટલમાં કેસ કઢાવનાર દર્દી પાસેથી રૂા. પાંચ વસુલ કરવામાં આવે છે, જ્યારે આયુર્વેદ હોસ્પીટલમાં કેસ કઢાવતી વખતે દર્દી પાસેથી રૂા. 70 વસુલવામાં આવે છે, આ અંગે ‘ગુજરાત મિરર’ દ્વારા હોસ્પીટલ સત્તાવાળાઓને પુછવામાં આવતાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત કેસ કઢાવનાર વ્યક્તિ પાસેથી કેસ પેટે 70 રુપીયા લેવામાં આવે છે. અને જે દર્દીને નિદાન પછી દવા આપવાની થતી નથી તે દર્દીને આ 70 રુપીયામાંથી 50 રુપીયા પરત આપવામાં આવે છે, ખરેખર તો કેસબારી પર દર્દી પાસેથી માત્ર કેસના નાણાં વસુલવા જોઇએ અને જે દર્દીને દવા લેવાની થતી હોય તે દર્દી પાસેથી દવાના પૈસા દવાની બારી પર વસુલવાને બદલે કેસબારી પરથી જ રૂા. 70 વસુલીને પછી દર્દીને કુંડાળે ચડાવવામાં આવે છે.
સામાન્ય રીતે હોસ્પીટલની આ પ્રકારની પ્રોસીજરની એવરેજ દર્દીઓને કોઇ જાણકારી હોતી નથી, તેથી જે દર્દીને દવા આપવામાં આવી ન હોય તે દર્દીને રૂા. 50 પરત આપવામાં આવે છે કે કેમ…? તે પણ તપાસનો વિષય લેખાવી શકાય, આ ઉપરાંત આયુર્વેદનો ટ્રેડીશ્નલ મેડીસીન તરીકે ખૂબજ પ્રચાર-પ્રસાર થઇ રહ્યો છે ત્યારે શા માટે લોકો પાસેથી આયુર્વેદ દવાઓના નાણાં વસુલવામાં આવે છે…? આ ઉપરાંત આયુર્વેદ હોસ્પીટલમાં દરેક પ્રકારની સારવાર માટે પણ નિયત ચાર્જ વસુલવામાં આવે છે.
આર્યુવેદ ક્ષેત્રને વર્લ્ડ ક્લાસનું પૂંછડું ઉગતાં જ લોકોએ તેની કિંમત ચૂકવવી પડી રહી છે…!
જામનગરની આયુર્વેદ હોસ્પીટલ દાયકાઓથી પ્રખ્યાત છે અને ઘણાં બધાં લોકો સસ્તી અને વિના મૂલ્યે તેમજ સારી સારવાર મેળવવા માટે આયુર્વેદ હોસ્પીટલની મુલાકાત લેતાં હતા, અને આજે પણ લોકો સસ્તી સારવારના ભ્રમ સાથે આ હોસ્પીટલની મુલાકાત લ્યે છે પરંતુ હોસ્પીટલની મુલાકાત લેતાં જ લોકોને ખ્યાલ આવી જાય છે કે, આયુર્વેદ હોસ્પીટલ એલોપેથી હોસ્પીટલ કરતાં પણ મોંઘી છે…! આ આખું પરિવર્તન 2022 ની 13 મી જુનથી શરુ થયું છે, જામનગર નજીકના ગોરધનપર ખાતે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી રીસર્ચ સેન્ટર શરુ થઇ રહ્યું હોય, જ્યારથી આ પ્રકારનો પ્રચાર અને પ્રસાર શરુ થયો છે ત્યારથી જામનગરની આયુર્વેદ હોસ્પીટલ સામાન્ય અને ગરીબ લોકો માટે મોંઘી હોસ્પીટલ બની ચૂકી છે, ખરેખર જોવા જઇએ તો, ગોરધનપર ખાતે આકાર લઇ રહેલું વર્લ્ડ ક્લાસ કેન્દ્ર માત્ર સંશોધન કેન્દ્ર છે, જેને આયુર્વેદ હોસ્પીટલ સાથે કશું જ લાગતું વળગતું નથી, પરંતુ આયુર્વેદના સરકારી પ્રચાર-પ્રસારની સાથે આયુર્વેદ હોસ્પીટલને પણ સામાન્ય લોકો માટે મોંઘી બનાવી નાંખવામાં આવી છે, જામનગરના આયુર્વેદ ક્ષેત્રને વર્લ્ડ ક્લાસ નામનું પૂંછડુ ઉગતાં જ સામાન્ય લોકોએ હવે આયુર્વેદ હોસ્પીટલની મોંઘી નિદાન સારવાર પધ્ધતિનો ભોગ બનવું પડી રહ્યું છે, જ્યારે વાસ્તવીકતા એ છે કે, આ હોસ્પીટલ આજથી 20-25 વર્ષ પહેલાં જે રીતે ચાલતી હતી એ જ રીતે આજની તારીખે પણ ચાલી રહી છે. તેની અંદર સારવારમાં કોઈ પ્રકારનો તફાવત જોવા મળતો નથી. પરંતુ ચાર્જ તગડો વધારો કરી દેવામાં આવ્યો છે.
Breaking News
સૌરાષ્ટ્રના મુસાફરોને મુશ્કેલીનો ટૂંક સમયમાં અંત, રાજકોટથી સીધી સંભવિત 10 ટ્રેન સપ્તાહમાં બે વખત મળશે
Published
4 hours agoon
March 31, 2023
સૌરાષ્ટ્રને ટૂંક સમયમાં 10 ટ્રેનોની ભેટ મળવા જઈ રહી છે.છેલ્લા ઘણા સમયથી યુપી, બિહાર પશ્ચિમ, બંગાળ વગેરે રાજ્યોના શ્રમિકોને રાજકોટ થી અમદાવાદ અને અમદાવાદથી અન્ય રાજ્યમાં જવા માટે ટ્રેન બદલવી પડતી હતી. પરંતુ હવે મુસાફરોની આ મુશ્કેલીઓનો ટૂંક સમયમાં અંત આવશે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આવા શ્રમિકોને રાજકોટ થી સીધી ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થશે.
સૌરાષ્ટ્રને ટ્રેનોની ભેટ મળે તે માટે સંસદ સભ્ય રામભાઈ મોકરીયા અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ તેમજ દર્શનાબેન જરદોશ પાસે 12 ટ્રેનો માટે રજૂઆત કરી હતી અને તેઓએ હકારાત્મક અભિગમ દાખવતાં આ બાબત માટે સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી રહી છે. જેમાંથી 10 ટ્રેનો ટૂંક સમયમાં સપ્તાહમાં બે વખત શરૂ કરવા માટે હરી ઝંડી મળે તેવી સંભાવના છે.
