Connect with us

ગુજરાત

ગોપાલ સ્નેક્સ લિમિટેડનો બુધવારે ખૂલશે રૂા.650 કરોડનો IPO

Published

on

આગામી બુધવારેને તા. 6ના રોજ પોતાની કંપની ગોપાલ સ્નેક્સ લિમિટિેડનો આઈપીઓ ખુલવાનો છે આ સંદર્ભે આજે કંપનીના ફાઉન્ડર મેનેજીંગ ડિરેક્ટર બીપીન હદવાણી સીઈઓ રાજ હદવાણી અને ચીફ ફાયનાન્સ ઓફિસર મુકેશ શાહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી વિસ્થી વિગતો અપાઈ હતી.

આ તકે આઈપીઓ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ સ્થિત ગોપાલ સ્નેક્સ લિમિટેડ (કંપની) એ તેની પ્રારંભિક પબ્લિક ઓફર માટે દરેક રૂૂ. 1 ની મૂળ કિંમતના ઈક્વિટી શેર માટે પ્રાઈસ બેન્ડ રૂૂ. 381 થી રૂૂ. 401 પ્રતિ ઈક્વિટી શેર નિર્ધારિત કરી છે. કંપનીનું પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (આઈપીઓ અથવા ઓફર”) ભરણા માટે બુધવાર, 06 માર્ચ, 2024ના રોજ ખુલશે અને સોમવાર, 11 માર્ચ, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો ન્યૂનતમ 37 ઈક્વિટી શેર અને તેથી વધુમાં 37 ઈક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. આ સમગ્ર ઈસ્યુ ઓફર ફોર સેલનો છે અને તેની ફુલ રકમ રૂૂ. 650 કરોડ જેટલી થાય છે.

ગોપાલ સ્નેક્સ લિમિટેડ (કંપની) પોતાની ગોપાલ બ્રાન્ડ હેઠળ એથનિક સ્નેક્સ, વેસ્ટર્ન સ્નેક્સ તથા અન્ય પ્રોડક્ટ્સ ઓફર કરતી એક ફાસ્ટ મુવિંગ ક્ધઝયુમર ગુડ્ઝ કંપની છે. તેની સ્થાપના 1999માં એક ભાગીદારી પેઢી તરીકે કરવામાં આવી હતી અને એ પછી 2009માં તેની કંપની તરીકે નોંધણી કરાઈ હતી.

કંપની પોતાની ગોપાલ બ્રાન્ડ હેઠળ સ્વાદિષ્ટ પ્રોડક્ટ્સની એક વિશાળ શ્રેણી ઓફર કરે છે અને તેમાં નમકીન તથા ગાંઠિયા જેવા એથનિક સ્નેક્સ, વેફર્સ જેવા વેસ્ટર્ન સ્નેક્સ, એક્સટુડર સ્નેક્સ અને સ્નેક પેલેટ્સ તથા પાપડ, તેજાના – મસાલા, બેસન (ચણાનો લોટ), નૂડલ્સ, રસ્ક અને સોન પાપડી જેવા સેમિ-પેરિશેબલ ફાસ્ટ મુવિંગ ક્ધઝયુમર ગુડ્ઝનો સમાવેશ થાય. 30 સપ્ટેમ્બર, 2023ના રોજની સ્થિતિ મુજબ કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલીઓમાં 84 પ્રોડક્ટ્સ અને 276 એસકેયુઝનો સમાવેશ થતો હતો અને તે રીતે કંપની ગ્રાહકોની વિવિધ સ્વાદ તથા પસંદગી મુજબની જરૂૂરતો પુરી કરે છે. કંપનીએ પોતાની ઉપસ્થિતિ સમગ્ર ભારતમાં સ્થાપિત કરી છે અને તેની પ્રોડક્ટ્સ દસ રાજ્યો તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોના મળી કુલ 523થી વધુ સ્થળોએ વેચાણો ધરાવે છે. કંપનીના વિતરણ નેટવર્કમાં ત્રણ ડેપો તથા 617 ડિસ્ટ્રિબ્યુટર્સનો અને 741 કર્મચારીઓની બનેલી સેલ્સ તથા માર્કેટિંગ ટીમનો સમાવેશ થાય છે.

ગુજરાત

દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના ભવ્ય સત્કાર સમારોહ માટે તડામાર તૈયારીઓ

Published

on

By

 

માધવપુર ઘેડ ખાતે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને જોડતા રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનું ભવ્ય આયોજન પ્રસંગે રવિવાર તા. 21 દરમિયાન પ્રવાસન નિગમ તથા રમત ગમત અને યુવક સેવા -સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહ સત્કાર સમારોહ દ્વારકામાં સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી વિવિઘ સાસ્કૃતિક કાર્યક્રમ આયોજન હાથ ધરવામાં આવનાર છે.

