ગુજરાત

મહંતોના વિવાદમાં સરકાર ફાવી: અંબાજી, ગુરુદત્તાત્રેય અને ભીડભંજન મંદિરમાં વહીવટદારો નિમી દેવાયા

Published

on

જુનાગઢમાં ગાદીના વિવાદમાં ચર્ચાના ચકડોળે ચડેલા અંબાજી મંદિર, ગુરૂ દતાત્રેય શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરમાં જિલ્લા કલેકટરે મામલતદારને વહિવટદાર તરીકે નિમણુંક કરી ત્રણેય ગાદીનો વહીવટ સરકાર હસ્તક લઇ લીધો છે અને મહંત મહેશગીરી દ્વારા જાહે કરવાાં આવેલ ફંડના પત્રની એફએસએલ દ્વારા તપાસ શરૂ કરાવતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.જૂનાગઢ – તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ શરૂૂ થયેલા ગાદીના વિવાદને લઈને જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ અંબાજી મંદિર, ગુરૂૂ દત્તાત્રેય શિખર અને ભીડભંજન મહાદેવ મંદિર ના મહંતની જગ્યા ખાલી પડી છે.1983 માં તનસુખગીરી બાપુની મહંત તરીકે નિયુક્તિ થઈ હતી, વીલના આધારે આ નિયુક્તિ થઇ હતી.


હાલની સ્થિતિએ જૂનાગઢ શહેરના મામલતદાર ની ત્રણેય જગ્યાના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.હરીગીરી બાપુની નિમણૂક શરતોને આધારે થઈ છે કે કેમ તેની તપાસ ચાલુ છે.રૂૂપિયાની લેવડદેવડ નો પત્ર વર્ષ 2021 નો છે જેમાં ઉંડાણપૂર્વક નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે, પત્રના ઉદભવ સ્થાન અંગે તપાસ થશે, જરૂૂર પડે એફએસએલની મદદ લેવાશે.


સમગ્ર મામલે સરકાર ગંભીરતા દાખવી રહી છે, હાલ શરતો મુજબ કામગીરી થાય છે કે કેમ તેની તપાસ ચાલુ છે તપાસ પૂર્ણ થયે હકીકત બહાર આવશે, ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સરકારના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય સંજય કોરડીયા અને શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા એ મહેશગીરી બાપુ અને હરીગીરી બાપુ સાથે કરી હતી બંધ બારણે બેઠક કરી હતી અને સરકાર દ્વારા યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવતાં બંને સંતોએ સહમતી દર્શાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version