જે ટ્રેનો ચાલુ થવાની શક્યતાઓ છે તેમાં રાજકોટ થી નાગપુર, રાજકોટ થી કોલ્હાપુર, રાજકોટ થી કોલ્હાપુર-પટના, રાજકોટ થી પુના, રાજકોટ થી ચેન્નઈ, રાજકોટ થી નિઝામુદ્દીન, રાજકોટ થી વારાણસી, રાજકોટ થી યશવંતપુર, રાજકોટ થી કલકત્તા અને રાજકોટ થી પ્રયાગરાજ આ 10 ટ્રેનો સપ્તાહમાં બે વખત મળે તેવી શક્યતા છે.
Breaking News
કેગના રિપોર્ટમાં મોટા ખુલાસા : રાજ્ય સરકાર શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં ભંડોળ સામે ખર્ચમાં નિરસ
Published
4 hours agoon
March 31, 2023
રાજ્ય સરકારનો વર્ષ 2021-22નો કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. કેગના રિપોર્ટમાં શિક્ષણ વિભાગ, નાણાંવિભાગ, વન વિભાગ, ખારા પાણીમાથી પીવાના પાણીની બનાવવા સહિતના વિવિધ મુદ્દા અને ખર્ચને લઈ અનેક મુદ્દે ખુલાસા થયા હતા. જેના આધારે રાજ્ય સરકાર શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં ભંડોળ સામે ખર્ચમાં નિરસ હોય તેમ જણાઈ આવ્યું છે. રિપોર્ટમાં છેલ્લા 3 વર્ષમાં 2963 કરોડમાં ભંડોળ સામે 2000 કરોડનો ખર્ચ કરાયો છે. બીજાં રાજ્યોની તુલનામાં શિક્ષણ પાછળ ઓછો ખર્ચ થયાનું જાણવા મળ્યું છે.
સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં મોટાપાયે શિક્ષકો અને આચાર્યનીજગ્યાઓ ખાલી
આ ઉપરાંત રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં મોટાપાયે શિક્ષકો અને આચાર્યની જગ્યાઓ ખાલી છે.રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,674 જગ્યાઓ ખાલી છે તેમજ રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 20,678 જગ્યાઓ ખાલી છે જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 11,996 જગ્યાઓ ખાલી છે.
કોઈપણ જોગવાઈ વગર 95 કરોડનો ખર્ચ,50% થી વધુ ખર્ચ ફક્ત માર્ચ મહિનામાં
રાજ્ય સરકારે વર્ષ 2021- 22 દરમિયાન કોઈપણ જોગવાઈ વગર 95 કરોડનો ખર્ચ કર્યો છે. અંદાજ પત્રિય ફાળવણીના આયોજન અને ઉપયોગમાં રાજ્ય સરકારની નબળી કામગીરી દર્શાવાઈ છે. અંદાજ પત્ર અંદાજો વાસ્તવિક રીતે તૈયાર કરવામાં આવી રહ્યો નથી.રાજ્ય સરકારના કેટલાક ખર્ચ કુલ ખર્ચના 50% થી વધુ ફક્ત માર્ચ મહિનામાં કરવામાં આવ્યા છે.
રોકડ સીલક હોવા છતાં ઋણ લેવામાં આવ્યુ
રાજ્ય સરકાર પાસે રોકડ સીલક હોવા છતાં ઋણ લેવામાં આવ્યુ હોવાનો ખુલાસો થયો છે. તેમજ અંદાજપત્રની ફાળવણીના આયોજન અને ઉપયોગમાં રાજ્ય સરકારની નબળી કામગીરી હોવાનું સામે આવ્યુ છે.
ઉચ્ચક જોગવાઈ નિયમોને અનુરૂપ નહીં
છેલ્લા 10 વર્ષમાં 10855 કરોડનો અધિક ખર્ચ નિયમીત કરવાનો બાકી તેમજ નાણાં વિભાગે કરેલી ઉચ્ચક જોગવાઈ નિયમોને અનુરૂપ નહીં હોવાનું ખુલાસો થયો છે.
વન વિભાગ અને આરોગ્ય વિભાગમાં ઓછોખર્ચ,અમલવારીમાં નિષ્ક્રિયતા
વન વિભાગમાં 170 કરોડના અનુદાન સામે ફક્ત 37.84 કરોડનો ખર્ચ કરાયો છે.વનવિભાગે અંદાજ પત્ર દરમ્યાન કરેલી જાહેરાતોનો અમલ ના કર્યો અને રાજ્યના આરોગ્ય વિભાગે બજેટમાં 170 કરોડની મજૂર થયેલી 26 નવી બાબતોની અમલવારીમાં નિષ્ક્રિયતાની વિગતો સામે આવી છે.
ખારા પાણીને પીવા લાયક બનાવવા અપેક્ષા કરતાં ઓછી કામગીરી
ખારા પાણીને પીવા લાયક બનાવવા ઈઝરાયલની ટેકનોલોજીથી સજ્જ 7 જીપ માટે રૂ.12.56 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતો. જીપની ક્ષમતા દૈનિક 20થી 80 હજાર લિટર ખારા પાણીને શુદ્ધ કરવાની હતી, પરંતુ તેની તેની માંડ 5થી 7 હજાર પાણી શુદ્ધ કરાતું હતું.
મેન્ગ્રૂવના નિકંદનનો છૂટો દોર
ગુજરાત સરકારે મેન્ગ્રૂવના નિકંદનનો છૂટો દોર આપ્યો હોય તેમ સ્પષ્ટ થાય છે. કંડલા પોર્ટ પર 117 હેક્ટરમાં મેન્ગ્રૂવનો નાશ કરવામાં આવ્યો છે. મેન્ગ્રૂવ નાશ કરવાના કારણે ખરાઈ પ્રજાતિના ઊંટ પર જોખમ ઊભું થયું છે.
એડિટર ની ચોઈસ