જે અન્વયે આ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમ માટેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વિશાળ ડોમ તથા સ્ટેજ, બેઠક વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ તૈયારી કરવામાં આવી છે.ભગવાન શ્રી કૃષ્ણ રુકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મયને પુનઃ ઉજાગર કરવા ગત વર્ષથી દેવભૂમિ દ્વારકા ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજવામાં આવે છે.

ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીનું દ્વારાવતી મોક્ષદ્વાર (હાથી ગેટ) ખાતે જાનનું આગમન થશે. ત્યાં આહિર સમાજ દ્વારા જાનનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ કિર્તી સ્તંભ ખાતે મોચી સમાજ, પ્રજાપતિ સમાજ અને સતવારા સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે. દ્વારકાધીશ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રથનું સ્વાગત, જોધાભા માણેક ચોક ખાતે વાઘેર સમાજ, ચારણ સમાજ અને સમસ્ત સાધુ સમાજ દ્વારા, તીનબત્તી ચોક ખાતે લુહાર સમાજ, દરજી સમાજ, ખારવા સમાજ, હોટેલ એશોસીએશન તથા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા, ભદ્રકાલી ચોક ખાતે રઘુવંશી સમાજ, ક્ષત્રિય સમાજ તથા ટ્રાવેલ્સ એશોસીએશન દ્વારા, રબારી ગેટ ખાતે રબારી સમાજ, અનુસૂચિત જાતિ સમાજ અને વાલ્મિકી સમાજ દ્વારા તેમજ રુકમણી મંદિર ખાતે મંદિરના પુજારી અને પુરોહિતો દ્વારા રથનું સ્વાગત કરી આવકારવામાં આવશે.
આ ઉપરાંત સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં 12 ગૃપ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.

Continue Reading

ક્રાઇમ

નિષ્ઠુર જનેતાએ નવજાત બાળકને ત્યજી દીધું, કુતરાઓએ બાળકીને ફાડી ખાતા અરેરાટી

Published

on

By

 

 

ભાણવડ તાબેના ટિંબડી ગામની સીમમાં એક નવજાત બાળક લોહી-લુહાણ હાલતમાં પડ્યું હોવાની  ઘટના સામે આવી છે. આ ઘટન અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસ તંત્રને કરવામાં આવતા આના અનુસંધાને પોલીસ સ્ટાફે આ સ્થળે દોડી જઈ અને પરિસ્થિતિ જાણી હતી.

અહીં પડેલા નવજાત બાળકીને કોઈ કૂતરાઓએ શરીરના અલગ અલગ ભાગોમાં કરડી ખાતા આ નવજાત બાળકીને તાકીદે સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ આ નવજાત બાળકને મૃત્યુ પામેલું જાહેર કર્યું હતું.

આ સમગ્ર પ્રકરણ અંગે ટિંબડી ગામના રહીશ અરજણભાઈ ગળચર (ઉ.વ. 35) એ કોઈ અજાણી મહિલાએ પોતાની તાજી જન્મેલી મૃત બાળકીનો જન્મ છુપાવવા માટે તેને ત્યજી દેતા કુતરાઓએ આ નવજાત બાળકને ઇજાઓ પહોંચાડતા તેનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની વિધિવત ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી છે. જેને અનુલક્ષીને પોલીસે અજાણી મહિલા સામે આઈપીસી કલમ 318 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

_________________________

ભાણવડમાં યુવાનને મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ

ભાણવડના શીતલ પાર્ક વિસ્તારમાં રહેતા વિપુલભાઈ મૂળજીભાઈ હિરાણી નામના 47 વર્ષના પટેલ વેપારી યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરીને ભાણવડના રહીશ ધીરુભાઈ તુલસીદાસ પરમાર દ્વારા બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારવાનો પ્રયાસ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ધીરુભાઈ પરમાર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

_________________________

મોરઝરના વૃદ્ધ ઉપર લાકડી હુમલો: ત્રણ સામે ફરિયાદ

ભાણવડ તાબેના મોરઝર ગામે રહેતા જીવાભાઈ મનજીભાઈ ચૌહાણ નમના 60 વર્ષના વૃદ્ધ દ્વારા તેમના ઘર પાસે દારૂ પી ને ગાળો બોલવાની ના કહેતા આ બાબતથી ઉશ્કેરાયેલા પરબત મનજી, માલદે પરબત અને અજય કેશુર નામના ત્રણ શખ્સો દ્વારા ફરિયાદી જીવાભાઈને ઢીકા-પાટુનો માર મારી, લાકડી વડે ઇજાઓ કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

_________________________

ઓખા મંડળની પરિણીતાઓને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

ઓખાના ગાંધી નગરી વિસ્તારમાં રહેતી કુલસુમબેન જાકુબભાઈ થૈયમ નામની 30 વર્ષની પરિણીત મહિલાને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ જાકુબ જીકરભાઈ થૈયમ, રોશનબેન જીકરભાઈ, નસીમબેન ઈમરાનભાઈ, નસીમબેન મજીદભાઈ, ઈમરાન જીકરભાઈ અને મજીદ જીકરભાઈ દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢવા સબબ સ્થાનિક પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય એક ફરિયાદ ઓખાના ગાંધી નગરી વિસ્તારમાં હાલ રહેતી અને પબાભાઈ પેથાભાઈ વારસાકીયાની 37 વર્ષની પરિણીત પુત્રી તેજલબેન દેવશીભાઈ ચાનપાએ દ્વારકામાં રહેતા તેણીના પતિ દેવશીભાઈ ભીમાભાઈ ચાનપા તેમજ ભીમાભાઈ ચનાભાઈ ચાનપા સામે નોંધાવી છે. બંને સાસરિયાંઓએ શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે ઓખા મરીન પોલીસે આ બંને સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

_________________________

સોનારડીનો બાઈક ચાલક પીધેલી હાલતમાં ઝડપાયો

ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના વાડી વિસ્તારમાં રહેતા જુવાનસિંહ ભીખુભા જાડેજા નામના 40 વર્ષના શખ્સને પોલીસે કોફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર રૂપિયા પંદર હજારની કિંમતના હોન્ડા સાઈન મોટરસાયકલ નીકળતા ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Continue Reading

ગુજરાત

ભાજપ-કોંગ્રેસના ડમી, ચાર અપક્ષોના ફોર્મ રદ; 10 માન્ય

Published

on

By

  • સોમવારે ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાના છેલ્લા દિવસે સાંજે ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ

રાજકોટ લોકસભાની બેઠક માટે ગઇકાલે ઉમેદવારીપત્રકો ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ 16 ઉમેદવારોએ 28 ઉમેદવારીપત્રકો ભર્યા બાદ આજે જિલ્લા ચૂંંટણી અધિકારી અને જિલ્લા કલેકટર પ્રભવ જોષી તથા ચૂંટણીપંચના ઓબ્ઝર્વની હાજરીમાં ભરાયેલા ઉમેદવારીપત્રકોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ભાજપ-કોંગ્રેસના ડમી ઉમેદવારો ઉપરાંત ચાર અપક્ષ ઉમેદવારોના ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા હતા જયારે ભાજપના પરસોત્તમભાઇ રૂપાલા, કોંગે્રસના પરેશ ધાનાણી તેમજ બહુજન સમાજ પાર્ટીના ચમનભાઇ સવસાણી અને સાત અપક્ષોના ફોર્મ માન્ય રહ્યા હતા.

આગામી તા.25ને સોમવારના રોજ ઉમેદવારીપત્રકો પાછા ખેંચવાનો અંતિમદિવસ છે. ત્યારે સોમવારે સાંજે રાજકોટ લોકસભા બેઠકનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ થનાર છે. તે પૂર્વે નડતા ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા રાજકીય પક્ષો દ્વારા કવાયજ્ઞ હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે.

ગઇકાલે ઉમેદવારીપત્રકો ભરવાના અંતિમદિવસ સુધીમાં ભરાયેલા તમામ ઉમેદવારોના ફોર્મની આજે સવારે કલેકટર કચેરીમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ફોર્મ સામે અનેક વાંધા રજુ કર્યા હતા અને રૂપાલાના ફોર્મમાં 42 જેટલી ભુલો હોવાની રજુઆત કરી હતી.

અપક્ષની આ રજુઆતમાં કોંગ્રેસના પ્રતિનિધિએ પણ સૂર પુરાવતા વાતાવરણ થોડો સમય માટે ગરમાઇ ગયું હતું. જોકે, કલેકટરે તમામ વાંધા ફગાવી દઇ ભાજપના ઉમેદવાર રૂપાલાનું ફોર્મ માન્ય રાખ્યુ હતું અને વાંધા રજુ કરનારને સાંજે સુધીમાં લેખિત જવાબો આપી દેવા જણાવ્યું હતું.ફોર્મ ચકાસણી દરમિયાન અપક્ષ ઉમેદવાર રામજીભાઈ ગોવિંદભાઈ વેગડા, રૂડાભાઈ વાલજીભાઈ મેરાણ સુભાષ અંબાશંકર પંડ્યા અને સોની મહાજન નરેન્દ્રભાઈ અમૃતલાલના ઉમેદવારી પત્રક રદ કરવામાં આવ્યા છે.

જાણવા મળ્યા પ્રમાણે ચારેય અપક્ષ ઉમેદવારના ફોર્મ ઘણી ભૂલ હતી જેમાં એક અપક્ષ ઉમેદવારે સોગંદનામું રજૂ કર્યુ નહોતું, જ્યારે એક અપક્ષ ઉમેદવારે ફોર્મ જ અધુરૂ ભર્યુ હતું. તો એક ઉમેદવારે પુરતા ટેકેદારોના નામ દર્શાવ્યા નહોતા એક અપક્ષ ઉમેદવારને એફીડેવીડની પુરતતા કરવાનું કહ્યું હતું. પરંતુ એફિડેવીડની પુરતતા નહીં કરતા ચારેય અપક્ષ ઉમેદવારના ફોર્મ રદ કરાયા છે.

Continue Reading

Trending