IPL Opening Ceremony: અરિજિતે હિટ ગીતો ગાઈ ચાહકોના દિલ જીત્યા, તમન્ના અને રશ્મિકાના પરફોર્મન્સે સ્ટેડિયમને ડોલાવ્યું

દ.આફ્રિકાના ચિત્તાઓની ટીમને મુકન્દ્રા અથવા ગાંધીસાગર અભયારણ્યમાં ખસેડાશે

આંશિક રાહત : રાજ્યમાં કોરોનાના કેસ ગઇકાલ કરતાં 43 ઓછા,નવા 338 નોંધાયા

રાજ્યના 109 IAS અધિકારીઓની સાગમટે બદલીના આદેશ, સાબરકાંઠા કલેકટર આનંદ કુમાર હવે RMC ના નવા કમિશનર
લાંબા ગાળાના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અપાવે છે સફળતા

અદાણી પોટર્સ મુંદ્રાનો વૈશ્ર્વિક બજારમાં ડંકો, 2 લાખ કાર નિકાસની નવી સિધ્ધિ
ગુજરાત

રાજ્યના 109 IAS અધિકારીઓની સાગમટે બદલીના આદેશ, સાબરકાંઠા કલેકટર આનંદ કુમાર હવે RMC ના નવા કમિશનર
લાંબા ગાળાના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અપાવે છે સફળતા

અદાણી પોટર્સ મુંદ્રાનો વૈશ્ર્વિક બજારમાં ડંકો, 2 લાખ કાર નિકાસની નવી સિધ્ધિ

મોરબીમાં શિંગોળાના લોટની પૂરી ખાધા બાદ 30થી વધુને ઝેરી અસર
ઓખા-અરૂણાચલ વચ્ચે મંગળવારથી દોડશે સાપ્તાહિક સ્પેશિયલ સમર ટ્રેન

જુનિયર કલાર્કના કોલ લેટર ઓનલાઈન મુકાયા : તા.9મીએ પરીક્ષા
સ્પોર્ટસ

મોરબીમાં શિંગોળાના લોટની પૂરી ખાધા બાદ 30થી વધુને ઝેરી અસર
ઓખા-અરૂણાચલ વચ્ચે મંગળવારથી દોડશે સાપ્તાહિક સ્પેશિયલ સમર ટ્રેન

જુનિયર કલાર્કના કોલ લેટર ઓનલાઈન મુકાયા : તા.9મીએ પરીક્ષા

સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં અત્યાધુનિક ક્રાયોફ્યુજ મશીનનું લોકાર્પણ

અંતિમ દિવસે 20 કરોડ ભેગા કરવા વેરાવિભાગ તૂટી પડ્યો
